- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
Rajkot, તા.10 સરધાર ગ્રામ પંચાયતમાં ઉચાપત કરાયા અંગે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સરપંચ અને કર્મચારીનો આ ગુન્હામાં નિદોર્ષ છુટકારો થયો છે. આ કેસની વિગત મુજબ, રાજકોટ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી એન. બી. પરમારે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, સને 2000 તથા 2001ની સાલમાં જુદા – જુદા સમયે આરોપીઓએ સરધાર ગ્રામ પંચાયતના ઓકટ્રોયના નાણાં તથા કલેકશન રજી.ના નાણા રૂ.23275ની ઉચાપત આરોપી હિતેશ ભુપતરાય દોશીએ કરેલ હતી. રૂ.1548ની હંગામી ઉચાપત આરોપી પરસોતમ ગોરધનભાઈ વિરડીયાએ કરેલ હતી. રૂ.1004ની ઉચાપત આરોપી સરપંચ લવજી વશરામ સાયંજાએ કરેલ હતી. આ રીતે કુલ રૂ.25,827ની કાયમી તથા હંગામી ઉચાપત કરી એકબીજાને મદદગારી કરી આરોપીઓએ ગુનો આચારેલ. જેથી…
Gandhinagar તા.10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારના સેશનમાં ધો.10નું સંસ્કૃત હિન્દી સીંધી ઉર્દુ સહિતની દ્વિતીય ભાષાના પેપર લેવાવાની સાથે જ આ પરીક્ષા વિધીવત પૂર્ણ થવા પામી છે જેની સાથે જ વિદ્યાર્થીઓ હળવાફૂલ બની ગયા છે. ધો.10નું સંસ્કૃત- હિન્દી સહિતની દ્વિતીય ભાષાના પેપર ટેકસબુક આધારીત સરળ નિકળ્યા હતા. આજના આ પેપરમાં રાજકોટ શહેર-જીલ્લામાં નોંધાયેલા 42928 માંથી 42164 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 764 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સવારને સેશનની પરીક્ષામાં રાજકોટ શહેર જીલ્લામાં કોપીકેસ કે ગેરરીતીનો એક પણ કિસ્સો નોંધાયો ન હતો જયારે ધો.12 સાયન્સની પરીક્ષા આજે સાંજે વિધીવત રીતે પૂર્ણ થનાર છે. ધો.12 સાયન્સની પરીક્ષામાં…
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારત 12 વર્ષ પછી આ ટ્રોફી જીત્યું છે. ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ટીમ માટે મોટી રકમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ માટે કુલ 6.9 મિલિયન ડોલરની ઇનામી રકમ નક્કી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ છેલ્લી વખત 2017 માં રમાઈ હતી, ત્યારે અને હવે આપવામાં આવતી ઈનામી રકમ વચ્ચે 53 ટકાનો તફાવત છે. માટે ભારતને મોટી રકમ ઈનામ પેટે મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયા નું ઇનામ મળ્યું છે. ફાઇનલ મેચ હારી જનારી અને રનર-અપ બનનારી ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે…
Mumbai,તા.10 વિકી કૌશલને સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ફિલ્મ છાવાએ કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 2025માં બોકસ ઓફિસ પર ભારતમાં 500 કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર 23 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. આ આંકડો હાંસલ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે લેટેસ્ટ શુક્રવારે 6.30 કરોડ રૂપિયાની અને શનિવારે 13.70 કરોડ રૂપિયાની કમાણી કરીને આ ફિલ્મે કુલ 516.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે છાવા ભારતમાં 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.આ યાદીમાં પુષ્પા 2 (હિન્દી વર્ઝન) જવાન સ્ત્રી…
Mumbai,તા.10 અભિનેત્રી કરીના કપૂરે જયપુરમાં 2025ના IIFA એવોર્ડ્સમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ તેના દાદા, મહાન અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મના ગીતો પર પરફોર્મ કર્યું હતું. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2025 (IIFA ) જયપુરમાં યોજાયો હતો. જેમાં રવિવારે કરીનાએ રાજ કપૂરના આઇકોનિક ટ્રેક જેમ કે ’મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ અને અન્ય ગીત પર દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. IIFA ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કરીના કપૂર તેના દાદા રાજ કપૂરના કોસ્ચ્યુમમાં જોવા મળી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ’અમે રાજ કપૂરને તેમની સિલ્વર જ્યુબિલી ઉજવણી માટે આ સુંદર…
New Delhi,તા.10 કેન્દ્ર સરકારે મસૂર દાળ પર 10 ટકા આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. તદુપરાંત દેશમાં ઉપલબ્ધતા વધારવા પીળા વટાણાની ડ્યૂટી-ફ્રી આયાત મર્યાદા ત્રણ મહિના લંબાવી 31 મે,2025 કરી છે. સરકારે આ અંગે માહિતી આપી હતી. સરકારે આઠ માર્ચથી વિવિધ દાળ પર પાંચ ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવી છે. સરકારના આ પગલાંથી મસૂરની દાળના ભાવ વધવાની શક્યતા છે. જ્યારે પીળા વટાણામાં રાહત મળવાનો અંદાજ છે. અત્યાર સુધી મોટાભાગની દાળ ડ્યૂટી ફ્રી આયાત થતી હતી. સરકારે શરૂઆતમાં ડિસેમ્બર, 2023માં પીળા વટાણાની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. બાદમાં 28 ફેબ્રુઆરી સુધી…
Dwarka,તા.10 હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા જ ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જામનગરમાંથી પસાર થતા પદયાત્રીઓ જય રણછોડ અને જય દ્વારકાધીશના નારા સાથે ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. ગુરૂવાર સુધીમાં કાનાની કર્મભૂમિ દ્વારકા પહોંચી શકાય તે પ્રમાણે ગણતરી કરીને જુદા-જુદા ગામ અને શહેરથી પદયાત્રી રવાના થયા છે. બે દિવસથી યાત્રીઓના જુદા-જુદા ગ્રુપ જામનગર વટાવી આગળ વધી રહ્યા છે. માર્ગમાં અનેક જગ્યાએ પદયાત્રીઓની સેવા માટે કેમ્પ પણ ચાલી રહ્યા છે. આ પદયાત્રીઓમાં જગત મંદિર ખાતે કાળીયા ઠાકરની સન્મુખ રંગે રમવા મોટી સંખ્યામાં દર વર્ષે ભકતો જાય છે. ગુરૂવારે હોળીનું પર્વ છે જયારે શુક્રવારે ધુળેટી…
Khambhaliya,તા.10 દ્વારકા ખાતે આસ્થા અને પુણ્યનું ભાથું બાંધવા અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે બહોળી સંખ્યામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીઓ દ્વારા ખંભાળિયા સહિત જિલ્લામાં વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ દ્વારકા જતા પદયાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રી મુળુભાઈએ દ્વારકા જિલ્લામાં આવેલ વિવિધ સેવા કેમ્પ સ્વામિનારાયણ અન્ન ક્ષેત્ર, પદયાત્રી સેવા કેમ્પ, સેવા આનંદ કેમ્પ, સહિતના કેમ્પની મુલાકાત લઈ યાત્રાળુઓ ખબર અંતર પૂછ્યા હતા તેમજ યાત્રાળુઓને ભોજન પીરસી સેવાનો અવસર મેળવ્યાની લાગણી અનુભવી હતી. તેમના દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા…
Jamnagar તા.10 મૂળ ભારતીય અને ગુજરાતના વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી જે એર સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે, અને તેઓ હવે ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરી રહ્યા છે, દરમિયાન આજે તેઓને એર સ્પેશ સ્ટેશન પૃથ્વીની નજીકથી પસાર થશે, ત્યારે તે એર સ્પેશ સ્ટેશન રાત્રિના સમયે દ્રશ્યમાન થશે, અને નરી આંખે અથવા તો ટેલિસ્કોપની મદદથી સ્પષ્ટ પણે જોઈ શકાશે. આજે રાત્રીએ આપણા જામનગરના આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસેસ )જેમાં સુનિતા વિલિયમ્સ હાજર છે, અને ટુંક સમય માં પૃથ્વી ઉપર પરત ફરવાના છે, તે દૃશ્યમાન થશે. આજે રાત્રીના જામનગરના નભોમંડળમાં 8.00 વાગ્યાને 11 સેક્ધડે દક્ષિણ-પશ્ર્ચિમ માંથી નિકળશે. ત્યારબાદ રાત્રીના 8.00 વાગ્યાને…
Dubai,તા.10 દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી. દુબઈમાં આ ઉજવણીનો એક ફોટો દરેક ક્રિકેટ ચાહકના હૃદયને સ્પર્શી જાય એવો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો આખો પરિવાર મેદાન પર હાજર હતો. જીત બાદ વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા. તો શમીની માતા પણ કોહલીને ભેટી પડ્યા હતા. મોહમ્મદ શમી જેવા મહત્વના ક્રિકેટરને ખોટા કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની તક કેટલાક લોકો ક્યારેય ચૂકતા નથી. આ તસવીર વિરાટ કોહલીનો તે ટ્રોલર્સને યોગ્ય જવાબ છે. કોહલીએ અગાઉ T20 વર્લ્ડ કપ દરમિયાન અર્શદીપ સિંહને શીખ હોવાને કારણે ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો…
