Author: Vikram Raval

Tokyo,તા.૧૦ ફિલિપાઇન્સની સાથે આજે જાપાનની ભૂમિ પણ ભૂકંપથી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભારે ગભરાય ફેલાઈ ગયો હતો. જેમાં આજે સવારે જાપાનમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર ભાગ્યા હતા. જાપાનના દરિયાકાંઠેથી ૫૨ કિલોમીટર (૩૨ માઇલ) દૂર કાગોશિમામાં નાઝેથી ૭૩ કિલોમીટર (૪૫ માઇલ) ઉત્તરપૂર્વમાં, પૂર્વ ચીન સમુદ્રમાં પાણીની અંદર સવારે ૫ઃ૧૨ વાગ્યે છેલ્લો ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૯ કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. છીછરા ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વીના ઊંડાણમાં આવતા ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી હોય છે, તેથી આ ભૂકંપ ખૂબ શક્તિશાળી…

Read More

New Delhi,તા.૧૦ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવ્યું. ભારતની મોટી જીત બાદ, સામાન્ય લોકો તેમજ ફિલ્મ સ્ટાર્સમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે. સોનુ સૂદ, આથિયા શેટ્ટી, અનુષ્કા શર્મા, વિવેક ઓબેરોય અને અરુણ ગોવિલ સહિત અન્ય સેલિબ્રિટીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ટાઇટલ મેચમાં, ટોસ જીતીને, ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ તેઓ ૨૫૧ રન બનાવવામાં સફળ રહ્યા. ન્યૂઝીલેન્ડ સામેની…

Read More

Ahmedabad,તા.૧૦ હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલ ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.  જેમાં ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે.  દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં ગુજરાતના ૩ જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું છે.સૌથી વધુ રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં ૪૦.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૩૮.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૨ ડિગ્રી અને નલિયામાં ૩૯.૫ ડિગ્રી, કેશોદમાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય કંડલામાં ૩૯.૨ ડિગ્રી, અમરેલીમાં ૩૯ ડિગ્રી તાપમાન અને ડીસામાં ૩૮.૯ ડિગ્રી, સુરતમાં ૩૮.૭ ડિગ્રી તાપમાનજ્યારે આગામી…

Read More

New Delhi,તા.૧૦ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વસંત વિહાર વિસ્તારમાં ભંવર સિંહ કેમ્પ અને નેપાળી ઝૂંપડપટ્ટીના લોકોની મુલાકાત લીધી. રેખા ગુપ્તાએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સાથે સીધો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બાંસુરી સ્વરાજ સાથે ખાટલા પર બેસીને ઝૂંપડપટ્ટીના લોકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ૧૫ દિવસમાં બે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. હોળી સિલિન્ડર પણ ઉપલબ્ધ થશે. સફાઈ કામદારોએ આખો ખજાનો ખાલી કરી દીધો, પણ ચિંતા કરશો નહીં. હું અને મોદીજી છીએ. આ પ્રસંગે સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીના તમામ ભાઈ-બહેનોને મળવા આવ્યા છે. પહેલાની સરકાર લોકોને ડરાવતી હતી કે જો ભાજપ સત્તામાં આવશે તો તેઓ…

Read More

શ્રીનગર,તા.૧૦ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. દરમિયાન, ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં એક ’અશ્લીલ’ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ ફેશન શો અંગે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે મેં જે તસવીરો જોઈ છે તેમાં સ્થાનિક લોકોની સંવેદનશીલતાને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આ સમયે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે હું સતત સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છું. મેં આગામી ૨૪ કલાકમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગુલમર્ગમાં એલે ઈન્ડિયા દ્વારા આયોજિત એક ફેશન શોની…

Read More

ઝડપાયેલા શખ્સ  સામે ગાંધીધામ અને અમદાવાદ પોલીસ મથકના ચોપડે ચડી ચૂક્યો છે Rajkot,તા.10 રાજકોટ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેસ્ટ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ગોંડલીયા અને એમ એલ ડામોર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વીડી ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની અને હાલ જોધપુર ના તેના વાળા ફાટક પાસે રહેતો ભગવાન રામ લીલાજી ચૌધરી નામના સક્ષ સામે બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2020 માં ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાનું અને પોતાના વતન ખાતે હોવાની ટેકનિકલ સોર્સીસ ના આધારે મળેલી…

Read More

શરાબની ૭૨ બોટલ સાથે બુટલેગર નયન  પરમાર ની ધરપકડ: સપ્લાયરની શોધ ખોળ Rajkot,તા.10 શહેરના ૧૫૦ ફોટો રીંગરોડ નજીક આવેલા નાણાવટી ચોક પાસે નંદનવન આવાસ યોજનાના ક્વાર્ટરની અગાસી પરથી વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે બુટલેગરની ગાંધીગ્રામ 2(યુનિ. પોલીસે) ધરપકડ કરી છે. જ્યારે સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરી છે.હાલ ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેર પોલીસ વધુ સક્રિય બની છે.ત્યારે ગાંધીગ્રામ 2 ( યુનિ. પોલીસ) ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે , નંદનવન આવાસ યોજનાના  બ્લોક નંબર ૧૩ની અગાસી પર વિદેશી દારૂનો જથ્થો , નંદનવન આવાસમાં બ્લોક નંબર ૮માં રહેતો નયન પ્રભુભાઈ પરમાર નામના શખ્સે છુપાવ્યો છે.…

Read More

કાર  ભાડે બાંધી દારૂની હેરાફેરી કરવાં નીકળેલો દારૂનો ધંધાર્થી  પોલીસને જોઈ કાર લઈ નાસી  છૂટતા પોલીસની  સામે કાર પલ્ટી  ગઈ,ચાલકની ધરપકડ Rajkot,તા.10 શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામ પાસે આજીડેમ પોલીસે બુટલેગર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરતાં દારૂ ભરેલ ઈક્કો કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં બોધરાવદરના બુટલેગરનો હાથ ભાંગી ગયો હતો. આજીડેમ પોલીસે દારૂની 32 બોટલ કબ્જે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી. બુકડો બોલી ગયેલ ઈક્કોને  ક્રેનથી ઉપાડી પોલીસ મથકે લવાઈ હતી. વધુ વિગત મુજબ, હોળી ધુળેટીના પર્વ પૂર્વે શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસ…

Read More

અટલ સરોવર નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું હતું Rajkot,તા.10 રાજકોટમાં ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે તા.૧૧/૯/૨૪ ના રોજ નયનભાઇ મુકેશભાઇ વિરડીયા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને જતાં હતા ત્યારે જી.જે.૩.બી.ડબલ્યુ. ૭૦૩૦ નંબરના ટ્રક સાથે  અકસ્માત થતા બાઈક ચાલક મુકેશભાઇ વિરડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેના વારસદારો દ્વારા રાજકોટની ક્લેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ ક્લેમ પિટિશન દાખલ કરી હતી. જે કેસ  ચાલવા ઉપર આવતા ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા બન્ને  પક્ષકારોની સમજાવટથી કેસને નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. માત્ર ચાર જ માસમાં કેસને સમાધાનના મધ્યમથી નિકાલ કરી  મૃતકના વારસદારને રૂ.૭૩ લાખનું વળતર…

Read More

16 લાખના ચેક રીટનના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી ‘તી Rajkot,તા.10 સંબંધના દાવે લીધેલા રૂ.૧૬ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં નીચલી કોર્ટના સજા વળતરના હુકમ સામેની આરોપીની અપીલમાં સેશન્સ કોર્ટે કેસ ફરીથી નીચલી કોર્ટને ચલાવવા આપતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીક્ત મુજબ રાજકોટમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ગોંડલીયા પાસેથી વલ્લભભાઈ બેચરભાઈ પાનસુરીયાએ સબંધના દાવે રૂા.૧૬ લાખ લીધા હતા. જેની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા  ફરીયાદમાં  કોર્ટ દ્વારા સજા અને વળતરનો હુકમ કરાયો હતો. જે સામે આરોપીએ  ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમ વકીલ મારફત અપીલ કરવામાં આવતા…

Read More