(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં ખેતીકામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં ખુશાલીબેન દિનેશભાઈ પીપરોતર (ઉ.વ. આશરે ૧૮ વર્ષ)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ખુશાલીબેન પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટી રહી હતી. દરમિયાન ઝેરી દવાની અસર થતાં તેની તબિયત બગડી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ અંગે માતા હીરીબેન દિનેશભાઈ પીપરોતરની જાણના આધારે શેઠવડાળા પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

