- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
લાકડામાંથી બાળકોને સૂવાના ઘોડિયા, સુવાના ખાટલાઓ, ખાટ, ઢીંચણીયા જેવી કાઠિયાવાડી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર લોકો પોતાના ઘરમાં પરંપરાગત શોભા માટે તેમજ એન્ટિક પીસ તરીકે રાખવાનું પસંદ કરે છે (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ જૂનવાણી દેશી રજવાડી લાકડાની જીવંત કળા છેલ્લી ૭ પેઢીથી જીવંત રાખીને રજવાડી કોતરણી અને ડિઝાઇનની અદ્ભુત પરંપરા જાળવી રખાઈ છે. રજવાડા સમયમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘર વપરાશમાં શોભા વધારતી એન્ટિક પીસ તરીકે ઉપયોગમાં લેવાતી એન્ટિક પીસોની વસ્તુઓ આજથી ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી તેવી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે. આજના આધુનિક ડિઝિટલ યુગમાં પણ સાત સાત પેઢીથી લાકડાનું કામ પર કોતર…
ગ્લેશિયર ટ્રેકિંગ અને રિવર ક્રોસિંગ જેવી કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની વિદ્યાર્થીની (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી જિલ્લાના લીલીયા ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની એન.સી.સી. યુનિટની તેજસ્વી કૅડેટ ડાભસરા ધ્રુવિબહેન બિપીનભાઈ ડાભસરાએ હિમાલયની ગિરિમાળાઓમાં સાહસ અને શૌર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધ્રુવિબેને અરુણાચલ પ્રદેશમાં સ્થિત પ્રતિષ્ઠિત ’નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનરિંગ એન્ડ અલાઇડ સ્પોટ્ર્સ’ ખાતે આયોજિત એક મહિનાના અત્યંત કપરા અને સાહસિક એડવેન્ચર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરી કૉલેજ અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. તા. ૧૫ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર ૨૬ દરમિયાન યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં કૅડેટે પોતાની મક્કમતા અને સાહસિક વૃત્તિનો…
લાઠી-દામનગર, બગસરા, સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા સુધી વરસાદી માહોલ કુંકાવાવના બસસ્ટેન્ડમાં ગોઠણડૂબ પાણી ભરાતાં તંત્ર દોડતું થયું (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા, લાઠી, લીલીયા, બાબરા, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બગસરા શહેર ઉપરાંત ઘંટીયાળ અને માણેકવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ…
આગલી રાત્રે બજારમાં દેખાયા બાદ અચાનક મોત, પોલીસ-એફએસએલની ટીમ પહોંચી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ૩૨ વર્ષીય યુવકના રહસ્યમય મોતને લઈને પોલીસ તપાસ શરૂ થતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જયદીપ સાવલિયા નામના યુવકનું એક દિવસ અગાઉ મોત થયું હતું. પરિવારજનો દ્વારા બીજા દિવસે સવારે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જોકે, યુવકના મોતના સંજોગોને લઈને ઉઠેલા સવાલોના પગલે પોલીસે છાપરી ગામે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ છાપરી ગામના ૩૨ વર્ષીય જયદીપ સાવલિયા બે દિવસ પહેલા રાત્રિના સમયે ગામની બજારમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ અચાનક તેમનું મોત થયું હોવાનું સામે…
બંને આગેવાનના કોન્ટેક નંબરોમાં લગ્નની કંકોત્રીના નામે હેકર દ્વારા એપીકે ફાઇલ મોકલાઈ, પોલીસે આવી એપીકે ફાઈલ ન ખોલવા એડવાઈઝરી જારી કરી (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૦ઃ અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા જ સમયથી સાયબર ગઠિયાઓમાં પોતપ્રકાશી રહ્યા છે. જિલ્લામાં હજુ એસ.ડી.એપનું કૌભાંડ ચર્ચામાં છે. તેવા સમયે અમરેલી શહેરના વિવિધ સંસ્થા સાથે જોડાયેલા બે આગેવાનોના મોબાઈલ નંબર કોઈ હેકરે હેક કર્યા બાદ તે મોબાઈલ નંબર ઉપરથી હેકર દ્વારા સેકડો લોકોને લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ખોલતા જ અનેક લોકોના મોબાઈલ હેક થયા હતા. પોલીસે આવી એપીકે ફાઈલ ના ખોલવા લોકોને અપીલ કરી છે. જો કે, જે લોકોના…
ઓપરેશન અમાનત અંતર્ગત મોબાઈલ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો Rajkot તા.૨૦ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF - Railway Protection Force) દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ ૧.૮૪ લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓખામાં મુસાફરને ૧.૦૨ લાખની કિંમતનો સામાન પરત કરાયો…
વિનોદ માછી નિરંકારી સનાતન ધર્મમાં ભગવાન શ્રી Ganeshજીને વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને પ્રથમપૂજ્ય દેવ તરીકે ઉચ્ચ આસન પ્રાપ્ત છે.સામાન્ય રીતે લોકમાનસમાં ભગવાન શિવ દ્વારા પાર્વતીજીના શારીરિક મૃત્તિકા/ ઉબટનમાંથી બનેલા બાલ-ગણેશનું મસ્તક કાપવાની અને ત્યારબાદ હાથીનું મસ્તક જોડવાની ’શિવ પુરાણ’ની કથા વધુ પ્રચલિત છે પરંતુ વેદ-પુરાણોના અગાધ સાગરમાં વિવિધ પુરાણોમાં વિવિધ ઘટનાઓનો ભિન્ન શાસ્ત્રીય સંદર્ભ મળે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ ગણપતિ ખંડ અધ્યાયઃ૧૧ થી ૧૩માં ગણેશજીના પ્રાગટ્ય,શનિદેવની ક્રૂર દ્રષ્ટિથી મસ્તકનું ગોલોક ગમન અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ દ્વારા ગજાનન સ્વરૂપ પ્રદાન કરવાની અત્યંત અલૌકિક,રહસ્યમય અને જ્ઞાનવર્ધક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર માતા પાર્વતીજીને પુત્રપ્રાપ્તિની તીવ્ર અભિલાષા હતી.ભગવાન શિવજીની આજ્ઞાથી માતા પાર્વતીએ ભગવાન…
Manavadarના એકલેરા ગામે ગૌરવ વધાર્યું, જાફરાબાદી નસલના ’અર્જુન’ પાડાએ તરણેતરના મેળામાં ડંકો વગાડ્યો!
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૨૦ઃ માણાવદર તાલુકાના એકલેરા ગામનું નામ હાલ સમગ્ર પંથકમાં રોશન થયું છે. અહીંના પશુપાલક દાસાભાઈ બાવનભાઈ છેલાણાના જાફરાબાદી નસલના પ્રખ્યાત ’અર્જુન’ નામના પાડાએ તરણેતરના મેળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ તેને ૫૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે. આજે સમગ્ર પશુપાલન જગતમાં ચર્ચાનો વિષય બનેલા ’અર્જુન’ પાડાનો વંશવેલો પણ અતિ ઉત્તમ છે. તેના માલિક દાસાભાઈના જણાવ્યા અનુસાર, અર્જુનની માતા અદ્ભુત ક્ષમતા ધરાવે છે અને તે આખા દિવસ દરમિયાન ૨૬ લીટર દૂધ આપે છે. વિશેષ વાત એ છે કે આ પાડાની માતા ભાવનગરના જંગલની છે, જે આ જાફરાબાદી નસલની…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૦ઃ મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા સહિતના ગામો તેમજ અન્ય સોસાયટીઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ લેવાતો હોવાની ફરિયાદો ઉઠતા ગ્રાહક સુરક્ષા મંડળે મેયરને પત્ર લખ્યો છે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના ગ્રામ્ય વિસ્તાર રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા અને અન્ય વિસ્તારનો ૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા સમાવેશ કરવામાં આવ્યો ચેહ હવે ત્રાજપર સર્વેમાં ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરના સર્વેમાં આવતી તમામ સોસાયટીના ગ્રાહકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેક્ષ ભ્રપાક કરી દીધો છે…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૦ઃ ભીમગુડા ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતી વખતે ૪૭ વર્ષના આધેડને ઇલેક્ટ્રિક શોક લાગતા પાણી ભરેલા ખાણમાં પડી જતા ડૂબી જતા મોત નીપજ્યું છે મૂળ યુપીના વતની હાલ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં બેલાની ખાણમાં મજુરી કરતા સુનીલકુમાર જગતનારાયણ બિંદ (ઉ.વ.૪૭) નામના આધેડ ખાણમાં કામ કરતા હોય ત્યારે અકસ્માતે વીજશોક લાગતા બાજુમાં આવેલ ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલ ખાણમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
