Author: Vikram Raval

Shirdi ,તા.10 શિરડીના શ્રી સાઈબાબા સંસ્થાને VIP પ્રોટોકોલ દર્શન પાસની ફીમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે VIP પ્રોટોકોલ દર્શન માટે ભક્તોએ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ આ ફી 200 રૂપિયા  હતી. એટલે કે દર્શન પાસમાં સીધો 100 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. સંસ્થાનના જણાવ્યા મુજબ જરૂરી ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા દર અમલમાં આવશે. જોકે સામાન્ય પેઇડ દર્શન અથવા ઝટપટ દર્શનની વ્યવસ્થામાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરરોજ હજારો ભક્તો શિરડીમાં સાઈબાબાના દર્શન કરવા આવતા હોવાથી આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. અત્યાર સુધી VIP પ્રોટોકોલ દર્શન અને સામાન્ય પેઇડ દર્શન બંને…

Read More

New Delhi,તા.10 દેશમાં E20 ફ્યુઅલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને વાહન ચાલકોમાં ચાલી રહેલા વિવાદ અને હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટું એલાન કર્યું છે. તેમણે આગામી સમયમાં આવી રહેલા E85 ફ્યુઅલ (85% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ના ભાવ અંગે મોટો સંકેત આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, E85 ફ્યુઅલની કિંમત ઊ20 પેટ્રોલ કરતાં રૂા.20 ઓછી હશે. એટલે કે આ નવું બળતણ બજારમાં અંદાજે રૂા.80થી રૂા.85 પ્રતિ લીટરના ભાવે મળી શકે છે. સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ (મિશ્રણ) 85% સુધી લઈ જવાનો છે. મંત્રીએ જણાવ્યું કે E85 ફ્યુઅલ પર અત્યારે ઝડપથી કામ ચાલી…

Read More

New Delhi તા.10 હાલ ઈ-20 પેટ્રોલ એટલે કે 20 ટકા એથેનોલ મિશ્રીત પેટ્રોલને લઈને દેશભરમાં વિવાદ જાગ્યો છે અને આ પેટ્રોલથી વાહનોના માઈલેજ ઘટવાની, એન્જીનને ક્ષતિ પહોંચવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સરકરા નવો વિકલ્પ આપવાનું વિચારી રહી છે, જે મુજબ ગ્રાહકને પ્યોર પેટ્રોલ અને એથેનોલ મિશ્રીત પેટ્રોલનો વિકલ્પ પેટ્રોલપંપે અપાશે. આગામી સમયમાં દેશભરના પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે એક નવો વિકલ્પ હોઈ શકે છે. સરકાર લોકોને E-20 પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલ વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. આ દરખાસ્તનો હેતુ વાહન માલિકોને તેમની જરૂરિયાતો અને વાહન અનુસાર ફ્યૂલ પસંદ કરવાની તક આપવાનો છે. છેલ્લા કેટલાક સમયથી, E-20 પેટ્રોલ…

Read More

Mumbai,તા.10 બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓના ભારે વમળમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મોટો ચુકાદો આપતા ચેક બાઉન્સના વિવિધ કેસોમાં રાજપાલ યાદવની સજાને યથાવત રાખી છે.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી જાણીતી સેલિબ્રિટી કેમ ન હોય.જસ્ટિસ શર્માએ ચુકાદો સંભળાવતા રાજપાલ યાદવને દરેક કેસમાં 3 મહિનાની સાદી જેલની સજા ફટકારી છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ તમામ સજાઓ એકસાથે ચાલશે, એટલે કે એક્ટરે કુલ 3 મહિના જેલમાં વિતાવવા પડશે.દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે અગાઉની બેન્ચે આ મામલાને…

Read More

Mumbai,તા.10 સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડીની આગામી ફિલ્મ ‘વી વન’ જે ૨૮ ઓગસ્ટે રજૂ થવાની હતી તેને હવે એક મહિના પછી ૨૮ સપ્ટેમ્બરે રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.૨૬ઓગસ્ટે યશ તથા કિયારાની ‘ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ અને ૨૮ ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ ફિલ્મ રજૂ થવાની હોઇ તેમની સાથે બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ ટાળવા માટે હવે ‘વી વન’ ફિલ્મની રજૂઆતને એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે. આમ બોક્સ ઓફિસ પર પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પત્ની કિયારા અડવાણીની ટક્કર હવે ટળી ગઈ છે.બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મમાં મનિષ પોલ, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને અનુપ સોની પણ મહત્વની ભૂમિકામાં…

Read More

ફક્ત વાઈવ્ઝ ટાઈટલ ગૂંચવાડા ભરેલું હતુંફિલ્મનું એડિટિંગ પૂરું, હાલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, વીએફએક્સનું કામ ચાલુ Mumbai,તા.10 છાવા સોનાલી કુલકર્ણી, મૌની રોય અને રેજીના કાસાન્ડ્રાને મુ્ખ્ય ભૂમિકાઓમાં રજૂ કરતી મધુર ભંડારકરની આગામી ફિલ્મ ધ ‘વાઇવ્ઝ’નું નામ ફરી બદલીને મૂળ હતું તે જ ‘ધ વાઇવ્ઝ ઓફ બોલીવુડ’ કરવામાં આવ્યું છે.મધુર ભંડારકરે જણાવ્યું હતું કે જ્યારે હું લોકોને જણાવતો કે હું ‘વાઇવ્ઝ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છું ત્યારે પ્રથમ તો લોકો એ બાબતે ગુંચવણમાં મુકાતા કે ફિલ્મનું ટાઇટલ ‘ધ વાઇફ’ છે કે ‘ધ વાઇવ્ઝ’? પછી તેઓ સવાલ કરતાં કે ક્યા પ્રકારની પત્નીઓ વિશેની આ ફિલ્મ છે? તેમાં રાજકારણીઓની પત્નીની વાત છે કે કોર્પોરેટ વાઇવ્ઝની…

Read More

હૃતિક હાલ ક્રિશ ફોરની તૈયારીમાં વ્યસ્ત છે Mumbai,તા.10 ‘છાવા’ જેવી સફળ ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે તેમની આગામી ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ફિલ્મનાં જોનર કે સબ્જેક્ટ વિશે કોઈ તત્કાળ માહિતી મળી નથી.સામાન્ય રીતે લક્ષ્મણ ઉતેકર નાના કસબાંઓની સ્ટોરીએ રજૂ કરવામાં હથોટી ધરાવે છે. લક્ષ્મણ ઉતેકરની ‘ઇઠા’ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રજૂ થવા જઇ રહી છે. મરાઠી લાવણી અને તમાશા પરફોર્મર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં મોહમ્મદ અયુબ ઝિશન અને રણદીપ હુડા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.’ઇઠા’ રિલિઝ થઇ જાય તે પછી લક્ષ્મણ ઉતેકર તેમની નવી ફિલ્મના કામમાં વ્યસ્ત થઇ…

Read More

Mumbai,તા.10 બોલિવૂડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની માસ્ટરપીસ ફિલ્મ ‘ઓમકારા’ને રિલીઝ થયાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે પણ આ ફિલ્મને હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ અને કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણવામાં આવે છે. આ ફિલ્મમાં ‘લંગડા ત્યાગી’ના નકારાત્મક પાત્રમાં અભિનેતા સૈફ અલી ખાને જે ધારદાર અભિનય કર્યો હતો, તેને ફેન્સ અને વિવેચકો આજે પણ યાદ કરે છે. આ દરમિયાન સૈફ અલી ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક એવો ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેને જાણીને સિનેમાપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જશે.તાજેતરમાં આપેલા એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં સૈફે ખુલાસો કર્યો કે ફિલ્મના એક અત્યંત મહત્ત્વના અને પાવરફુલ દૃશ્યના શૂટિંગ દરમિયાન નિર્દેશક વિશાલ ભારદ્વાજે તેમને…

Read More

Mumbai,તા.10 હોલીવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેનિસ વિલેન્યુવની મોસ્ટ અવેટેડ સાયન્સ-ફિક્શન ટ્રિલોજીની આખરી ફિલ્મ ‘Dune: Part Three’નું શાનદાર ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અભિનેતા તિમોથી શલામે સ્ટારર આ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલરની ઝલક જોતાં સ્પષ્ટ થાય છે કે ડેનિસ વિલેન્યુવની આ સફરનો અંતિમ ભાગ અગાઉના બંને પાર્ટ કરતાં ઘણો વધારે ડાર્ક, રહસ્યમય અને રોમાંચક રહેવાનો છે. આ વખતે વાર્તામાં પોલ એટ્રીડિસ (તિમોથી શલામે) માટે ભવિષ્ય વધુ ધૂંધળું અને પડકારોથી ભરેલું જોવા મળશે, સાથે જ ઝેન્ડાયા, જેસન મોમોઆ અને વિશાળકાય સેન્ડવોર્મ્સ (રેતીના કીડા) પણ મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. પ્રખ્યાત લેખક ફ્રેન્ક…

Read More

New Delhi તા.10 એક સમયે દેશમાં હાહાકાર મચાવનાર અને લાખો લોકોના મૃત્યુનું કારણ બનેલ કોરોનાએ ફરી એક વખત દસ્તક દીધી છે અને આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડને કારણે બે લોકોના મૃત્યુ થયા છે જયારે ચાર પોઝીટીવ જાહેર થયા છે તેના કારણે તુર્તજ આરોગ્ય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ ચાર વર્ષ પછી દેશમાં કોરોનાનો પ્રથમ કેસ અને મૃત્યુ નોંધાયા છે. જેઓ કોરોનાના પોઝીટીવ જાહેર થયા છે તેમને હળવા સંક્રમણનો સંકેત છે અને તેથી હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. જો કે તેમાં એકની તબીયત લથડતા તેને લોકલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી છે. તા.28 જૂને તિરુપતિની હોસ્પિટલમાં 60 વર્ષના એક…

Read More