- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
મકાનને તાળું મારી બહાર ગયેલી મહિલાના ઘરમાં તસ્કર ત્રાટક્યો, લોકર તોડી રૂ.૨ લાખ રોકડા અને સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ જામનગરના ઢીચડા રોડ પર આવેલી તીરૂપતિ સોસાયટીના યોગી પાર્કમાં બ્યુટી પાર્લર સંચાલક મહિલાના નિવાસસ્થાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મકાનને તાળું મારી બહાર ગયેલી મહિલાના ઘરમાં અજાણ્યો તસ્કર પ્રવેશી પતરાના કબાટમાં રાખેલા લોકરનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા રૂ.૨ લાખ રોકડા મળી કુલ રૂ.૩.૦૭ લાખની ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યોગી પાર્ક, શેરી નં.૭માં ભાડાના મકાનમાં રહેતા અને શ્રીનિશ બ્યુટી પાર્લર ચલાવતા ૩૯ વર્ષીય નીકીતાબેન ઉર્ફે નીશાબેન અરવિંદભાઈ વાગડીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી…
રસ્તા પર આડેધડ રેકડીઓ અને વાહનો પાર્ક કરાતા ટ્રાફિક જામની સમસ્યા, ૧૦ રેકડીઓ સહિત ૩૦ વજનકાંટા, છત્રીઓ અને શાકભાજીના કેરેટો જપ્ત કરાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ Jamnagar શહેરમાં દીપક ટોકીઝથી લઈને સાક માર્કેટ અને ત્યાંથી દરબારગઢ સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર વહેલી સવારથી જ શાકભાજીના રેકડીધારકો અને ખરીદી માટે આવતા લોકોના વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારી યુવરાજસિંહ ઝાલાની આગેવાની હેઠળ ૧૫થી વધુ કર્મચારીઓની ટીમ વહેલી સવારે જ દીપક ટોકીઝથી દરબારગઢ સુધીના વિસ્તારમાં ઉતરી પડી હતી. રસ્તા પર અડચણરૂપ રીતે ઊભી…
૪૦૦૦ થી વધુ ખેડૂતોને આજે બોલાવ્યા હતા કલેકટર કચેરીએ ૧૦ હજારથી વધુ એકત્ર થયા (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૫ઃ ખેડૂતોને ધરાર કમિટીમાં બેસાડવા માટે બે દિવસ પૂર્વે નોટીસ આપ્યા બાદ આજે હાજર થવાની તારીખે કલેકટર કચેરીએ હજારો ખેડૂતો એકત્ર થયા હતા અંદાજે ૧૦ હજારથી વધુ ખેડૂતો મહિલાઓ અને બાળકોને લઈને કચેરી પહોંચ્યા હતા અને ફૂડ પેકેટ સાથે આવ્યા હતા બપોરે ફૂડ પેકેટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં બેસી ખાઈ લીધા હતા ખેડૂતોએ પરિપત્ર માન્ય જ નથી અને કમિટીમાં બેસવાનો વિરોધ કરી વાંધા અરજીઓ આપી હતી મોરબીના જેતપર ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો વીજ લાઈન વળતર મુદે ચાર માસ કરતા વધુ સમયથી…
ફાયર ટીમે કલાકો સુધી કામગીરી કરી બેને બચાવી લીધા, બે યુવાનોના મૃતદેહ મળ્યા (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૫ઃ મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગુરુવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા જેથી મોરબી ફાયર ટીમે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કલાકોની જહેમત બાદ બે યુવાનોને બચાવી લીધા હતા જોકે બે યુવાનો ડૂબી જતા કલાકો બાદ એક મૃતદેહ હાથ લાગ્યો હતો અને આજે બીજા દિવસે બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે સાંજે ૭ ૩૦ વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી…
મહિલા આરોપી સહીત બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૫ઃ મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક થાર ગાડીમાં દેશી દારૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ અને કાર તેમજ ૬ મોબાઈલ સહીત ૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધો છે પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મહિલા સહીત બે આરોપીના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વીર ઉર્ફે વીરૂ હિતેશ રાઠોડ નામનો ઇસમ લાલ કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરીને વાંકાનેરથી લાલપર થઈને મોરબી આવે છે…
Mumbai,તા.૨૫ ધનુષ તાજેતરમાં એક મોટી સિદ્ધિ માટે સમાચારમાં હતા. તાજેતરમાં જ તેમણે ’રાયન’ માટે શ્રેષ્ઠ અભિનેતા (વિશેષ ઉલ્લેખ) અને શ્રેષ્ઠ તમિલ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. ૨૨ સપ્ટેમ્બરના રોજ, ધનુષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતના કેવડિયાની મુલાકાત લીધી હતી, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ચાહકો ધનુષની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે. વધુમાં, ચાહકો ધનુષની આગામી ફિલ્મ “ઓમ” ની પણ રાહ જોઈ રહ્યા છે, જે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, હવે એવું બહાર આવ્યું છે કે ધનુષે તેમની ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખી છે.…
Surat,તા.૨૫ સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીગસ ગામની સીમમાં રોડ પર ટેકનિકલ ખામીના કારણે ઉભેલા ડમ્પરની પાછળ પૂરઝડપે આવી રહેલી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કૂચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર લોકો મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. એન ઇ.-૦૪ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આ દુર્ઘટના બની હતી.અકસ્માતમાં ચારેય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં…
Bhavnagar,તા.૨૫ સુરત સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં બે આપઘાતની ઘટના બાદ હવે ભાવનગરમાં પણ આ પ્રકારનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે ટીઓપી૩ સર્કલ નજીક આવેલ ગોકુળધામના કે વિંગ-૨૦૧ના બીજા માળે રહેણાક મકાનમાં મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. કિન્નર એસ. દેસાઈનો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી. ડૉ. કિન્નર દેસાઈ એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ૪ દિવસથી બંધ રુમમાં તેમની લાશ સડતી હતી. બનાવની જાણ થતાં ભરતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું તે અંગે તપાસ બાદ હકીકત સામે આવશે તેઓ ગોકુળધામ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા હતા. બંધ ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોએ…
7 દિવસમાં બીજા વિદ્યાર્થીનો આપઘાત Rajkot ,તા.૨૫ શહેરની જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં આપઘાતનો બીજો બનાવ બનતા સમગ્ર કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શુક્રવારના રોજ આંધ્રપ્રદેશના વતની અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેમંત ગંદમાન નામના યુવકે યુનિવર્સિટીની મેઈન બિલ્ડિંગ પરથી નીચે ઝંપલાવીને પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે. માત્ર પાંચ દિવસ પૂર્વે જ આ જ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી એક છાત્રાએ પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં જ વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાતના પગલે યુનિવર્સિટી સંકુલમાં શોકનું મોજું…
Bhavnagar,તા.૨૫ આધુનિકતા અને ડિજિટલાઈઝેશનના આ યુગમાં સંસ્કારી નગરી ભાવનગર અને સમગ્ર જિલ્લો સાયબર અપરાધીઓના રડાર પર આવી ગયો છે. શાતિર સાયબર માફિયાઓએ અચાનક સાયબર એટેક કરીને ભાવનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૯ નાગરિકો પાસેથી રૂ. ૧૩,૭૪,૫૯૯ ની માતબર રકમ સફાચટ કરી નાખી છે. નકલી એપ્લિકેશન, બેંક કેવાયસી, પાર્ટ ટાઈમ જોબ, ઓનલાઈન ટાસ્ક અને શેરબજારમાં રોકાણ જેવી લોભામણી લાલચો આપીને ગઠિયાઓએ નાગરિકોને શિકાર બનાવ્યા છે. બોરતળાવના હીરાકામ કરતા ભાવેશભાઈ કિકાણી ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મેચ જોવા માટે એજીટીવી’ નામની એપીકે ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ૪ બેંક ખાતાઓમાંથી રૂ. ૯૪,૪૦૦ ઉપડી ગયા હતા. નવી…
