- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Washington,તા.15 પશ્ચિમ એશિયામાં વધી રહેલાં ભારે સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. અમેરિકી સેનાના જણાવ્યાં અનુસાર, છેલ્લાં સાત દિવસમાં ઈરાને જાણીજોઈને સાત કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં છે. પાડોશી દેશો તરફ ડઝનબંધ મિસાઈલો તથા ડ્રોન પણ છોડ્યાં છે. આ હુમલાઓમાં લગભગ એક ડઝન જેટલાં ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને ખોરવવાની ઈરાનની આ આક્રમક પ્રવૃત્તિઓ સામે જવાબી કાર્યવાહી કરતાં અમેરિકાએ 20થી વધુ યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો સાથે ઈરાનના બંદરો પર ફરીથી દરિયાઈ નાકાબંધી શરૂ કરી દીધી છે. બીજી તરફ, હોર્મુઝ જલડમમધ્યમાં સંયુક્ત આરબ અમીરાતના બે ઓઈલ…
New Delhi, તા.15 સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાનાં એક મામલામાં મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, માત્ર સગા-સંબંધી હોવાનાં કારણે સાસરિયા પક્ષનાં 17 સભ્યોને આરોપી બનાવી દેવા એ કાયદો અને ન્યાયની સ્પષ્ટ મજાક છે. કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા જોતાં એવું લાગે છે કે મહિલાનું મોત રસોડામાં અચાનક લાગેલી આગમાં દાઝી જવાથી થયું હતું, નહીં કે દહેજના ત્રાસના કારણે. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2000 ના આ જૂના કેસમાં પતિને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે સ્પષ્ટ કર્યું કે માત્ર લગ્ન સંબંધના કારણે જ આખા પરિવારને ગુનેગારની જેમ કોર્ટમાં ઊભો કરી દેવો વ્યાજબી નથી.…
Ayodhya,તા.15 શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થયાના માત્ર 24 કલાકમાં, 1,000 થી વધુ અરજીઓ મળી છે. આમાં ભૂતપૂર્વ IPS અધિકારી અમિતાભ ઠાકુરનું નામ પણ સામેલ છે. સામાજિક કાર્યકર્તા તરીકે સમાચારમાં રહેલા ઠાકુરના કારણે રાજકીય અને વહીવટી ઉથલપાથલ મચી જવાની શક્યતા છે. રામ લલ્લાના પ્રસાદ ચોરી વિવાદ બાદ, ટ્રસ્ટ તેની વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, ટ્રસ્ટે તેની વેબસાઇટ પર CEO પદ માટે અરજીઓ મંગાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરજીઓમાં વહીવટી અધિકારીઓ, વિવિધ રાજકીય પૃષ્ઠભૂમિના લોકો, સામાજિક સંગઠનોના અનુભવી કાર્યકરો અને RSS અને વિશ્વ હિન્દુ પરિષદ…
New Delhi, તા.15 ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર ઉદ્ભવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન 7.6 કીમીની ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આવતા બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત તથા…
New Delhi, તા.15 ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર સમજુતી લાગુ થવાની સાથે બન્ને દેશોના વ્યાપારિક સંબંધોમાં નવો તબકકો શરૂ થયો છે. આ વ્યવસ્થા અંતર્ગત મોટા ભાગની ભારતીય નિકાસને બ્રિટીશ બજારમાં ચાર્જ-મુક્ત પહોંચ મળશે. જ્યારે બ્રિટનથી આવતા અનેક ઉત્પાદનો પર આયાત ચાર્જ તબકકાવાર રીતે ઘટશે. આથી ઉદ્યોગ, કૃષિ, સેવાક્ષેત્ર, એમએસએમઇ અને વ્યાવસાયિકોને નવી તક મળવાની આશા છે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક તેમજ વ્યાપાર સમજુતી (સીઇટીએ) આજથી લાગુ થઇ ગઇ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત વ્યાપાર સમજુતીમાંનો એક માનવામાં આવે છે. સરકારનો દાવો છે કે, આથી ખેડૂતો, શ્રમિકો, એમએસએમઇ, નિકાસકારો અને સેવા ક્ષેત્રને…
Washington,તા.15 યુક્રેન-રશિયા વચ્ચેના સાડા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજું કોઈ નિર્ણાયક સ્થિતિ બની નથી પણ રશિયા પાસેથી ક્રુડતેલ-તેલ ખરીદનાર દેશો યુદ્ધમાં ટકી રહેવા માટે રશિયાને કમાણી કરાવી રહ્યા છે તેવા કારણે ભારત-ચીન સહિતના દેશો પર 500% ટેરિફ લગાવવામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીમાં હવે રાહતના સમાચાર છે. પ્રમુખ ટ્રમ્પે હવે અમેરિકી સંસદ સમક્ષ રજુ કરેલા ખરડામાં જે 500% ટેરિફનો પ્રસ્તાવ હતો તે હવે 100% કર્યો છે અને તેમાં પણ રાહત મળે તેવા સંકેત છે. ભારત-ચીન જેવા દેશો રશિયન ક્રુડતેલના મોટા આયાતકાર દેશ છે અને અમેરિકી સંસદમાં રજુ કરવા માટેના પ્રતિબંધાત્મક ખરડામાં 500% ટેરિફની જોગવાઈ હતી. હાલમાં જ દિવંગત…
Ravi Bhatt મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા સ્તરે થયેલી વ્યાપક નફાવસૂલી, ક્રૂડ ઓઇલના મજબૂત ભાવ અને પ્રથમ ત્રિમાસિકના પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીના કારણે બજારમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાતા મોટા ભાગના ક્ષેત્રોમાં વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે નીચલા સ્તરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત ખરીદી થતાં બજારમાં મર્યાદિત આધાર જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં બજારની દિશા મુખ્યત્વે કોર્પોરેટ પરિણામો, વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ ઉપર નિર્ભર રહેશે. સેન્સેક્સ શરૂઆતથી જ ભારે દબાણ…
Ranchi,તા.૧૪ છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. કોંગ્રેસે આ બાબતે ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહે તેને ફગાવી દીધો, તેને રાજ્ય સરકારના અધિકારક્ષેત્રની બહારનો મામલો ગણાવ્યો. વિપક્ષના નેતા ચરણદાસ મહંતે ગૃહમાં જણાવ્યું હતું કે દેશભરના લાખો ભક્તોની શ્રદ્ધા રામ મંદિર સાથે જોડાયેલી છે, અને જો દાનમાં અનિયમિતતાના આરોપો લગાવવામાં આવે છે, તો તેની ચર્ચા કરવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે છત્તીસગઢના લોકોએ પણ મંદિરના નિર્માણ અને દાનમાં યોગદાન આપ્યું છે, તેથી તેમની ભાવનાઓ સાથે સંકળાયેલા…
તા.15-07-2026 બુધવાર તિથિ પ્રથમા (એકમ) – ૧૧ઃ૫૩ઃ૪૦ સુધી નક્ષત્ર પુષ્ય – ૨૧ઃ૪૭ઃ૫૩ સુધી કરણ ભાવ – ૧૧ઃ૫૩ઃ૪૦ સુધી, બાલવ – ૨૨ઃ૨૧ઃ૦૦ સુધી પક્ષ શુક્લ યોગ હર્ષણ – ૦૮ઃ૦૪ઃ૩૫ સુધી, વજ્ર – ૨૮ઃ૩૦ઃ૩૦ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૨ઃ૩૭ સૂર્યાસ્ત ૧૯ઃ૨૭ઃ૫૮ ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય ૦૬ઃ૪૬ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૦ઃ૩૦ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૩૧ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૫ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૮ઃ૨૭ થી ૧૩ઃ૧૨ઃ૦૯ ના કુલિક ૧૨ઃ૧૮ઃ૨૭ થી ૧૩ઃ૧૨ઃ૦૯ ના દુરી / મરણ ૧૭ઃ૪૦ઃ૩૬ થી ૧૮ઃ૩૪ઃ૧૭ ના રાહુ કાળ…
તા.15-07-2026 બુધવાર મેષ આજે દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. આરોગ્ય ને અવગણવું તણાવ માં વધારો કરી શકે છે, તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. વૃષભ આજના દિવસે તમારી અંદર ઉર્જા જોઈ…
