Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    • Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»રોજીંદી બોલીમાં વપરાતાં અંગ્રેજી શબ્દો એ, 200 વર્ષ સુધી રાજ કરનાર બ્રીટીશરોની દેન છે
    લેખ

    રોજીંદી બોલીમાં વપરાતાં અંગ્રેજી શબ્દો એ, 200 વર્ષ સુધી રાજ કરનાર બ્રીટીશરોની દેન છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 26, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    હે ઈશ્વર.
               આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં જ માતૃભાષા દિવસ ગયો, પણ ચિંતનનાં વિષયો નક્કી હોય એટલે એ દિવસે એની પર લખાયું નહીં. માતૃભાષા એટલે આપણે જ્યાં જન્મીને જે શીખ્યાં ત્યારથી જે બોલી બોલીએ એ! અને એ રીતે આપણી માતૃભાષા ગુજરાતી. કોઈ પણ ભાષાની અભિવ્યક્તિ સાહિત્ય દ્વારા થાય, અને આપણે ત્યાં સાહિત્યનાં નવ રસ છે. એમાં શ્રૃંગાર, હાસ્ય, વીર, કરુણ, રૌદ્ર, બિભત્સ, ભયાનક, અદભૂત, અને શાંત. મોટેભાગે બધાનાં જીવનમાં હવે હાસ્યરસની કમી થતી જાય છે, અને મેડિકલ સાઈન્સ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે, હાસ્ય એ એક ઔષધિ છે. મનોરંજનનાં સાધનોમાં ટીવી, ફિલ્મ, કે સિરીઝ જે જુવો તે અત્યારે બિભત્સ અને ભયાનક રસની‌ અતિશયોક્તિથી ભરેલા હોય, અથવા તો ષડયંત્રથી ભરેલ પારિવારિક રાજકારણ! એટલે
    સાવ નિર્દોષ હાસ્ય માટે ઈન્સ્ટાગ્રામ પરની રીલ જોતી હતી, તો એમાં ડો નિમિત્ત ઓઝાની માતૃભાષા પરની એક રીલ જોઈ! અને એમણે કહ્યું કે આપણે ઘરમાં ખોટું સાચું ઈંગ્લીશ શું કામ બોલવું જોઈએ? સો ટકા એમણે પોતાનાં ફોલોવર્સ ને સાચી જ શીખ આપી છે! અને આ રીલનો સંદર્ભ લેવાનું તાત્પર્ય માત્ર આટલું જ હતું. પણ આ જ વાતને જરાક જુદી રીતે મુલવીએ! અમુક ઈંગ્લીશ શબ્દો આપણી માતૃભાષાનાં જ હોય, એમ આપણાં જીવનમાં વણાઈ ગયાં છે, અને એને તમે કેમ છોડી શકો! તો ચાલો આજે‌ માતૃભાષા દિવસને જુદી રીતે જોઈએ.‌ માતૃભાષા દિવસે આપણે આપણી ભાષાને જ મહત્વ આપવું, એવાં કેટલાંય વિડીયો અને મેસેજ આવ્યા! ખરેખર આપવું જ જોઈએ પણ છતાં..
     થેંક્યું, સોરી, પ્લીઝ, બ્યુટીફુલ, વેરી ગુડ, બેસ્ટ, શોપિંગ, ફ્રેન્ડ, ડાયેટ પ્લાન, નયુટ્રીશન વેલ્યુ, નોલેઝ, લીસ્ટ, બિલ, ડીલ, ડીગ્રી, ફાઈનલ, ડાઉટ, ઓફ કોર્સ, ઈવન, પ્રેગ્નન્સી, ઓફિસ, મશીન પ્રેઝન્ટેશન, આમ શોધવાં બેસીએ તો લાઈક થી લવ સુધીનાં આપણી રોજિંદી બોલીમાં બોલાતાં આવાં શબ્દોનું લાંબુ લીસ્ટ થાય! દાખલા તરીકે આપણે કોઈ સાથે ભટકાઈ એ તો સ્વાભાવિક સોરી બોલાઈ જાય, અને આપણાં હાથમાં કોઈ વસ્તુ હોય એ કોઈ ઉઠાવી ને આપે એટલે, થેન્કસ જ બોલાય‌ જાય, કોઈ સારું કામ કરે તો વેરી ગુડ, સુંદર જોઈએ તો વેરી બ્યુટીફુલ વગેરે. લાઈટ નું બિલ, ટેલિફોન નું બિલ, ઘરનાં સાધનો ફ્રીઝ, મોબાઈલ, રિચાર્જ, ચાર્જર, બેટરી, ટીવી, એસી વોશિંગ મશીન જેવાં શબ્દો ઈંગ્લીશ જ છે! છતાં આપણે એકદમ સહજ બોલીએ છીએ! અને ઘણાં શબ્દો તો એવાં છે, જેનું ગુજરાતી પણ ઘણાં જાણતાં નહીં હોય! જેમ કે આપણાં વ્યસાય એટલે કે પ્રોફેશનમાં ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર, કોન્ટ્રાક્ટર, મિકેનીક, નર્સ, એડવોકેટ, પાયલોટ, ઇન્સ્પેક્ટર, પોલીસ, કુક, ડ્રાઈવર, પ્લેયર, ક્રિકેટર વગેરે અને જે તે વિષયનાં નિષ્ણાત હોય એણે આગળ માસ્ટર જ લખ્યું હોય છે! સ્કૂલ, કોલેજ, કોચિંગ, યુનિવર્સિટી ટ્યુશન વગેરે.. કોર્ટ પણ ઈંગ્લીશ શબ્દ જ છે, અને આજેપણ જજ ચૂકાદો સંભળાવે ત્યારે ઓર્ડર ઓર્ડર જ બોલે છે! આદેશ.. આદેશ.. એમ નથી બોલતાં!  વીટામીન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બ્લડ, હિમોગ્લોબિન, કોલસટ્રોલ, કે , ટીબી, કેન્સર, બીપી, હાર્ટએટેક, વેઇન બ્લોક, ડાયાબિટીસ, એબોસિટી, વાયરલ ઇન્ફેક્શન,  ઈન્જેકશન, ટ્યુબ, કેપ્સ્યુલ જેલ, પેસ્ટ. જમવામાં ચીઝ, બટર, પનીર, મિલ્ક, યોગર્ટ, અને ચોકલેટ, કેક, પેસ્ટ્રી, કુકીઝ વગેરે એનાથી પણ આગળ જઈએ તો પચાસની નોટ, સોની નોટ અને પાંચસોની નોટ માં પણ નોટ‌ ઈંગ્લીશ શબ્દ છે!; ટૂંકમાં આ શબ્દો આપણાં જીવનનો હિસ્સો બની ગયાં છે, એ સત્ય નકારી શકાય એવું નથી. પહેલાં પણ લોકો બોલતા જ! કારણ કે અંગ્રેજો એ આપણી પર લગભગ 200 વર્ષ રાજ કર્યું! 1608 માં વેપાર અર્થે આવેલાં બ્રિટિશરો એ પગ પેસારો કર્યો, અને 1757 થી 1947 સુધી રહ્યાં ! ગાંધીજી સરદાર નહેરું વગેરે વિદેશમાં જઈને બાર કાઉન્સિલ ની ડીગ્રી મેળવી, અને આઝાદીની લડતમાં બ્રીટીશરો સાથે ઈંગ્લીશમાં જ બોલતાં, અને એ રીતે જ આઝાદી સુધી એમની સાથે કોમ્યુનિકેશન કર્યું.
      ગુજરાતી સભ્ય સમાજ એ બે ત્રણ કારણોથી આ શબ્દોને સહજ સ્વીકારી લીધાં છે! એનું પહેલું કારણ આપણે જોયું એમ અંગ્રેજ શાસન ની આ દેન છે કે ભેટ છે! બીજું સંતાનો, 45 થી 55 વર્ષનાં વયસ્કોને જીવનમાં ઘણાં બધાં સમાધાન કરવાં પડતાં હોય છે! કારણ કે નહીં તો વધતાં જતાં જનરેશન ગેપને રોકીશું કેમ ? ઈંગ્લીશ મીડિયામાં ભણેલા સંતાનો માટે અમુક શબ્દો સહજ છે, જમવાની વાત હોય, પહેરવેશ ની વાત હોય, શોખ ની વાત હોય, છોકરાં છોકરી સાથેની ફ્રેન્ડશીપ ની હોય, ફરવાની એટલે કે ટૂર પર જવાં માટે હોય, અને ટીવી વગેરે જોવાની વાત હોય, આપવા લેવાનાં વ્યવહારની એટલે કે ગિફ્ટ ની વાત હોય, તો ત્યાં આપણાં આગ્રહો એને આપણાથી દૂર લઈ જાય‌, અને એ હવે પોષાય એમ નથી. હજી એક એવું કારણ છે કે જે સૌથી મહત્વનું છે, અને એ છે અન્ય દેશમાં આપણી સંસ્કૃતિને લઈ જવી, અને ત્યાંના લોકોને એનાથી આકર્ષિત કરવા, સૌની સાથેનો આત્મિયતા ભર્યો વ્યવહાર જોઈને, એને સનાતન સંસ્કૃતિ વિશે વિચારતા કરવાં! અને આ રીતે આપણી સંસ્કૃતિનું વર્ચસ્વ વધારવું! જે આપણી સરકાર કરી રહી છે! અને એ રીતે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવાં ક્રિશ્ચન દેશોમાં મીની ઈન્ડિયા હવે જીવે છે, ભલે વેપાર અર્થે, પણ ત્યાં આપણી દરેક ચીજવસ્તુઓ મળે છે, અને એ લોકો પણ આપણાં પહેરવેશ તહેવાર કે ખાણીપીણીથી પ્રભાવિત થયા છે!
    કોઈપણ બે અલગ અલગ સંસ્કૃતિનાં લોકો મળે ત્યારે એમની વચ્ચે કોમ્યુનિકેટ કરતું કોઈ માધ્યમ હોય તો એ ભાષા છે! સોરી કે થેન્કસ એ શબ્દ ભલે અંગ્રેજી હોય, પણ એ સમયે આપણી ભૂલ થઈ છે, કે કોઈ મદદ કરે તો આભાર નો ભાવ ઉપસ્થિત થવો, એ માનવતા એવંમ સનાતન સંસ્કૃતિની જ ગરિમા વધારતી વાત છે. સાંપ્રત સમયનાં સમાજમાં યુવાનો માટે લગ્ન કે પરિવાર ની પ્રણાલી પણ તૂટતી જાય છે, ત્યારે શું એવું નથી લાગતું, કે કોઈ પણ વાતનાં કે જાતનાં આપણાં આગ્રહો વધુ ખરાબ પરિણામ માટે કારણભૂત બની શકે એમ છે! છેલ્લે માતૃભાષા દિવસે જેટલાં જેટલાં એ આવાં મેસેજ મુક્યાં છે એમને એક સવાલ, કે શું તે ઉપર જણાવેલ શબ્દો વ્યવહાર બોલીમાં નથી વાપરતાં? મારા ઘરની યંગ જનરેશન ની વાત કરું તો વર્ક ફ્રોમ હોમ વખતે જે ઓફિસ કોલ આવે ત્યારે એમનું અંગ્રેજી સાંભળીને પ્રાઉડ ફિલ થાય! પણ પછી ઘરમાં એવો ક્યારેય પોતે આટલાં નોલેજીબલ છે, એવું દેખાડતાં નથી! પ્યોર નાગરી અને એ પમ કાઠિયાવાડી લહેકા સાથે. તો આપણી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માતૃભાષાની મુલવણી સકારાત્મક રીતે કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
       લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.