Author: Vikram Raval

London,તા.15 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં જસપ્રિત બુમરાહે બાઉન્ડ્રી લાઈન પર એક એવો અદ્ભુત કેચ પકડ્યો, જેને જોઈને ક્રિકેટ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કેચ એટલો શાનદાર હતો કે સોશિયલ મીડિયા પર ફેન્સે તેને ‘સૂર્યા મોમેન્ટ પાર્ટ-2’ કહેવાનું શરૂ કરી દીધું છે. આ કેચના કારણે મેચનો આખો રૂખ બદલાઈ ગયો હતો.મેચની 12મી ઓવરમાં ભારતીય બોલર ગુરનૂર બરારે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડના બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા જસપ્રિત બુમરાહે અશક્ય દેખાતા કેચને અદ્ભુત સ્ફૂર્તિ સાથે પકડી લીધો હતો. ડકેટ 43…

Read More

London,તા.15 બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી દીધું છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 45.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવી લીધા હતા અને 28 બોલ બાકી રહેતા શાનદાર જીત મેળવી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટરોને પિચ પર ટકવા દીધા નહોતા. સ્પિનર અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરતા 9.5 ઓવરમાં 62 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 10 ઓવરમાં 2 મેડન સાથે 50 રન આપીને…

Read More

London,તા.15 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી મેચ પહેલાં ક્રિકેટના મેદાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. બર્મિંગહામ ખાતે યોજાયેલા ભારતીય ટીમના સત્તાવાર પ્રેક્ટિસ સેશન દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી એ એકબીજા સાથે વાત કરવાનું કે સંપર્ક કરવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું. નેટ્સમાં બંને વચ્ચે જોવા મળેલી આ દૂરી કેમેરામાં કેદ થતાં જ ક્રિકેટ જગતમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. બર્મિંગહામ ગ્રાઉન્ડ પરથી સામે આવેલા અહેવાલો અને વીડિયો અનુસાર, વિરાટ કોહલી જ્યારે નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ત્યાં…

Read More

London,તા.15 તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ જીતના ઉત્સાહ વચ્ચે એક મોટા અંગત વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટીમની સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર પર તેની અલગ થઈ ગયેલી પાર્ટનર મોનિકા રાઈટે પોતાની જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલ અફેર હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટસ્ફોટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વિવાદની શરૂઆત બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર ‘ડેઈલી મેલ’ના એક અહેવાલથી થઈ હતી. અહેવાલમાં દાવો કરાયો હતો કે ઓસ્ટ્રેલિયાની એક સાથી ક્રિકેટર સાથેના કથિત સંબંધોના કારણે એશ્લે ગાર્ડનરના લગ્નજીવનનો અંત આવ્યો છે. જો કે અહેવાલમાં તે ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં…

Read More

London,તા.15 ફૂટબોલ જગતના ચાહકો જે ઘડીની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. પૂરા બે દાયકા બાદ, 16 જુલાઈ ગુરુવારના રોજ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમો ફીફા વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં એકબીજાને ટક્કર આપશે. આ મેચ સાથે જ વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી જૂની અને કટ્ટર પ્રતિસ્પર્ધિતાઓમાંની એક ફરી જીવંત થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવા વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મુકાબલા ખેલાયા છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમનો પલ્લો થોડો ભારે રહ્યો છે. ઇંગ્લેન્ડે 3 મેચોમાં જીત મેળવી છે, જ્યારે આર્જેન્ટિનાને 2 મેચોમાં સફળતા મળી છે (જેમાં…

Read More

Ahmedabad, તા.15 ગીર આસપાસના ભાગોમાં છેલ્લા 45 દિવસ (દોઢ મહિના)માં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા સરકારમાં દોડધામ થઈ પડી છે. ગુજરાતના ગૌરવસમા સિંહ તથા લોકો બન્નેને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં નહીં આવે ઉપરાંત હયાત ગેરકાયદે રિસોર્ટ પર તવાઈ ઉતારાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે. રાજયના વનવિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર આસપાસના એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ ક્ષેત્રમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત…

Read More

New Delhi,તા.15 દેશમાં સરકારે હવે તમામ પેટ્રોલપંપ પર ઈ-20 પેટ્રોલ જ ઉપલબ્ધ બનાવતા તેની સામે સર્જાયેલા વિવાદમાં હવે યુ-ટર્ન આવ્યા છે. ભવિષ્યમાં શુદ્ધ પેટ્રોલ (ઈથોનલ મિશ્રણ વગરનું) મળશે જ નહી તેવા સંકેત વચ્ચે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ એક મુલાકાતમાં કહ્યું કે, 100% પેટ્રોલ પણ ઉપલબ્ધ રહેશે પણ તેના માટે વધુ કિંમત ચુકવવી પડશે. જો કે તેઓએ આ અંગે કહ્યું કે, જેઓ 100% પેટ્રોલ ઈચ્છતા હોય તેઓને વિકલ્પ હશે. જો કે આ અંગે પેટ્રોલિયમ મંત્રાલય નિર્ણય કરશે. એક તરફ સરકાર 100% ઈથોનોલ આધારિત ઈંધણ પોલીસી પર આગળ વધી રહી છે. તે વચ્ચે ગડકરીનું આ વિધાન મહત્વનું છે. ખાસ કરીને…

Read More

Washington, તા. 15 પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી સેનાએ ઈરાનના દરિયાઈ બંદરો નજીક ફરીથી કડક દરિયાઈ નાકાબંધી લાગું કરી દીધી છે. આ નાકાબંધી લાગું થયાનાં બરાબર એક કલાક પહેલાં જ અમેરિકી વાયુસેનાએ ઈરાનમાં આવેલાં સૈન્ય બેઝ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતાં. અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ ઓપરેશનનો મુખ્ય હેતુ વિસ્તારમાં ઊભા થયેલાં સુરક્ષા પડકારોને ખતમ કરવાનો અને હોર્મુઝમાં વેપારી જહાજો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ ગયા અઠવાડિયે હોર્મુઝમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલાં હુમલા બાદ શરૂ…

Read More

Mumbai, તા. 15 મુંબઈમાં હાલમાં વરસી રહેલાં ભારે વરસાદની વચ્ચે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ સતત વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો અને સ્થાનિક ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, શહેરમાં ઇન્ફલ્યુએન્ઝા-એ અને શ્વાસ સંબંધિત રોગોનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે ચોમાસામાં આવતાં દરેક તાવને માત્ર સામાન્ય વાયરલ ચેપ ન ગણવો જોઈએ. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ચાલવાથી ફેલાતી ‘લેપ્ટોસ્પાયરોસિસ’ નામની બીમારી આ દિવસોમાં મુંબઈકર્સ માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે. લેપ્ટોસ્પાયરોસિસ એ વાસ્તવમાં બેક્ટેરિયાથી થતો ચેપ છે, જે મુખ્યત્વે ઉંદર, કૂતરાં અને અન્ય પશુઓનાં પેશાબથી દૂષિત થયેલાં પાણી કે કાદવ દ્વારા…

Read More

Porbandar,તા.15 જો તમો પોરબંદરના કુછડીને અહીના પૌરાણીક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા ભગવાન ખીમેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખતા હો કે પછી જેઓ પક્ષીપ્રેમી છે તે અહી આવતા વિદેશી પક્ષી યાયાવર નિહાળવા પહોંચતા હોય તો ભવિષ્યમાં આ નાનુ કૃષી આધારિત ગામ ટુંક સમયમાં જ ભારતના જહાજી ઉદ્યોગના નકશા પર સ્થાન મેળવી જશે. ગુજરાત સરકાર રાજયના સર્વાંગી વિકાસ અને તેમાં આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે રાજયને દેશનું સેમીકન્ડકટર ચીપ નિર્માણ માટે હબ બનાવવા જઈ રહી છે તો વિશાળ સમુદ્રી કિનારાનો પણ લાભ લઈને અહી વ્યાપાર-ઉદ્યોગ સ્થપાય તે જોવા જઈ રહી છે. તેમાં એક મહત્વાકાંક્ષી નિર્ણયમાં પોરબંદરના કુછડીને શીપ બિલ્ડીંગમાં એક મહત્વના મથક તરીકે વિકસાવશે. શીપ…

Read More