- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
ચોમાસાની ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માતોમાં ૩૦ થી વધુ પશુઓ જીવ ગુમાવ્યા Ahmedabad, તા.૨૧ અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ પાસે મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા પશુઓના ટોળા પર એક અજાણ્યા ટ્રક ચાલકે વાહન ચલાવી દેતાં આઠ જેટલા નિર્દોષ પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃત પશુઓને ત્નઝ્રમ્ની મદદથી ઊંડો ખાડો ગાળી યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.આ ઉપરાંત બાવળા-બગોદરા હાઈવે પર…
પોલીસે આરોપી પાસેથી ૪૭.૩ કિલો હેરોઇન, પોઇન્ટ ૩૦ની ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ કબજે કર્યા હતાં Chandigarh, તા.૨૧ પંજાબ પોલીસે રવિવારે ફરિદકોટમાં સરહદ પારથી થતી હેરોઇનની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને ચાર વ્યક્તિઓ પાસેથી ૪૭ કિલોથી વધુ હેરોઇન તેમજ હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો હતો.ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પોલીસે તેમની પાસેથી ૪૭.૩ કિલો હેરોઇન, પોઇન્ટ ૩૦ની ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝીન, અને ૧૫ જીવતા કારતુસ કબજે કર્યા હતાં. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અંકુશ, મંગલસિંહ, સચિન ઉર્ફે સંજુ અને અનમોલ સિંહ તરીકે થઇ છે. તેઓ ફિરોઝપુરના રહેવાસી છે. પોલીસે હેરોઇનનો મોટો જથ્થો કબજે કરવા ઉપરાંત દાણચોરીની પ્રવૃત્તિમાં વપરાયેલ…
ઈટાલીમાં વિદ્યાર્થીઓના ૧૧.૬ ટકા વિદેશીઓ છે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો ચહેરો પુરી રીતે ખુલ્લો હોવો જોઇએ: મેલોની Rome, તા.૨૧ Italyની તમામ સ્કૂલોમાં બુરખા, હિજાબ પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવી જાહેરાત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કરી હતી. મેલોનીએ વધુમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં આ માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે, સાથે જ સ્કૂલના વર્ગખંડોમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તેને લઇને પણ નિયમો ઘડવામાં આવશે. ઇટાલીના વિદ્યાર્થીઓને પોતાના જ દેશની શાળાઓમાં પોતે લઘુમતીમાં છે તેવો અહેસાસ ના થવો જોઇએ. Italyના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીની તમામ શાળાઓમાં ચહેરો ઢાંકીને આવવા પર પ્રતિબંધ મુકવાની રવિવારે જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે…
Washington, તા.૨૧ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાતિ માટે અત્યંત જોખમી છે અને તેના વિકાસની ગતિ ધીમી કરવી જોઈએ તેવા દાવા કરીને એન્થ્રોપિક અને ઓપનએઆઈના સીઈઓએ નવો વિવાદ જગાવ્યો હતો. હવે એન્થ્રોપિક, ઓપનએઆઈ, ગૂગલ અને સ્પેસએક્સએઆઈ સામે એઆઈના વિકાસની ગતિ ધીમી પાડવા માટે ગેરકાયદે રીતે કરાર કરવાના આક્ષેપો સાથે અમેરિકાની કોર્ટમાં એન્ટીટ્રસ્ટ કાયદાના ભંગનો કેસ કરાયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દુનિયામાં દરેક ક્ષેત્રમાં તિવ્ર ગતિએ વિકાસ કરી રહ્યું છે. ચેટબોટ પર સવાલો પૂછવાથી લઈને સંરક્ષણ ક્ષેત્રમાં હથિયારો બનાવવા અને યુદ્ધમાં ટાર્ગેટ નક્કી કરવા માટે પણ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે ટેન્કોલોજી ક્ષેત્રના માંધાતાઓએ એઆઈના વિકાસની ગતિ સામે સવાલ ઉઠાવ્યા છે. આવા સમયે અમેરિકાની…
ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત સાત આકરી શરતો મૂકી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો માટે તૈયારી દર્શાવી Tehran/Washington, તા.૨૧ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે ફરી એક વખત પડદા પાછળ વાટાઘાટોની તૈયારી થઈ રહી છે. ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત સાત આકરી શરતો મૂકી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. આ અહેવાલ મળતા જ મેરિલેન્ડ સ્થિત પ્રમુખ આવાસ કેમ્પ ડેવિડમાં વીકએન્ડની રજાઓ માણતા અમેરિકન પ્રમુખ Donald Trump તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા હતા. આ ચર્ચા વચ્ચે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબમાં અનેક સ્થળે મિસાઈલ હુમલા કર્યાનો દાવો કર્યો હતો. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સીલના…
Sudan, તા.૨૧ Sudanમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના સર્જાી છે. સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થઈ ગઈ છે. સોનાની ખાણ ધરાશાયી થતાં કુલ ૧૧ લોકોના મોત થયાં છે. જ્યારે ૩૦ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઘાયલ થયેલા લોકોને પણ સારવાર માટે સત્વરે હોસ્ટિલ ખસેડવામાં આવ્યાં છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સુદાનના લાલ સાગર રાજ્યમાં આવેલા ઓની વિસ્તારમાં આ ખાણ આવેલી છે. જે શનિવારની રાત્રે જ…
કપાસ, મગફળી અને સોયાબીનના પાક માટે વરસાદ બન્યો કાચું સોનું, ખેડૂતોમાં ખુશીનો માહોલ કિશનસિંહ મોરબીયા – Virpur તા.૨૦ઃ યાત્રાધામ વીરપુરમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે ટૂંકા સમયગાળામાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે મોટી રાહત…
મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી Rajkot તા.૨૦ઃ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને GRD રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા અઈઇના હાથે ઝડપાઇ ચુક્યા છે. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી જેને આજરોજ સ્વીકારતા અઈઇએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ રાજકોટ શહેર અઈઇને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા અજઈં રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા…
વિદેશના નંબર પરથી વોટ્સએપમાં આવેલી અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા Rajkot તા.૨૦ઃ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિગનો વ્યવસાય કરતા ૩૩ વર્ષીય વિમલ ચનીયારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં તેમને પોતાના વાહનની વિગતો ધરાવતી ડિટેઇલ સાથે એક મેસેજ વોટ્સએપ પર વિદેશી નંબર પરથી આવ્યો હતો અને તેમાં સાથે આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી સાયબર ગઠિયાઓએ કુલ ૮.૧૨ લાખની રકમ સેરવી લીધી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વિમલભાઈ…
પારેવડી ચોક પાસે એક પછી એક ૫ વાહનોને ટક્કર મારી, ૩ને ઈજા Rajkot તા.૨૦ઃ રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે ૩થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ અકસ્માતની ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને…
