Author: Vikram Raval

સોશિયલ મીડિયા પર હાલ ગરબા પાર્ટનર જોઈએ છે અને ડ્રેસ ભાડે આપવાની પોસ્ટ ધૂમ વાયરલ થઈ રહી છે Ahmedabad, તા.૨૦ નવરાત્રી આવતા જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગરબાને લગતી અનેક પોસ્ટ વાયરલ થવા લાગી છે.ખાસ કરીને લોકો પોતાના ફોટા સાથે ગરબા પાર્ટનર, ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપવાની અને પ્રખ્યાત ગરબા ના ફ્રી પાસ ની લોભામણી પોસ્ટ શેર કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આવી પોસ્ટ કરનારા યૂઝર્સ અમદાવાદ, મુંબઈ અને સુરતના હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ પોસ્ટને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની છે. સાયબર ક્રાઈમની ટીમ હાલ આવી તમામ લોભામણી પોસ્ટનું મોનિટરિંગ કરી રહી છે.…

Read More

રશિયામાં સંસદીય ચૂંટણીના આખરી દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો Moscow, તા.૨૦ રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીના આખરી અને ત્રીજા દિવસે મોસ્કો સ્થિત એક મોટી ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો છે. આ હુમલાને કારણે રિફાઇનરી પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા તેમજ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાની પુષ્ટિ કરી છે, જોકે આ ઘટનામાં જાનહાનિને લઈને અલગ-અલગ દાવાઓ સામે આવ્યા છે. રશિયન અધિકારીઓ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ,Ukraineના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ આડકતરી રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું…

Read More

આમ નહીં કરનાર ગ્રાહકોને ઊંચી બજાર કિંમતે ગેસનો બાટલો ખરીદવો પડશે : પેટ્રોલિયમ અને નેચલ ગેસ મંત્રાલય New Delhi, તા.૨૦ દેશમાં ઘરેલુ LPG ગ્રાહકોએ સબસિડીવાળા સિલિન્ડર માટે એક ઓક્ટોબર પહેલા આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (બીએએ) કરાવવું ફરજિયાત કરાયું છે. જે લોકો આ સમયમાં આધાર વેરિફિકેશન નહીં કરાવે તેમણે ઊંચી બજાર કિંમતે એલપીજી ગેસનો બાટલો ખરીદવો પડશે. સરકારે કહ્યું કે, એલપીજીનો સબસિડીવાળો બાટલો યોગ્ય પરિવારો સુધી પહોંચે તે નિશ્ચિત કરવા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જણાવ્યું કે, જે ગ્રાહકોએ આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી લીધું છે તેમણે કોઈ વધુ કાર્યવાહી કરવાની જરૂર નથી. દેશમાં અત્યાર સુધીમાં ૨૭.૪૩ કરોડ…

Read More

ઝારખંડના લીલાછમ જંગલોમાં સાપની જેમ ભાગતી Vande Bharat Expressનો અદભુત વીડિયો રેલવે મંત્રીએ શેર કર્યો Ranchi, તા.૨૦ ઝારખંડને કુદરતનું ઘર કહીએ તો પણ ખોટું નહીં પડે. ચારે તરફ લીલાછમ જંગલો, ઊંચા-ઊંચા પહાડો, ખળખળ વહેતી નદીઓ, પાણીથી છલોછલ ડેમ અને જંગલો વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન-ફોરલેન રસ્તાઓનો નજારો ખરેખર મનમોહક છે. હવે ઝારખંડની આ જ કુદરતી સુંદરતામાંથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઝારખંડની હરિયાળી અને પહાડોની સુંદરતા દર્શાવતો ડ્રોન વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નારંગી રંગની વંદે ભારત એક્સપ્રેસ લીલાછમ જંગલો વચ્ચેથી પસાર થતી જોવા મળે…

Read More

Mumbai, તા.૨૦ મુંબઈના કાચોકી વિસ્તારમાં લાલબાગ મહાગણપતિ પંડાલ પાસે મોડી રાત્રે મોટો અકસ્માત થયો. અહીં વીજળીનો આંચકો લાગવાથી એક ૮ વર્ષની બાળકીનું મોત થઈ ગયું. પંડાલની બહાર અચાનક કરંટ ફેલાઈ ગયો હતો, જેની ચપેટમાં ઘણા લોકો આવી ગયા હતા. પ્રારંભિક માહિતી મુજબ, આ ઘટનામાં ૫ બાળકો અને કિશોરો કરંટની ચપેટમાં આવી ગયા હતા. ૮ વર્ષની રાગિણી યાદવનું કરંટ લાગવાથી મોત થઈ ગયું. વળી, અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૃતક બાળકીના સંબંધીએ જણાવ્યું કે પંડાલ પાસે લાગેલી વીજળીની લાઈનમાં એક લાઈટ લાગેલી હતી. અહીં જ બાળકીને કરંટ લાગ્યો. મૃતક બાળકીની સંબંધી કિસ્મત યાદવે જણાવ્યું, અમે રાત્રે આશરે ૨ વાગ્યે પહોંચ્યા…

Read More

એશિયન ગેમ્સમાં દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું New Delhi, તા.૨૦ India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ૨૦૨૬ એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને તેનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે. સેમિફાઇનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને ૧૯૫ રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ ૧૦૦ રનની ઐતિહાસિક ઇનિંગ રમી. ૧૯૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની સમગ્ર ટીમ ૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમે આ મુકાબલો ૧૧૪ રનથી પોતાના નામે કર્યો. હવે ૨૦૨૬ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થશે, જેણે પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને ૮ વિકેટે હરાવ્યું હતું. ભારત…

Read More

New Delhi, તા.૨૦ Asian Games ૨૦૨૬ માં ૨૦ સપ્ટેમ્બર અને રવિવારે ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે પહેલું સિલ્વર મેડલ જીતી લીધું છે. ભારતની દીકરીઓએ ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. આ ટીમ ઈલાવેનિલ વલારિન, સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમ્કલની હતી. ભારત માટે રવિવારનો દિવસ ખાસ રહ્યો છે. એશિયન ગેમ્સમાં રાઈફલ શૂટિંગ ટીમ ઈવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યું છે. ભારતની ૩ શૂટર ઈલાવેનિલ વલારિન, સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમ્કલે ટીમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેમણે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારત માટે રજત પદક જીત્યું છે. આઈચી પ્રીફેક્ચરલ જનરલ શૂટિંગ ગેલેરીમાં ભારતીય ટીમે ૬-૬ સીરીઝની…

Read More

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદાર શરૂઆત કરી છે : ભારતીય મહિલા Hockey ટીમે ઉઝબેકિસ્તાનને  હરાવ્યું New Delhi, તા.૨૦ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે રવિવારે શાનદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય મહિલા Hockey ટીમે પોતાની પ્રથમ જ મેચમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કરારી હાર આપી હતી. આ મેચમાં દીપિકાએ એકલા ૮ ગોલ કરીને ભારે સુર્ખીઓ બટોરી હતી. બીજી તરફ, ભારતીય મહિલા શૂટિંગ ટીમે ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું મેડલ ખાતું પણ ખોલી દીધું છે. ભારતીય મહિલા હોકી ટીમે મેચની શરૂઆતથી જ ઉઝબેકિસ્તાન પર દબાણ જાળવી રાખ્યું હતું. છઠ્ઠી મિનિટે લાલરેમસિયામીએ ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. નવનીત…

Read More

Mumbai, તા.૨૦ મુંબઈના કોસ્ટલ રોડ પર સર્જાયેલા ગંભીર BMW કાર અકસ્માતમાં અમદાવાદના એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ અમદાવાદના નવરંગપુરા સ્થિત સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને વૈભવી પરિવારના પુત્ર શનાય ગજ્જર તરીકે થઈ છે, જે મુંબઈ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પિતા તાત્કાલિક મુંબઈ જવા રવાના થયા હતા. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને આઘાતમાં સરેલો પરિવાર કેમેરા સમક્ષ કંઈપણ બોલવાથી દૂર રહ્યો હતો. જોકે, ઘરમાં હાજર ફાલ્ગુનભાઈના માતાએ શનાય તેમનો જ પૌત્ર હોવાની અને અકસ્માતગ્રસ્ત BMW કાર પણ ફાલ્ગુન ગજ્જરના નામે જ હોવાની…

Read More

ડિસેમ્બર ૨૦૨૬માં મુદત પૂરી થતા, ભારત રાષ્ટ્રીય હિતો અને રાજ્યોની જરૂરિયાત ધ્યાને લઈ નિર્ણય કરશે New Delhi, તા.૨૦ પાકિસ્તાન સાથેના સિંધુ જળ સમજૂતીને સ્થગિત કર્યા બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મહત્વપૂર્ણ ફ્રક્કા જળ સંધિ પણ મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. આગામી ડિસેમ્બર ૨૦૨૬માં આ સંધિની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને રાજ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને આગળ વધારવા અંગે ગંભીર મંથન કરી રહ્યું છે. ખાસ કરીને બિહારમાં આ સંધિ સામે ભારે વિરોધના સુર ઉઠી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકાર પર પણ દબાણ વધ્યું છે. બિહાર સરકાર અને શાસક પક્ષ જનતા દળ (યુનાઇટેડ)…

Read More