- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે : દિયા મિર્ઝા Mumbai, તા.૧૪ દિયા મિર્ઝા હંમેશા પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી વિશે કામ કરતી રહી છે અને તેની જાગૃતિ વિશે વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે એક કાર્યક્રમમાં પોતાનાં જીવનનાં અનુભવો, ડર, સસ્ટેનેબિલિટી અને સહાનુભૂતિ અંગે વાત કરી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલી દિયાએ જણાવ્યું કે તેનાં માટે પ્રસિદ્ધિ કરતાં જીવનનો હેતુ વધુ મહત્વનો રહ્યો છે.દિયાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. આ ઘટનાએ તેને જીવનથી ડરાવી નહીં, પરંતુ જીવન મર્યાદિત છે…
સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે Mumbai, તા.૧૪ સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય અને તેમાં ચીનના ઉલ્લેખ બાબતે સંકોચ વ્યક્ત કર્યો હતો અને તેના કારણે ફિલ્મ મોડી પડી હોવાના અહેવાલો હતા.…
સેમીને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી Mumbai, તા.૧૪ મૂળ ન્યુઝીલેન્ડના અને ખાસ કરીને જુરાસિક પાર્ક હોલિવૂડ ફિલ્મ્સના જાણીતા કલાકાર સેમ નીલનું સોમવારે ૭૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આ અંગે માહિતી આપવામાં આવી હતી. પરિવારના નિવેદનમાં જણાવાયું હતું, “અત્યંત દુઃખ સાથે સેમ નીલના પરિવારજનો આ માહિતી શેર કરે છે કે સોમવાર, ૧૩ જુલાઈએ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેમનું અવસાન થયું છે. અંતિમ ક્ષણોમાં સેમ પોતાના પરિવારજનોની વચ્ચે હતા અને તેમણે સમગ્ર જીવનની જેમ જ ગૌરવ અને શાંતિ સાથે અંતિમ શ્વાસ લીધા હતા.”નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું, “આ ઘટના…
અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી Mumbai, તા.૧૪ અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જોવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે ફિલ્મમાં પોતાનાં પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું ‘બેલ બોટમ’માં માત્ર એટલાં માટે હતી કે એક આતંકવાદી મારા પર પડી જાય અને પકડાઈ…
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: ડિગ્રી કરતાં સ્કિલને પ્રાધાન્ય: ‘Skills for a Shared Future’ ના મંત્ર સાથે ગુજરાતના યુવાનો બનશે વૈશ્વિક સ્તરે સક્ષમ બદલાતા ટેક્નોલોજિકલ યુગમાં કૌશલ્ય વર્ધનના સંકલ્પ થકી કૌશલ્યવાન યુવા શક્તિ દ્વારા સાકાર થશે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ નું સ્વપ્ન શાળા સ્તરેથી વ્યાવસાયિક શિક્ષણ અને હાઇ-ટેક ITI નું પીઠબળ: ‘MY Bharat’ અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’ અને ‘SSIP’ દ્વારા યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્રીન સેક્ટરમાં રોજગારીની નવી ક્ષિતિજો: બદલાતા જોબ માર્કેટ માટે સજ્જ થતું ગુજરાતનું યુવાધન આજના ઝડપથી બદલાતા ડિજિટલ અને ટેક્નોલોજિકલ યુગમાં કોઈપણ દેશની સાચી મૂડી અને શક્તિ તેનું યુવાધન છે.…
અમેરિકા-ઈરાન યુદ્ધમાં સામેલ ન હોવા છતાં, આપણે આ યુદ્ધના ભોગ બન્યા છીએ, અને તે અજ્ઞાત છે કે આપણે કેટલો સમય તેની ગરમી સહન કરવી પડશે. જ્યારે આપણે આર્થિક નુકસાન સહન કરી રહ્યા છીએ, ત્યારે રાજકીય મૂંઝવણો પણ વધી છે. સદનસીબે, વડા પ્રધાન મોદી વ્યવહારિક અને રાજકીય રીતે દૂરંદેશી બંને છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ બહુપક્ષીય છે. બહુપક્ષીય કારણ કે ઈરાનને તેના તેલ સંસાધનો અને વેપાર માર્ગો સંબંધિત તેના હિતોને પૂર્ણ કરવાની જરૂર છે. અમેરિકાએ ઈરાનને અડીને આવેલા અનેક તેલ સમૃદ્ધ દેશોમાં લશ્કરી માળખાગત સુવિધાઓ સ્થાપિત કરી છે. ઈરાન માને છે કે આ આરબ દેશો દ્વારા, અમેરિકા તેની તેલ સંપત્તિને…
જયપુર,તા.૧૩ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં એક હાઇ સ્પીડ સ્કોર્પિયો ડમ્પર સાથે અથડાઈ. પાંચ યુવાનોના મોત અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માત દરમિયાન ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે અન્ય લોકોના મોત થયા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાલોત્રા જિલ્લાના ભંડિયાવાસ ગામ નજીક રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૨૫ પર બની હતી. ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક ઝડપથી દોડતી સ્કોર્પિયો કાર ડમ્પર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે સ્કોર્પિયો સંપૂર્ણપણે નાશ પામી હતી.…
ફાલ્ગુની વસાવડા હે ઈશ્વર. આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં વારંવાર યુદ્ધમાં સમાધાન થયું, અને વળી પાછું કોઈ દેશે એવું માનવાનો ઈનકાર કર્યો અને છમકલું કર્યું! બસ આવાં સમાચારો નાં માહોલમાં પણ આપણે લહેર કરી રહ્યા છીએ! કારણકે સરહદે સૈનિકો રાતદિવસ પહેરો ભરી રહ્યાં છે, અને પોતાના રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરવા તૈયાર છે! પણ આપણામાં દેશપ્રેમ છે એવું દેખાડવા! અહીં જ એ નેતાની ભૂલ થઈ, એમણે આવું નિવેદન કરવાની જરૂર નહોતી! અથવા તો અમેરિકા ઈ જ લાગનું હતું! બધી વાતમાં એને પોતાની હોંશિયારી સાબિત કરવી છે! આમ પોતાની…
ફાલ્ગુની વસાવડા આજનાં સમયમાં સૌથી મોંઘુ જો કોઈ ક્ષેત્ર હોય તો એ શિક્ષણ છે! અને એમાં પણ દર અઠવાડિયે જ્યાં નવી શોધ થતી હોય, અને નવાં નવાં ક્ષેત્રોનો જન્મ થાય છે! અને આમ એકની ડિમાન્ડ વધે તો સ્વાભાવિક બીજાની ઘટે!; શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિની વૈચારિકતાને વધારવાનો છે, અને બૌદ્ધિકતા વધવાને કારણે આજે પુષ્કળ શોધ થઈ રહી છે! સુક્ષ્મ થી સુક્ષ્મ અને અતિ વિરાટનાં સ્વરૂપ અને તેની કાર્ય દક્ષતા ને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હાલ એન્જીનીયરીંગમાં આઇટી ક્ષેત્રે થોડી મંદી પ્રવર્તે છે, કારણકે આ ક્ષેત્રમાં એક નવાં સોફ્ટવેરનું ડેવલપમેન્ટ થયું છે, અને એ છે AI ફેક્ટર! જે સ્માર્ટ ફોનમાં પણ…
ફાલ્ગુની વસાવડા માનસ સંબંધની ત્રીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કબંધ શબ્દનો વિસ્તૃત અર્થ કર્યો!; કે મસ્તક વિનાનો હોય એ કબંધ, જેને આપણે ધડ કહીએ છીએ. મોટેભાગે ક લાગતાં એનો અર્થ નકારાત્મક થઈ જાય છે, કપટ, કુસંગ, કુમતિ. પરંતુ શાસ્ત્ર અનુસાર ‘ક’ નો મતલબ જ્ઞાન પણ થાય છે, અને ‘ક’ નો અર્થ બ્રહ્મ પણ થાય છે. બંધ શબ્દ સારો છે, અને યોગની પ્રક્રિયામાં યોગ બંધની મહત્તા ઘણી બતાવાઈ છે. નિપાત શબ્દનો અર્થ મારીને પાડી દેવું! જેમ કે સંસારનાં જંગલમાં કામદેવ ભીલ બનીને આપણને પાડી દે છે. મનજાત કિરાત નિપાત, આપણાં જેવાં મૃગને ભીલ તીરથી મારી પાડી દે છે. ભોગ શબ્દ…
