Author: Vikram Raval

New Delhi,તા.15 બોલિવૂડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં ‘ચતુર રામલિંગમ’નું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા, સાયન્ટિસ્ટ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને ત્યાંના પર્યાવરણના રક્ષણ માટે હાલમાં અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર તેમના સપોર્ટમાં આગળ આવ્યો છે.સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના નાજુક પર્યાવરણીય તંત્રને ઉદ્યોગોના અંધાધૂંધ વિકાસથી બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને સ્થાનિક જમીન તેમજ સંસ્કૃતિના રક્ષણ માટે છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની તેમની…

Read More

Mumbai,તા.15 સાઉથ સિનેમા અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રુતિ હાસન માટે 14 જુલાઈનો દિવસ તેના જીવનની સૌથી ખુશીની અને ખાસ પળો લઈને આવ્યો છે. વર્સેટાઈલ એક્ટર કમલ હાસનની પુત્રી અને સિંગર-એક્ટ્રેસ શ્રુતિ હાસને તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પોતાનું એક નવું આલિશાન ઘર ખરીદ્યું છે. મંગળવારે સવારે શ્રુતિએ પોતાના નવા ઘરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત ‘ગૃહ પ્રવેશ પૂજા’ કરી હતી. આ પૂજા અને નવા ઘરના ફર્સ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેની સાથે એક્ટ્રેસે એક અત્યંત ભાવુક સિક્રેટ પણ શેર કર્યું છે. આ ખાસ પ્રસંગે શ્રુતિ હાસનના જીવનની એક કડવી અને ભાવુક ક્ષણ એ પણ રહી કે તેના માતા-પિતા આ…

Read More

Mumbai,તા.15 ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કરોડો ચાહકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોને અલવિદા કહી રહ્યા છે. આ સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર શોના પ્રોડક્શન હાઉસ અને મેકર્સે સત્તાવાર રીતે પોતાની ચૂપકીદી તોડી છે. મેકર્સે અફવાઓનું કર્યું ખંડન, દિલીપ જોશી શોનો હિસ્સો રહેશે ચોતરફ ફેલાઈ રહેલી આ નકારાત્મક અફવાઓ પર…

Read More

New Delhi,તા.15 દેશમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ તથા ઈરાન યુદ્ધ ફરી ભડકતા ક્રુડતેલના ભાવમાં પણ ફરી વધારો થશે તેવા સંકેત છે તે સમય જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.87% થયો છે. મે માસમાં 9.68% હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. અર્થશાસ્ત્રીઓ ફુગાવો 9.15% રહેવાની આશા રાખતા હતા તેના બદલે મે માસની સરખામણીમાં તે વધુ ઉંચો ગયો છે. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવે ફુગાવાને વેગ આપ્યો છે તો પેટ્રોલિયમ પેદાશો કાચા માલ તથા બેઝીક મેટલના ભાવ પણ વધ્યા છે. ખાદ્ય ફુગાવો 4.49% આમ વધીને 6.14% થયો છે. જયારે નોન ક્રુડ આર્ટીકલના ભાવ 1.43% વધ્યા છે અને મીનરલના ભાવમાં 0.58% નો…

Read More

New Delhi, તા. 15 નાબાલિગ છોકરી પર દુષ્કર્ષ ગુજારવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. આસારામ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે 90 વર્ષીય આસારામની તબિયત અત્યંત નાજુક છે. અને ગત 8 જુલાઈએ તેમને અચાનક ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થવાનાં કારણે ગંભીર હાલતમાં જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. અદાલતમાં વકીલોએ જણાવ્યું કે આસારામને હોસ્પિટલમાં લોહી ચઢાવવું પડ્યું છે અને ડોક્ટરોએ તેમને ‘હાઈ રિસ્ક…

Read More

New Delhi, તા. 14 મધ્ય પ્રદેશનાં ધારમાં આવેલાં ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલા સંકુલને લઈને સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે એક મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને એવી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે કે, જેથી બંને પક્ષોને કોઈ મુશ્કેલી ન પડે અને મુસ્લિમ સમુદાય પહેલાની જેમ ત્યાં નમાઝ અદા કરી શકે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ કેસનાં છેલ્લાં નિકાલ સુધી વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનો છે. આ વચગાળાની વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ભોજશાલા સંકુલની બિલકુલ અડીને આવેલી એક ખુલ્લી જગ્યા મુસ્લિમ પક્ષને શુક્રવારની નમાઝ પઢવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે.…

Read More

New Delhi,તા.15 દેશના છ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ ટોચ  પર છે. જ્યારે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. માર્ચ 2026માં અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને રૂ।. 202 લાખ કરોડ થઈ હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ।. 1.8 લાખ કરોડ હતું. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ અઞખમાં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા હતો, જે માર્ચ 2025ના 2.83 ટકાની સરખામણીએ લગભગ યથાવત હતો. બજારમાં સતત અસ્થિરતા હોવા છતાં અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર રહી હોવાનું દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની શરૂઆતમાં અમદાવાદ…

Read More

New Delhi,તા.15 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી દિલ્હીના જંતર-મંતરની મુલાકાત લઈને છેલ્લા 18 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્‌‍ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ સોનમ વાંગચુકના શાંતિપૂર્ણ અને લોકશાહી આંદોલન પ્રત્યે આદર વ્યક્ત કરવા જંતર-મંતર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અભિજીત દીપક, સેવન શોટ્સ તથા CJP (Cockroach Janta Party)ના સભ્યો સાથે પણ મુલાકાત કરી અને તેમના મંતવ્યો સાંભળ્યા. વાઘેલાએ જણાવ્યું કે લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ સંવાદના દરવાજા ક્યારેય…

Read More

London,તા.15 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને યજમાન ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. ટી20 શ્રેણીમાં 0-4 થી કારમી હાર બાદ ભારતીય વનડે ટીમે આ જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. જો કે, મેચ પૂરી થયા બાદ મેદાન પર વિરાટ કોહલીએ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ માટે જે ઉદારતા અને સન્માન દર્શાવ્યું, તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે અને આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બર્મિંગહામ ખાતે મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવા માટે મેદાન પર આવી રહ્યા હતા,…

Read More

London,તા.15 ફિફા વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનની ફૂટબોલ ટીમે દમદાર પ્રદર્શન કરીને ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમને 2-0 થી પરાજય આપ્યો છે. આ જીત સાથે સ્પેને ફાઇનલમાં પ્રવેશી લીધો છે. ડલાસમાં રમાયેલી આ રોમાંચક મેચમાં સ્પેને શરૂઆતથી જ મેચ પર પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો હતો અને બંને હાફમાં 1-1 ગોલ કરીને ફ્રાન્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. ઓયાર્જાબેલે પેનલ્ટી દ્વારા અપાવી પ્રથમ લીડમેચની 22મી મિનિટે સ્પેનને પ્રથમ સફળતા મળી હતી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ સ્પેનના લામિન યમાલ પર ફાઉલ કર્યો, જેના કારણે રેફરીએ સ્પેનને પેનલ્ટી એનાયત કરી હતી. મિકેલ ઓયાર્જાબેલે આ પેનલ્ટીને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને સ્પેનને 1-0 ની…

Read More