Author: Vikram Raval

New Delhi,તા.10 લોકસભામાં બજેટ સત્ર દરમિયાન મતદાર યાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમને પણ ખબર છે કે, મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં નથી આવતી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માગે છે તો મંજૂૂરી મળવી જોઈએ અને ચર્ચા થવી જોઈએ.’તમને જણાવી દઈએ કે, સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં સૌથી પહેલા કહ્યું હતું કે, મતદાર યાદી કોઈ સરકાર નથી બનાવતી, તો પછી અહીં આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમે બિલકુલ…

Read More

New Delhi,તા.10 EPFO એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 237મી બેઠકમાં એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિંક્ડ સ્કીમ (EDLI)માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) હેઠળ, EDLI એક આવશ્યક સોશિયલ સિક્યોરિટી પ્રોગ્રામ છે જે EPF સભ્યોના પરિવારોને ચાલુ નોકરીએ EPF સભ્યના અકાળ મૃત્યુના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. નવા ફેરફારોનો ઉદ્દેશ EPFના સભ્યોના પરિવારને ઝડપી નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. જાહેર કરાયેલા ફેરફારોથી વાર્ષિક હજારો પરિવારોને વીમા ચૂકવણીમાં વધારો કરવાં અને કવરેજ વધારવામાં ફાયદો થશે. આ બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ હતી. 1. સેવાના એક વર્ષની અંદર EPF સભ્યના મૃત્યુ પર લઘુત્તમ EDLI લાભની રજૂઆત EPFO દ્વારા જાહેર…

Read More

New Delhi,તા.10 કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. 12 માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે.  12 માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત થઈ શકે છે. સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો આ વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજથી લાગુ થાય છે. મીડિયા સુત્રો અનુસાર, સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરી શકે છે.…

Read More

Junagadh,Surat,તા.10 રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન જૂનાગઢ અન સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે. જૂનગઢમાં 20 વર્ષીય યુવતી અને સુરતમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતી આપઘાત કરી લીધો છે. તેણે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમા તે રડતા રડતા કહી રહી છે કે,’ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું’  જે બાદ ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભવિષ્યના ડરના કારણે યુવતી…

Read More

Jamnagar,તા.10 જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11માં સંદીપ એપાર્ટમેન્ટના બ્લોક નંબર બી-16માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર નામના 45 વર્ષના યુવાને પોતાના એપાર્ટમેન્ટમાં આવી પોતાની પત્નીની હાજરીમાં ફ્લેટ નજીક હંગામો મચાવી સીસીટીવી કેમેરા તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે મયુર ઉર્ફે ધર્મિન માડમ સામે ફરિયાદ નોંધાવી છે. ફરીથી યુવાન પોતાના કામસર બહાર હતા, જે દરમિયાન ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં આરોપી મયુર ઘરે ધસી આવ્યો હતો, અને બોલાચાલી કરી હતી. તેમજ પાર્કિંગમાં લગાડેલા બે સીસીટીવી કેમેરા તોડી નાખી ભાગી છૂટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તપાસ ચલાવે છે.

Read More

Jamnagar,તા.10 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુઃખ રાખીને એક પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 8 થી 10 શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જયારે તેના એક મિત્ર પર હુમલો કરાયો હતો. આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનની ટુકડી દોડતી થઈ હતી, અને મૃતક ની પત્નીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે પૂર્વે યોજિત કાવતરું ઘડી હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ…

Read More

Ahmedabad,તા.10 દેશભરમાં ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાણી-પીણીમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે વૃદ્ધો સિવાય નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસનું હાર્ટ એટેકથી મોત થવાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સોમવારે (10 માર્ચ) હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુ મોત નિપજ્યુ હતુ. કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ પહેલાં શુક્રવારે…

Read More

Vadodara,તા.10 વડોદરા પાલિકાના અધિકારીઓ/કર્મચારીઓનો પગાર પ્રતિમાસ જે તે માસની આખરી તારીખે બેન્કમાં જમા કરાવવામાં આવે છે. જે ત્યારપછી સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બેન્ક ખાતામાંથી ઉપાડી શકાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ તા.૩૧.૦૩.૨૦૨૫ના રોજ પૂર્ણ થાય છે અને માર્ચ માસનો પગાર-પેન્શન ખર્ચ ત્યાર પછીના નવિન નાણાકીય વર્ષમાં પાડવાનો રહે છે. માર્ચ ૨૦૨૫ પેઇડ ઇન એપ્રિલ ૨૦૨૫ના પગાર પત્રકોની ખતવણી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવાની રહેશે. ત્યારબાદ પત્રકો ઓડીટ શાખામાં મંજૂરી અર્થે મોકલી મંજુર થયેલ પત્રકો હિસાબી શાખામાં ચુકવણા અર્થે મોકલવામાં આવે છે. હિસાબી શાખા દ્વારા આ પગાર અને પેન્શન પત્રકોનું ચુકવણું તા.૫ એપ્રિલ ૨૦૨૫ કે તે પછી કરવાનું રહેશે. જેથી તમામ અધિકારીઓ/કર્મચારીઓને જણાવવામાં આવે…

Read More

Vadodara,તા.10 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા નો વિજય થયો હતો. ત્યારે વડોદરા ના માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જીતનો બનાવવા ભેગા થયા હતા. મેં કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને જૂથના લોકોએ સામ સામે છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. તેનો કેટલાક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો. જોકે હજુ સુધી મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો 9 માર્ચના રોજ યોજાયો હતો. જેમાં ભારતે  ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું. ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં વિજેતા બનતા વડોદરા…

Read More

Vadodara,તા.10 સાવલી તાલુકાના મેવલી ગામમાં રહેતા ગજરાબેન અંદરસિંહ પરમાર ગઈકાલે બપોરે તેમના પુત્ર દેવેન્દ્રસિંહ ઉંમર વર્ષ 31 સાથે બેઠા હતા. તે વખતે દેવેન્દ્રસિંહનો મિત્ર જશવંતસિંહ પરમાર બાઈક લઈને આવ્યો હતો અને દેવેન્દ્રસિંહને જણાવેલ કે ભમરઘોડા ખાતે મેલડી માતાના દર્શન કરીને આવીએ છીએ તેમ કહી બંને મિત્રો દર્શન માટે નીકળ્યા હતા તેઓ સાવલી મેવલી રોડ ઉપરથી પસાર થતી વખતે વસંતપુરા ગામ પાસે પૂરપાટઝડપે જતા એક ડમ્પરે પાછળથી બાઈકને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા જેમાં દેવેન્દ્રસિંહના શરીર પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્ર જશવંતને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો છે.

Read More