- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
Surat,તા.૨૧ શહેરમાં વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કતારગામમાં ૧૫ વર્ષીય ધોરણ-૧૧ની વિદ્યાર્થિની નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી, પરંતુ દોઢ કલાક સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી અને હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ બંધ બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હોવાથી ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ એકઠો થયો હતો. ગેસના ગળતર અને ઓક્સિજનની અછતને કારણે વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ઘરમાં ગેસ ગીઝર લગાવતી વખતે વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કેટલી જરૂરી છે તે…
ગામના મુખ્ય વિસ્તાર ગણાતા ગાંધી ચોક પાસે આવેલું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું Bharuch, તા.૨૨ ભરૂચના નિકોરા ગામના ગાંધી ચોક વિસ્તારમાં એક જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાઈ હતી. આ અકસ્માતમાં દિવાલના કાટમાળ નીચે આવી જતાં ૯ વર્ષીય બાળકના માસૂમ દીપ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. માસૂમ બાળકના અકાળે અવસાનથી નિકોરા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધી ચોકમાં મકાનની દિવાલ અચાનક તૂટી પડતાં…
વૃદ્ધાએ ઝાડ પર લટકીને આપઘાત કર્યો, દાઝી ગયેલા પિતા-પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ Merath, તા.૨૨ ઉત્તર પ્રદેશના મેરઠમાં પેન્શનના પૈસા અને નવા મોબાઈલ ફોનને લઈને એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૬૫ વર્ષની વૃદ્ધ મહિલાએ પોતાના જ દીકરા અને પૌત્ર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી. ત્યારબાદ વૃદ્ધ માતાએ ગામમાં એક ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફલાવદાના દાદુપુર ગામની રહેવાસી વૃદ્ધા સુમિત્રા દેવીના પરિવારમાં પેન્શનના પૈસાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારની રાત્રે પણ પેન્શનના પૈસા અને તેમના ૧૪ વર્ષના પૌત્ર ઉદય માટે નવો મોબાઈલ ફોન ખરીદવાની વાતને લઈને બોલાચાલી થઈ…
Islamabad, તા.૨૨ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે, પાકિસ્તાનમાં સંભવિત ઈંધણની અછત અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો ઈંધણની અછત સર્જાય, તો પાકિસ્તાનમાં Petrolના ભાવ રૂપિયા ૧,૦૦૦ પ્રતિ લિટર સુધી વધી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું, “એવું પણ બની શકે કે કોઈપણ કિંમતે Petrol ઉપલબ્ધ ના પણ હોય.” પેટ્રોલિયમ મલિકના આ નિવેદનને કારણે પાકિસ્તાનની જનતામાં ચિંતા વધી ગઈ છે. પેટ્રોલિમય પ્રધાના આ વિવાદાસ્પદ નિવેદનના એક દિવસ પહેલા જ, પાકિસ્તાની સરકારે પાત્ર નાગરિકો માટેની ઈંધણ રાહત યોજના હેઠળ પેટ્રોલ પરની ‘પ્રતિ ટોકન પાંચ લિટર’ની મર્યાદા હટાવી લીધી હતી. પોતાના સંબોધન દરમિયાન, પેટ્રોલિયમ મંત્રી મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં…
સુલતાનગંજ નગર પરિષદના વિષ્ણુ ટોલાના આ બાળકો નારાયણપુર દિયારા ખાતે ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા Bhagalpur, તા.૨૨ બિહારના ભાગલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગંગા નદીમાં ડૂબી જવાથી ૬ બાળકોના મોત થયા છે. તમામ બાળકો કરમા-ધરમા પૂજા માટે સ્નાન કરવા નારાયણપુર દિયારા ગયા હતા. સુલતાનગંજ નગર પરિષદ વિસ્તારના વોર્ડ નંબર ૨૭ સ્થિત વિષ્ણુ ટોલાના છ બાળકો કરમા-ધરમા પૂજા નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા, આ દરમિયાન તમામ બાળકો ઊંડા પાણીમાં ઉતરી ગયા અને ડૂબી ગયા. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. આ ઘટના તરૈટા નારાયણપુર વહિયારની હોવાનું કહેવાય છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમામ બાળકો…
ઝારખંડમાં, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ટાટાનગરથી સંબલપુર જતી ઇસ્પાત એક્સપ્રેસ ૯ કલાક મોડી પડી હતી New Delhi, તા.૨૨ ટ્રેનની ટિકિટ લઈને મુસાફરી શરૂ કરનાર મુસાફર માટે વિલંબનો અર્થ માત્ર થોડી મિનિટો કે કલાકોની રાહ જોવી જ નથી હોતો. ઘણીવાર તેના કારણે આગળનું આખું આયોજન ખોરવાઈ જાય છે, જરૂરી કામો ચૂકી જવાય છે, અને કલાકો સુધી સ્ટેશન કે ટ્રેનમાં જ સમય વિતાવવો પડે છે. જો આવો વિલંબ ખૂબ લાંબો હોય અને રેલવે તેનું નક્કર કારણ પણ ન આપી શકે, તો શું મુસાફર વળતરની માંગ કરી શકે છે? ઝારખંડના એક કેસમાં કન્ઝ્યુમર કમિશનના ચુકાદાએ આ સવાલને ફરી ચર્ચામાં લાવી દીધો છે. આ…
બાળકી રાત્રે ૧૧ વાગ્યે દુકાન પર ગઈ હતી: રસ્તામાં આવેલી દરજીની દુકાનમાં આરોપીએ તેને અંદર બોલાવી અને તેની સાથે રેપ કર્યો New Delhi, તા.૨૨ દિલ્હીના સદર બજારમાંથી હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને આધેડ વયના શખ્સે બંધક બનાવી અને તેનો રેપ કર્યો. દિલ્હી પોલીસે મામલામાં કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને હ્લૈંઇ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી દુકાન પર કંઈક સામાન લેવા ગઈ હતી. આરોપીએ તેને દુકાનની અંદર બંધક બનાવી લીધી અને તેની સાથે રેપની ઘોર ઘટનાને અંજામ આપ્યો. દિલ્હી પોલીસ દ્વારા…
સોનમ ઉત્તમ મસ્કર, એલાવેનિલ વલારિવન અને વિદરસા કે વિનોદને PM Modiએ શુભેચ્છા પાઠવી છે નવી દિલ્હી, તા.૨૨ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર સોનમ ઉત્તમ મસ્કર, એલાવેનિલ વલારિવન અને વિદરસા કે વિનોદને PM Modiએ શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતીય ખેલાડીઓની મહેનત અને ટીમવર્કની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની આ સફળતા આવનારા સમયમાં અનેક ખેલાડીઓને પ્રેરણા આપશે. વડાપ્રધાન મોદીએ એલાવેનિલ વલારિવનને મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય નિશાનબાજો સતત દેશનું નામ રોશન કરી રહ્યા…
અજાણ્યા શખ્સો દ્વારા એક બ્રોડકાસ્ટ ઈમેલ મોકલીને ગુજરાતના રાજકીય અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે Ahmedabad, તા.૨૨ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય (કોબા) અને અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સો દ્વારા એક બ્રોડ ઇમેલ મારફતે આ ગંભીર ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઇમેલમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ ભાજપની સેન્ટ્રલ ઓફિસ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર સહિતના મહત્વના સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને ઇમેલ મોકલનારની તપાસ શરૂ કરી દેવામાં આવી…
માસૂમ બાળકોના દૂધના ગ્લાસમાં આજે કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ પીરસાઈ રહ્યું છે Gandhinagar, તા.૨૧ ગુજરાતમાં સરકાર દ્વારા ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. રાજ્યમાં સફેદ દૂધનો કાળો કારોબાર વ્યાપક બન્યો છે અને માત્ર ૬ મહિનામાં જ ૨૦ હજાર લીટરથી વધુ નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે.માસૂમ બાળકોના દૂધના ગ્લાસમાં આજે કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ પીરસાઈ રહ્યું છે. નવજાત શિશુઓ અને બાળકોના પોષણ માટે અનિવાર્ય ગણાતું દૂધ આજે લિવર અને કિડનીને નષ્ટ કરવાનું હથિયાર બની ગયું છે. ભેળસેળયુક્ત દૂધ પીવાથી પોઈઝનિંગ, લિવર ડેમેજ, હૃદય સંબંધી બીમારીઓ,…
