- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
ગામમાં ચીજવસ્તુઓ ખરીદવા જતી વેળાએ નડ્યો અકસ્માત Rajkot તા.૧૬ Rajkot શહેરની ભાગોળે આણંદપર (બાઘી) નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ બનાવથી દહીસરા અને કોઠારીયા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જસદણના દહીસરા ગામના વતની અને હાલ કોઠારીયા-આણંદપર (બાઘી) વાડી રાખીને ખેતીકામ કરતા હાર્દિક મુકેશભાઈ માલકીયા (ઉં ૨૧) ગત રાત્રે ૭:૩૦ વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને ગામમાં કોઈ વસ્તુ લેવા માટે નીકળ્યો હતો. દરમિયાન કોઠારીયા અને આણંદપર રોડ વચ્ચે હાર્દિક ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો જોવા…
નાની મોટી શંકાના કારણે તૂટવાના આરે આવી ગયેલા દંપતીના લગ્નજીવનને બચાવી લેવામાં આવ્યું Junagadh, તા.૧૬, જૂનાગઢ શહેરમાં આવેલા સખી વન સેન્ટરમાં આવેલા એક મહિલા અરજદારને તેમના પતિ પ્રત્યે અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના કારણે તેઓના ઘરમાં રોજબરોજ ઝઘડાઓ થતા હતા. આગળ જતાં આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે પતિએ ઘરમાં ઘરખર્ચ માટે પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તેથી ગંભીર આર્થિક મુશ્કેલીના કારણે આ પીડિતાને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ તેમના સંતાનો પણ ઉંમરલાયક થઈ ગયા હોવાથી તેમના ભવિષ્ય અને લગ્નની ચિંતામાં મહિલા ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા…
Gandhidham, તા.૧૬ ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નું 17થી 19મી જુલાઈ દરમિયાન અહીંના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન થશે ત્યારે વર્તમાન ચેમ્પિયન નુતાંશુ દયામા અને પ્રથા પવારની નજર તેમની વિજયકૂચ આગળ ધપાવવાનો પ્રયાસ કરશે અને તેમની નજર ટાઇટલ પર રહેશે. 610 એન્ટ્રી ધરાવતી આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાઈ રહી છે જેના સ્પોન્સર દિનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) છે જ્યારે તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટિગા છે. આ ટુર્નામેન્ટમાં 2.90 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત થશે અને વિજેતાઓને અન્ય ગિફ્ટ પણ વિતરીત કરાશે. બિનક્રમાંકિત નુતાંશુ…
Amreli તા. તા.૧૬ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને મળેલ બાતમીના આધારે અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા તાલુકાના મોટામાચીયાળા ગામે રહેતા મુસ્તાકભાઇ ઉર્ફે ઝાડવો મહંમદભાઇ કુરેશી, તથા લાઠી ગામે રહેતા અમીતભાઇ જેઠાભાઇ જાદવ, શાંતિભાઇ રાઘવભાઇ સોલંકી, સફરાજભાઇ ઉર્ફે સફુ સાહીલભાઇ સેતા, સફરાજભાઇ ફેજુભાઇ મલેક તથા પરેશભાઇ કરશનભાઇ બતા સહિત છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂપિયા ૪૬,૬૦૦ તથા જુગાર સાહિત્ય સાથે પકડી…
શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી Kotdasangani: તા.૧૬ અષાઢી બીજના પવિત્ર અવસરે કોટડાસાંગાણી શહેરમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડીયાર મંદિરથી કરવામાં આવ્યું હતું. જે શેડ રોડ, ગોદરા વિસ્તાર, શરીફ ચોક, સરદાર ચોક, ભાડવા રોડ, બહાર પરા વિસ્તાર તેમજ મુખ્ય બજારના વિવિધ માર્ગો પર ફરી હતી. નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા અંતે ફરી ખોડીયાર મંદિરે પહોંચી હતી, જ્યાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.…
Junagadh તા. ૧૬ જૂનાગઢ – વંથલી રોડ પર કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા કેશોદના આશાસ્પદ યુવકનું ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નિપજયુ હતું. કેશોદનો ૨૨ વર્ષીય યુવક, અંકેશ ધીરજલાલ પરમાર પોતાની બુલેટ મોટર સાયકલ પર રાત્રીના સમયે જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન રોડની સાઈડમાં આવેલ બાવડની ઝાંડની ડાળી અંકેશના ચહેરા સાથે અથડાતા અંકેશે બુલેટ પરથી કાબુ ગુમાવતા બુલેટ સ્લીપ થયું હતું, જેને કારણે અંકેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ એ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Junagadh તા. ૧૬ : માંગરોળમાં સાસરીયાઓએ માર મારી, શારીરીક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ પરણિતાએ માંગરોળ પોલીસ મથકે નોંધાવતા, પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અપ્સાબેન સઈદ ખાદીમએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ સઈદ ખાદીમ, સાસુ નુરજહાબેન, સસરા મુસાભાઈ તથા જેઠ જુબેરભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પરિણીતાને તેના પતિ સહિતના સાસરા પક્ષના આરોપીઓએ ગાળા ગાળી કરી, મારમારી, અવાર નવાર શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપેલ છે, જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh તા. ૧૬ : વિસાવદર માંથી એક સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસ મથકે નોંધાતા પોલીસે સગીરાની ભાળ મેળવવા તથા અપહરણકર્તા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની સગીર વયની દિકરીને કોઈ અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે, લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલ છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે વિસાવદર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh તા.૧૬ જૂનાગઢના ટીંબાવાડી બાયપાસ પાસે એક ૪૯ વર્ષીય આધેડને માથાના ભાગે ઈજા થતા મોત નિપજયાનો બનાવ સી ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ નરસિંહભાઈ વાઘેલાએ જાહેર કરેલ કે, શહેરના ટીંબાવાડી બાયપાસ નજીક શ્રીનગર સોસાયટી સામે તેમના પિતા નરસિંહભાઈ વાઘેલા (ઉ.વ.૪૯)ને માથાના ભાગે કોઈપણ કારણોસર ઈજા થતા મોત નિપજયુ છે. પોલીસમાં આ બનાવ જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Mumbai,તા.16 ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી ઇતિહાસ રચવા તરફ મજબૂત કદમ વધાર્યા છે. એક સમયે હારની અણી પર રહેલી આર્જેન્ટિનાની ટીમને 39 વર્ષના ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસ્સીએ પોતાની અદ્ભુત રમતથી જીત અપાવી હતી. મેચના 55મા મિનિટમાં એન્થોની ગોર્ડનના ગોલની મદદથી ઇંગ્લેન્ડ 1-0થી લીડ મેળવીને જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ મેચની 85મી મિનિટમાં મેસ્સીએ લીધેલા શોર્ટ કોર્નર અને એન્ઝો ફર્નાન્ડીઝને આપેલા સચોટ પાસથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઇમના સ્ટોપેજ ટાઇમની બીજી મિનિટમાં જોવા મળ્યો જ્યારે મેસ્સીના શાનદાર ક્રોસ…
