Author: Vikram Raval

જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૪ Manavadar-બાંટવા પંથકમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લાદવામાં આવેલા જંત્રીના અસહ્ય ભાવવધારા સામે સ્થાનિક જનતા, ખેડૂતો અને વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં, આખરે માણાવદરના ઉદ્યોગપતિ રાજુભાઈ ઝાટકીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રીને સંબોધીને એક ઉગ્ર પત્ર પાઠવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આજુબાજુના વધુ વિકસિત જૂનાગઢ, ધોરાજી અને ઉપલેટા જેવા વિસ્તારો કરતાં પણ માણાવદરમાં જંત્રીના દર વધુ રાખવામાં આવ્યા છે. તંત્રએ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસ્યા વગર માત્ર બંધ ઓફિસોમાં બેસીને જ આ દરો થોપી દીધા છે. દાખલા તરીકે, જીલાણામાં જંત્રી…

Read More

ઘરેણા છોડાવી આપનાર પેઢીએ ફાઇનાન્સ, વચેટિયા અને લોનધારક સામે ગુનો નોંધાવ્યો’તો Rajkot તા.૧૪ ફાઇનાન્સમાં લોન માટે ગીરવે મુકવા અને છોડાવવાની કાર્યવાહી દરમિયાન ૨૨ કેરેટ સોનાના હોલમાર્ક કહેવાતા ઘરેણા નકલી નીકળતા ફાઇનાન્સ પેઢી, વચેટીઓ અને લોન લેનારા સામે ઘરેણા છોડાવી આપનાર પેઢી દ્વારા નોંધાયેલા રૂ. ૧૫.૬૦ લાખની ગુનામાં લીંબડીના લાલજી જોગરાણાની બીજી વખતની જામીન અરજી ફગાવી દીધી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં અન્યોએ ગીરવે મૂકેલું સોનું છોડાવી દેવાનો બિઝનેસ કરતી હિંમત ગોલ્ડ સેન્ટર મારફત લાલજી ખોડા જોગરાણા (રહે. લીંબડી)એ ક્રિશા ફાઈનાન્સ પેઢીમાં ગીરવે મુકેલ કુલ ૧૭૭.૮૦ ગ્રામ બાવીશ કેરેટ હોલમાર્ક લગાડેલા સોનાના ઘરેણા છોડાવ્યા હતા, અને તેના હિસાબના રૂ. ૧૫.૬૦…

Read More

માતા-પિતા બહાર ગયા હતા અને દીકરી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ ખૂટ્યા, મોતનું ચોક્કસ કારણ પીએમ અર્થે ખસેડાયો Rajkot તા.૧૪ શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ટીટોડીયા ક્વાર્ટરમાં કોલેજિયન યુવતીનું પોતાના ઘરે જ અચાનક ચક્કર આવી પડી ગયા બાદ રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હોસ્પિટલના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, મુંજકા ગામના ટીટોડીયા ક્વાર્ટરમાં રહેતા ધ્રુવીકાબેન પ્રવીણભાઈ ગોંડલિયા (ઉં ૨૨) આજે બપોરના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર અચાનક ચક્કર આવીને નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટના સમયે ધ્રુવીકાબેનના માતા-પિતા…

Read More

Mumbai,તા.૧૪ બોલીવુડની અનુભવી અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની છ દાયકાથી વધુ સમયથી કામ કરી રહી છે. લાંબા સમયથી હિન્દી સિનેમામાં છે. ૬૦ વર્ષના કરિયર દરમિયાન, તેણીએ હિન્દી અને દક્ષિણ ભારતીય બંને ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે. કૌશલ્યથી પ્રભાવિત. તેણીને હિન્દી સિનેમાની “ડ્રીમ ગર્લ” તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એક સમય હતો જ્યારે દરેક મોટા અભિનેતા અને દિગ્દર્શક તેમની સાથે કામ કરવા માંગતા હતા. આજે પણ, હેમા માલિનીની લોકપ્રિયતા અપાર છે. તાજેતરમાં, હેમા માલિનીએ મુંબઈમાં આયોજિત “ડ્રીમ ગર્લ્સ ડાયમંડ જ્યુબિલી” કાર્યક્રમમાં આ ફિલ્મ રજૂ કરી. ઉદ્યોગમાં ૬૦ વર્ષ પૂર્ણ થયા. આ કાર્યક્રમ દરમિયાન, તેણીએ એ પણ જાહેર કર્યું કે તે…

Read More

Rajkot તા.૧૪ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ગત તારીખ ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને લાંબા સમયથી સારવાર હેઠળ રહેલા વેપારીનું મોત નીપજ્યું છે. ઓમ શાંતિ કેન્દ્ર (બ્રહ્માકુમારીઝ) ખાતે સેવા આપીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલા વૃદ્ધને પુરપાટ ઝડપે ધસી આવેલી કારે અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ગોવર્ધન ચોક પાસે આવેલ માધવ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૈયાણી (ઉં.વ. ૭૨) ગત ૩-૩-૨૦૨૬ના રોજ બપોરે ઉમિયા ચોક નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તેઓ બ્રહ્માકુમારીઝ કેન્દ્રમાં સેવા…

Read More

બાકી નીકળતા ૫૦ હજાર મામલે. ધર ઘૂસી પુત્રનું બુલેટ હંકારી જઈ માર માર્યાનો આક્ષેપ Rajkot તા.૧૪ શહેરના જામનગર રોડ પર આવેલી બજરંગવાડીમાં પ્રૌઢે ઉઘરાણી કરનાર શખ્સના ત્રાસ, મારપીટ અને ધમકીઓથી કંટાળી જઈ મોડી રાત્રે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, બજરંગવાડીમાં શેરી નં ૧૨માં રહેતા સંજયભાઈ ચંદુભાઈ તુવાર (ઉં.વ. ૪૨) નામના રીક્ષા લે-વેચના ધંધાર્થી ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ખોડિયાર ટેકરી રોડ પર આવેલા જાહેર શૌચાલય પાસે હતા, ત્યારે તેમણે ફિનાઈલ પી લીધું હતું. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો અને આજુબાજુના લોકો…

Read More

Mumbai,તા.૧૪ ગોવિંદાનું નામ ૯૦ અને ૨૦૦૦ ના દાયકા દરમિયાન બોલિવૂડમાં પ્રખ્યાત હતું. આ તે સમય હતો જ્યારે તે એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યો હતો અને ઘણા મોટા દિગ્દર્શકોની પસંદગી બની ગયો હતો. એક સમય હતો જ્યારે તેમની પાસે ફિલ્મોની લાંબી લાઇન હતી, પરંતુ હવે ગોવિંદા, જે એક સમયે દર્શકોના દિલ પર રાજ કરતો હતો, તે વર્ષોથી મોટા પડદાથી ગાયબ છે. દરમિયાન, મોટા પડદા પર તેની વાપસીની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. લગભગ સાત વર્ષ પછી, તે ભવ્ય વાપસી માટે તૈયાર છે, અને આ જાહેરાત ગોવિંદાએ પોતે કરી છે. ગોવિંદા “રૂપા” સાથે વાપસી કરશે. ગોવિંદાએ એક…

Read More

સારા વર્તનને પગલે ગૃહ વિભાગ અને જેલ વડાના આદેશથી બાકીની સજા માફ ; જેલ અધિક્ષકે પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી Rajkot તા.૧૪ રાજ્યના જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના હકારાત્મક અભિગમ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને તેના સારા વર્તનને પગલે બાકીની સજા માફ કરી કાયમી ધોરણે જેલમુક્ત કરવામાં આવ્યા છે. ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવનાર કેદીને જેલ પ્રશાસન દ્વારા પુસ્તક ભેટ આપી સમાજમાં નવી શરૂઆત કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના જેલ વડા ડૉ. કે. એલ. એન. રાવના સકારાત્મક પ્રયાસો અને ડીઆઈજી ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાંબી…

Read More

Mumbai,તા.૧૪ ભોજપુરી મનોરંજન ઉદ્યોગના ચાહકો માટે રોમાંચક સમાચાર આવ્યા છે. ભારતનો પહેલો ભોજપુરી સેલિબ્રિટી રિયાલિટી શો, “ભોજપુરી બાવલ” ટૂંક સમયમાં નાના પડદા પર આવવા માટે તૈયાર છે. આ શો ૨ ઓગસ્ટના રોજ જીયોસ્ટાર અને કલર્સ પર પ્રીમિયર થવાનો છે. નિર્માતાઓએ તાજેતરમાં જ આ ખૂબ જ અપેક્ષિત શોનો ફર્સ્ટ લુક અથવા પ્રોમો રિલીઝ કર્યો છે. સુત્રો અનુસાર, આ પહેલો પ્રોમો દર્શકોને શોમાં થતા નાટક, હરીફાઈઓ અને અનૌપચારિક વાતચીતની ઝલક આપે છે. આ શોમાં ભોજપુરી સિનેમાના ઘણા પ્રખ્યાત કલાકારો, ગાયકો અને જાહેર હસ્તીઓ સ્ક્રીન શેર કરશે. ભોજપુરી શોના ફર્સ્ટ લુકમાં શોમાં ભાગ લેનારા અગ્રણી ચહેરાઓની પુષ્ટિ થઈ છે. આ શોમાં ભોજપુરી સિનેમાના…

Read More

સાડા ત્રણ માસ પૂર્વે નજીવી બાબતે યુવક ઉપર હથિયાર વડે તૂટી પડ્યા હતા Rajkot તા.૧૪ શહેરના પ્રે.નગર પોલીસ મથકના ચોપડે હુમલો કરવાના ગુનામાં નાસતો ફરતો જીગ્નેશ ઉર્ફેક કાળો ધોરાળીયા ની ક્રાઈમ બ્રાન્ચએ અટકાયત કરી આજીડેમ પોલીસ મતકને સોંપવા તજવીજ હાથ ધરી છે વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પેરોલ ફર્લોના પી.આઈ કે કે ગોહિલના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજીડેમ પોલીસ મથકના ચોપડે પીઠળ આઈ સોસાયટી રામાપીર મંદિરની પાછળ રહેતો જીગ્નેશ ઉર્ફેક કાળો ભગુ ધોરાડીયા નામના શખ્સ…

Read More