- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Rajkot તા.૧૦ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલા ફેરાઓની વિગત નીચે મુજબ છે ટ્રેન સંખ્યા ૦૫૦૪૬/૦૫૦૪૫ રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) ૧૧-૧૧ ફેરા ટ્રેન સંખ્યા ૦૫૦૪૬ રાજકોટ-લાલકુઆં સ્પેશિયલને ૨૦ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા ૦૫૦૪૫ લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને ૧૯ જુલાઈથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
સોમનાથમાં ભક્તિ, સાસણગીરમાં પ્રકૃત્તિનો આનંદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ ઈન્ડિયન લાયોનેસ ક્લબ જામનગર દ્વારાતા. ૨૭ અને ૨૮ દરમિયાન સાસણગીર પ્રવાસ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણનો ભવ્ય પ્રોજેક્ટ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ક્લબના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રવાસ અને ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનું સુંદર આયોજન ક્લબના પ્રમુખ ફાલ્ગુનીબેન વોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ માટે ક્લબના તમામ સભ્યોએ સહયોગ અને ફાળો આપ્યો હતો. ઉપરાંત ઈન્ડિયન લાયન્સ ક્લબ જામનગર સિટીના પ્રમુખ વીરુભાઈ દોશીનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પાસ્ટ પ્રમુખ હંસાબેન રાવલ, વાઈસ પ્રમુખ નયનાબેન દવે,…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar પંથકના એક આસામીની નવા વીજમીટર તથા લોડ વધારાની માગણી સામે રૂ.૮૦ હજાર ની લાંચ માંગનાર નાયબ ઈજનેર તથા આસી. લાઈનમેન ની ધરપકડ કર્યા પછી આ આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે. જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક આસામીએ પોતાના ગેસ્ટહાઉસમાં વીજ લોડ વધારવા માટે અને નવા વીજજોડાણ માટે પીજીવીસીએલની શાપર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. નવું મીટર લગાવી આપવા માટે નાયબ ઈજનેર ઋષિ ડી. પરમારે રૂ..૧ લાખ માંગ્યા પછી રૂા.૮૦ હજાર નક્કી થયા હતા અને તેની એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ઋષિ પરમાર વતી પૈસા લેવા આવેલા આસી. લાઈનમેન…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar શહેરના ધણશેરીની ખાડ વિસ્તારમાં મીઠાની મીલ સામે આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાંથી થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ચોરીના રૂ. ૯ હજાર સાથે ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સે દુકાનના વેન્ટિલેશન મારફતે અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂ. ૨૪ હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના આયોજન હેઠળ વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રક્તદાતાઓના ઉત્સાહપૂર્ણ સહભાગથી કુલ ૩૭૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના સૂચનાથી પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ ખીજડીયા બાયપાસ ખાતે આવેલા રોયલ રિસોર્ટમાં જી.જી. હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૩૦,૮૦૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે. જામનગરના સીટી ’બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર ડ્રીમ સિટી, શેરી નં. ’સી’ ખાતે આવેલા એક મકાન પાસે મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રીનાબેન…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ Jamnagar તાલુકાના જાંબુડા ગામ નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયેલા ૧૪ વર્ષીય કિશોરનું અચાનક મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છ મળતી માહિતી મુજબ, જામનગરના સરદાર પટેલ સોસાયટી, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, શરૂ સેકશન રોડ ખાતે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આરવ શિવકુમાર સ્વર્ણકાર (ઉંમર ૧૪વર્ષ) પોતાના પરિવારજનો અને સંબંધીઓ સાથે ગત ૧૩.૬.૨૦૨૬ ના રોજ વેલકમ વોટર પાર્કમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે પહેલા જાંબુડા સીએચસી ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ…
Kundheli તા.૧૦ વેધશાળાના વૈજ્ઞાનિકો દ્વારા એક તરફ સુપર અલનીનોની દહેશત વ્યકત થતી અને બીજી બાજુ એથી તદ્દન વિપરીત સ્થિતિ ઉદ્ભવી હતી જેમાં દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી ગયો છે. ગુજરાતનાં સુરત શહેર અને જીલ્લો પણ તેમાં બાકાત ન રહ્યા. અતિ ભારે વરસાદના કારણે સુરત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ગઈકાલની વિગતો અનુસાર આ ફલડને લીધે ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. મોટાભાગના લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. Moraribapuએ જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના સુરત-નવસારી સ્થિત શ્રોતા દ્વારા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ ખખાણા ગામમાં આઠ દિવસ પૂર્વે ગારો-કીચડ ઉડવા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ ઘર પાસે આવી સાસુ અને વહુને પાઈપ અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મોપેડમાં નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકાના ખખાણા ગામના હેતલબેન અનિલભાઈ થોરિયા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ સુરેશ ગોવિંદભાઈ ગોધાણી, સંજય સંગ્રામભાઇ ગોધાણી, કરણ સંગ્રામભાઇ ગોધાણી અને રવિ સંગ્રામભાઇ ગોધાણી રહે બધા ખખાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે સાત આઠ દિવસ અગાઉ રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ચારેય ઈસમો હેતલબેનના ઘર પાસે આવી ગાળો આપી લોખંડ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ સામાકાંઠા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની ૧૫ વર્ષીય સગીર દીકરી દુકાને ભાગ લેવા ગયા બાદ ક્યાંક જતી રહી છે સગીરાના પિતાએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૫ વર્ષની સગીર દીકરી ગત તા. ૦૩ ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે દુકાને ભાગ લેવા જવાનું કહીને ગયા બાદ ક્યાંક જતી રહી છે અથવા ફરિયાદીના વાલીપણામાંથી કોઈ ઇસમ અપહરણ કરી લઇ ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી…
