Author: Vikram Raval

Vadodara,તા.10 ઓનલાઇન ઓર્ડર ના આધારે ઝડપથી ગ્રાહકોને ફૂડ પહોંચાડવાની લ્હાયમાં ટ્રાફિક સિગ્નલ નો ભંગ  કરતા બે ફૂડ ડિલિવરી બોય સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે . ટ્રાફિક ડીસીપીના ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય દ્વારા ટ્રાફિક સિગ્નલો નો ભંગ કરીને વાહન દોડાવવામાં આવે છે. જેથી બે પોઇન્ટ પર ઊભા રહેલા ટ્રાફિક પોલીસના જવાનોને આ અંગે સૂચના આપવામાં આવી હતી. ગઈકાલે દાંડિયા બજાર તરફથી ટ્રાફિક સિગ્નલ પણ કરીને આવતા કૃષ્ણકાંત પ્રહલાદભાઈ બારીયા રહેવાસી સહયોગ નગર ન્યુ વીઆઈપી રોડ કારેલીબાગ ને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે. આજ રૂટ પર જતાં વધુ ડિલિવરી બોય હદીસરાવ શરીફ રાવ…

Read More

Vadodara,તા.10 વડોદરા શહેરમાં હાલ 31 ઉંચી પાણીની ટાંકીઓ છે, જે પૈકી ગોરવાની ટાંકી આશરે 40 વર્ષ જૂની છે, અને તે જર્જરીત થતા નવી બનાવવાની માંગણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિએ હજી તાજેતરમાં જ પાણીગેટ ખાતેની વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડીને નવી બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે. હાલ લાલબાગની 53 વર્ષ જૂની ટાંકી તોડીને નવી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે 47 વર્ષ જૂની જેલ ટાંકી તોડીને નવી બનાવી શરૂ કરી દીધી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં ગોરવા અંકોડીયા, કરોડિયા ખાતે પાણીના પ્રેશર ની સમસ્યા હલ કરવા બુસ્ટિંગ સ્ટેશનની કામગીરી હાલ ચાલુ છે. પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની ડિમાન્ડ…

Read More

Ahmedabad,તા.10 અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. હકીકતમાં, ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જાતીય સતામણી સહિત માનસિક ઉત્પિડન કરવામાં આવતું હતું. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હેઠળ પોલીસ આરોપીને પોલીસ સ્ટેશન લાવી હતી, તે દરમિયાન પીડિતનો પરિવાર રોષ ભરાતા મામલો બગડ્યો હતો. પીડિતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બબાલ કરતાં પોલીસ અને પીડિત વિદ્યાર્થીના પરિવાર વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગ મુદ્દે પોલીસે પાંચ આરોપી સામે પોક્સો, આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો…

Read More

Ahmedabad,તા.10  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 11 સરકારી યુનિ.ઓ માટે કોમન એક્ટ લાગુ કરાયા બાદ ગત વર્ષે જાહેર કરાયેલા કોમન મોડલ સ્ટેચ્યુટમાં ભરતીને લઈને એક વિવાદિત જોગવાઈને લઈને મોટી મૂંઝવણ ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીએ સ્ટેચ્યુટમાં સિલેકશન કમિટીના સભ્યોને 7 દિવસ પહેલા જ તમામ ઉમેદવારોના બાયોડેટા-વિગતો મોકલી દેવાની જોગવાઈને દૂર કરવા રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે.ગુજરાત યુનિવર્સિટીમાં હાલ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે અને નેકમાં પણ સ્ટાફની ઘટને લીધે યુનિ.ને ગ્રેડિંગ-સ્કોરમાં અસર પડી હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત યુનિ.દ્વારા અગાઉ ઓક્ટોબર 2022માં કલાર્ક, વહિવટી…

Read More

Ahmedabad,તા.10 ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતતા ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરોમાં 7 વિકેટે 251 રન કર્યા હતા. ભારતે 6 વિકેટે 254 રન 49 ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડી ફાઇનલ મેચ જીતી હતી. જીત બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ક્રિકેટરોએ મેદાનમાં તો ક્રિકેટ રસિયાઓએ રસ્તાઓ પર આવીને ઉજવણી કરી હતી. અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સિંધુ ભવન રોડ પર લોકો કારમાં પોતાના બાળકો સાથે હાથમાં ઝંડાઓ લઈને જીતની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મણિનગરમાં પણ રસ્તો બ્લોક થઈ ગયો હતો. લોકોએ રસ્તા પર હાથમાં…

Read More

Rajkot, તા.10 શહેરમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ગોંડલીયાએ સને 2021માં તેમના સબંધી વલ્લભ બેચરભાઈ પાનસુરીયા ઉપર રાજકોટની કોર્ટમાં રૂ.16 લાખનો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. કોર્ટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરાયો હતો. જેથી આરોપીએ રાજકોટની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં કોર્ટે કેસ ફરી ચલાવવા હુકમ કર્યો હતો. જેથી આ કેસ નીચેની અદાલતમાં ફરીથી ચલાવવામાં આવતા આરોપી તરફે જાતે તેમજ બચાવના કુલ 4 સાક્ષીઓને તપાસવામાં આવેલ. આ ઉપરાંત કેસમાં ખુબ જ મહત્વની કહી શકાય તેવી ફરીયાદીના હાથેથી લખેલી ચીઠી રજુ કરવામાં આવેલ. તમામ સાક્ષીઓ અને રજુ થયેલ ચીઠી દ્વારા આરોપીના એડવોકેટએ સફળતા પુર્વક સત્ય હકીકત કોર્ટના…

Read More

Kodinar,તા.10 ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તથા તાલાળા ની  છેલ્લા એક દાયકાથી બંધ પડેલી સુગર મીલના પુનરોદ્ધાર અને ભૂમિ પૂજન  આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું અમિત શાહે ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતું કે હું તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દિલીપભાઈ સંઘાણી 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈને કોડીનાર આવેલા ત્યારે આ સુગર મીલમાં રોકાયા હતા. ત્યારબાદ બંધ પડેલી આ સુગર મીલ ચાલુ કરવા માટે અહીંના ખેડૂતોની વારંવાર માંગણીને ધ્યાને લઈને તાલાળા તથા કોડીનાર સુગર ફરી ધમધમતી કરવા માટે ઇન્ડિયન પોટાસ લિમિટેડને કામગીરી સોંપતા ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા એક નવેમ્બર 2025 ના રોજ આ સુગર…

Read More

Mundra,તા.10 મુન્દ્રા શહેર અને આસપાસના ગામમાં પોર્ટ સહિતનાં અનેક નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ધંધો-રોજગાર મેળવી રહ્યા છે, તે લોકોની સુગમતાને ધ્યાને લઈ મુન્દ્રાથી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માગ ઉઠવા પામી છે. મુન્દ્રામાં ખાનગી અદાણી બંદરે ઉતરતા માલ-સામાનનું પરિવહન ગુડઝ ટ્રેન મારફતે થઈ રહ્યું છે. બંદર અને તેની આસપાસમાં બીજા અન્ય નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કચ્છ બહારના અને અન્ય રાજ્યનાં શ્રમજીવીઓ તથા અન્ય લોકો ધંધો-રોજગાર મેળવી રહ્યા છે. જે લોકોને પોતાના રાજ્યયમાં જવા માટે મુન્દ્રાથી કોઈ ટ્રેન સેવા ન હોવાથી ગાંધીધામ આવવાની ફરજ પડી રહી છે. તે લોકોની સુગમતા ખાતર જો મુન્દ્રાથી…

Read More

Rajkot,તા.10 સૌરાષ્ટ્ર-કચ્છને SMEs ના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે, સૌરાષ્ટ્ર વેપર ઉદ્યોગ મહામંડળ દ્વારા “મિશન સૌરાષ્ટ્ર-કચ્છ વિકાસ” ના ભાગ રૂપે SVUM 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નું 11મું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. તારીખ: 11મી માર્ચ, 2025 – સવારે 10:00 વાગ્યે NSIC ગ્રાઉન્ડ, આજી વસાહત, અમૂલ સર્કલ, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે વેપાર મેળો ખુલો મુકાશે. ઉદ્ઘાટન પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી(આર્શા વિદ્યા મંદિરના સ્થાપક), મુખ્ય મહેમાન વિજય ભાઈ રૂપાણી (ભૂતપૂર્વ મુખ્યમંત્રી), ગેસ્ટ ઓફ ઓનર દિલીપભાઈ સંઘાણી (અધ્યક્ષ – ઈફકો અને ગુજકોમાસોલ),રોહિત સોની – ITS (ડેપ્યુટી DGFT, રાજકોટ) જય શાહ (યુવા અગ્રણી), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય, રાજકોટ), ડો. રોડ્રિગ જ્યુડીકેલ (ELE…

Read More

Rajkot,તા.10 કણકોટ પાટિયા નજીક કેરી પીકઅપ વાન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વીરડા વાજડીમાં રહેતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થતા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે યુવકના પરિવાજનોની ફરિયાદના આધારે પીકઅપ વાનના ચાલક સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામે રહેતો અને જ્યોતિ સીએનસી કંપનીમાં કામ કરતો પ્રકાશ ભરતભાઈ બામણીયા (ઉ.વ.32)નો યુવક ગઈકાલે બપોરે બે વાગ્યે કારખાનાંથી છૂટીને ઘરે આવતો હતો ત્યારે કણકોટ નજીક પાછળથી પુરપાટ ઝડપે ઘસી આવેલ ટેમ્પો કેરી વાન નં. જીજે-03-બીવાય-1288 ના ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવક રોડ ઉપર ફંગોળાતા ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત…

Read More