- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ Morbi નજીક આવેલ ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન રાત્રીના સુતો હતો ત્યારે સાપ કરડી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે મોરબીના જેતપર ઈ ટાઈલ્સ કંપનીમાં કામ કરતા સનોજ નગીનાભાઈ યાદવ (ઉ.વ.૨૫) નામના યુવાન રાત્રીના કંપનીમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડતા યુવાનનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ જુના ઘૂટું રોડ પરની ફેકટરીમાં રહીને મજુરી કરતા ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ ઝીલટોપ સિરામિકમાં રહીને મજુરી કરતા બિજેન્દ્રસિંહ નારાયણસિંહ (ઉ.વ.૨૩) નામના યુવાને ગત રાત્રે ૧૦ કલાકે પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Jaipur, તા. 10 ઉજ્જૈનમાં `મંદિર બોન્ડ’ ની શરૂઆત થયાં બાદ હવે દેશમાં ટૂરિઝમ બોન્ડ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની પહેલી શરૂઆત રાજસ્થાનનાં નાથદ્વારાથી થઈ શકે છે. આ સાથે જ પુષ્કરને પણ આ મોડેલમાં સામેલ કરવા પર કામ ચાલી રહ્યું છે. સરકારી નાણાકીય સંસ્થા હુડકો (આવાસ અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ) રાજસ્થાન સરકાર સાથે મળીને આ બંને ધાર્મિક-પર્યટન સ્થળો માટે યોજના તૈયાર કરી રહી છે. હુડકોના ચેરમેન સંજય કુલશ્રેષ્ઠના જણાવ્યાં અનુસાર, ટૂરિઝમ બોન્ડ દ્વારા પર્યટન, ધાર્મિક સ્થળો, હોટલ, હેરિટેજ સંરક્ષણ જેવી પરિયોજનાઓ માટે રોકાણ એકત્ર કરવામાં આવશે. શું છે ટૂરિઝમ બોન્ડ? * રોકાણકારો પાસેથી બોન્ડના માધ્યમથી નાણાં એકત્ર કરવામાં…
Ahmedabad , તા.10 અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસી ડોમ જેવી સુવિધાઓ મળશે. હર્ષભાઇ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે; AI સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે. અમદાવાદ RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ…
New Delhi,તા.10 જીએસટીમાં આઈટીસી સહિતની સીસ્ટમને વધુ ટાઈટ બનાવતા હવે જીએસટી સીસ્ટમ ફાઈલીંગને હવે મેન્યુઅલ-માનવ સંચાલીતના બદલે સીસ્ટમ આધારિત બનાવાઈ છે. જીએસટીઆર-3 બી માં સરકારે ટેબલ-4ની માહિતી ઓટો પોપ્યુલેટેડ એટલે કે જીએસટીઆર-2બી માંથી આપોઆપ તેના આંકડા સહિતની માહિતી સીસ્ટમ જ ભરી લેશે તથા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ `લોક’ થઈ જશે. જેના કારણે ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં કોઈ વ્યક્તિ ચેડા કરી શકશે નહી તથા એક વખત રિટર્ન ફાઈલ કર્યા બાદ તેમાં સુધારાની શકયતા બહું મર્યાદીત બની જશે. આ નવી સીસ્ટમ જુલાઈ-2026ની રિટર્ન ફાઈલીંગથી અમલી બની જશે. જીએસટીઆર-3બીમાં જે ટેબલ-4 માં આંકડા છે તે જીએસટીઆર-2બી માંથી આપોઆપ કોમ્પ્યુટર સીસ્ટમ મેળવી લેશે. જેને ઈનવોઈસ મેનેજમેન્ટ…
Washington તા.10 ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો ફરી પ્રારંભ થતા જ અમેરિકાએ જાહેર કર્યુ છે કે હોર્મુઝ પર ઈરાનનો અંકુશ નથી અને જે ગલ્ફ ઓફ ઓમાન પાસે નવો રૂટ તૈયાર કરાયો છે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો સરળતાથી પસાર થઈ જાય તે અમેરિકા નિશ્ચિત કરશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ કે હોર્મુઝ પર પુરેપુરો કબ્જો ઈરાનને આપી શકાય નહી. 800 જેટલા વ્યાપારી જહાજો અને 380 મિલિયન બેરલ ક્રુડતેલ અત્યારસુધીમાં નવા માર્ગ પરથી પસાર થઈ ગયા છે અને તે પ્રક્રિયા ચાલુ રહેશે.
તેલઅવીવ તા.10 અમેરિકા અને ઈરાન વચ્ચે સમજુતી તુટી પડયા બાદ અને બંને દેશો ફરી એક વખત એકબીજા પર હુમલા કરી રહ્યા છે તે વચ્ચે હવે ઈઝરાયેલ પણ એકશનમાં આવી જશે તેવા સંકેત છે અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ જાહેર કર્યુ હતું કે યુદ્ધ હજુ ખત્મ થયુ નથી. આમ હવે આગામી દિવસોમાં ઈરાન પરના હુમલામાં ઈઝરાયેલ પણ સામેલ થઈ જશે તેવા સંકેત છે અને લેબનાનમાં પણ હીઝબુલ્લા સામે ઈઝરાયેલે અટકાવેલી સૈન્ય કાર્યવાહી ફરી શરૂ થશે. નેતાન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જયારે અમેરિકાએ પણ જાહેર કર્યુ છે કે ઈરાન જે રીતે પાડોશી બહેરીન અને કુવૈત તથા કતાર પર હુમલા…
America,તા.10 અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે દેશની નોકરીઓ પર પહેલો હકક અમેરિકી લોકોનો જ રહેશે અને વિદેશી દગાબાજોને સ્થાનિક લોકોના અધિકાર નહીં છીનવવા દેવામાં આવે. આ સંકલ્પ અંતર્ગત અમેરિકી શ્રમ વિભાગે એચ-1 બી વીજા કાર્યક્રમનો દુરૂપયોગ કરનાર શંકાસ્પદ વિદેશી ઠગો સામે વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે અને તેમને કાનૂની સમન ઈશ્યુ કરાયા છે. વિસ્કોન્સિનના મિલવૌકીમાં વેન્સે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન આ નકકી કરવા માટે પ્રતિબધ્ધ છે. વેન્સે કહ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત અત્યંત કુશળ વિદેશી વ્યાવસાયિકો જેમ કે વૈજ્ઞાનિકો, ડોકટરો અને આઈટી વિશેષજ્ઞોને દેશમાં લાવવા માટે કરાઈ હતી. એચ-1 બી વીઝામાં ભારતીય સૌથી આગળ આ…
New Delhi, તા.10 એન્ટીબાયોટીક સહિતની દવાઓ પર સરકાર દ્વારા લગાવાતા નિયંત્રણો વચ્ચે હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ એચ-1 શ્રેણીમાં મુકવામાં આવી છે. તબીબોના પ્રસ્ક્રીપ્શન વિના આપી નહીં શકાય એટલું જ નહીં તેનું વેચાણ કરતાં દુકાનદારો-કેમીસ્ટોએ તેનો રેકર્ડ રાખવાનું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી કફસિરપ અને ટોનિકના વેચાણ પર વ્યાપક અસર થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કફસિરપમાં આલ્કોહોલની માત્રા વધુ હોય છે અત્યાર સુધી ગમે તે વ્યક્તિ સરળતાથી ખરીદી શકતી હતી પરંતુ નવા નિયમ હેઠળ પ્રિસ્ક્રીપ્શન જરૂરી બનશે. ભારતીય કાયદા પ્રમાણે શિડ્યુલ એચ-1 શ્રેણીમાં આવતી દવાઓના…
New Delhi,તા.10 સુપ્રીમકોર્ટે એક મહત્વના ચુકાદામાં સગીર બાળાઓ સાથેના દુષ્કર્મો સહિતના જાતીય સતામણીમાં ઉગામાતા પ્રોટકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસયુઅલ ઓફેન્સ-પોકસોમાં પીડીતા સગીરનું નિવેદન જ પુરતુ હોવાનું જાહેર કરીને તેમાં અન્ય કોઈ તપાસ કે ઈન્કવાયરીને બદલે સીધો કેસ દાખલ કરી દેવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે જણાવ્યું હતું કે, જયારે સગીરા પોતે તેની સાથે થયેલા કૃત્ય અંગે કહેતી હોય તો તે અપરાધ બન્યો છે તે નિશ્ચિત થઈ જવું જોઈએ અને તેમાં કોઈ વધારે તપાસ કે તેવી આવશ્યકતા રહેતી નથી. ખાસ કરીને જે સગીરા વાતચીત કરવા કે માહિતી આપવા સક્ષમ હોય તેમાં આ પ્રકારે તાત્કાલીક કેસ દાખલ કરવો…
