Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Sri Lankaમાં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    ખેલ જગત

    Sri Lankaમાં ભારતીય પેસરોની `ટેસ્ટ’

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 13
    શ્રીલંકા સામેની ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ઝડપી બોલરોની કસોટી થશે. સ્પિનરો માટે સાનુકૂળ પિચ પર પોતાની સ્વિંગથી વિકેટ લેવી ભારતીય પેસરો માટે આસાન નહીં હોય. ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી મોહમ્મદ સિરાજ પર રહેશે.

    ટીમ મેનેજમેન્ટ તેમની સાથે બીજા પેસર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા વળી ગુરનૂર બરાડ અને આકિબ નબીમાંથી કોને ડેબ્યૂની તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલમાં શરૂ થશે.

    અહીંની ધીમી પિચ પર ફિરકીબોલરોનું રાજ ચાલે છે. આનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં સૌથી વધુ વિકેટ લેનારા ટોચનાં દસ બોલરોમાં માત્ર એક જ ઝડપી બોલર (ચામિંડા વાસ, 27 વિકેટ, સાતમા સ્થાને) છે. તે પણ 30 વિકેટનો આંકડો સ્પર્શી શક્યા નથી, જ્યારે વિકેટ લેનારા બાકીનાં પાંચ બોલરોમાં તમામ સ્પિનર છે. આમાંથી બે સત્તાવનથી વધુ જ્યારે ત્રણ પચાસથી વધુ વિકેટ લઈ ચૂક્યાં છે.

    જસપ્રીત બુમરાહની ફિટનેસ સાથે જોડાયેલા પડકારો વચ્ચે સિરાજ પર માત્ર નવી બોલથી શઆતી વિકેટ અપાવવાની જ નહીં, પરંતુ લાંબા અને આક્રમક સ્પેલ ફેંકીને બોલિંગ આક્રમણને મજબૂતી આપવાની પણ જવાબદારી હશે.

    ચારેય ભારતીય ઝડપી બોલરો પહેલીવાર શ્રીલંકાની ધીમી પિચ પર ટેસ્ટ રમશે. સિરાજની ખાસિયત માત્ર તેમની ગતિ અથવા બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ક્ષમતા નથી; તેમની સૌથી મોટી તાકાત લાંબા સમય સુધી સતત બોલિંગ કરવાની ક્ષમતા છે.

    હાલમાં જ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરીઝમાં તેમણે 185.3 ઓવર બોલિંગ કરી હતી. આ છતાં સિરીઝની છેલ્લી મેચ સુધી તેઓ પ્રભાવશાળી બની રહ્યાં. આ તેમની શારીરિક ફિટનેસ અને માનસિક મજબૂતી બંનેનું પ્રમાણ છે.

    શ્રીલંકા એકાદશ સામેની અભ્યાસ મેચમાં તેમણે બેટથી પણ ઝડપી રન બનાવીને નીચલા ક્રમમાં ઉપયોગી યોગદાન આપવાની ક્ષમતા દર્શાવી છે માટે બોલથી તો ભારતને ઉમ્મીદ હશે જ, સાથે જ જરૂર પડ્યે બેટથી પણ કેટલાક રન ઉમેરી શકે છે.

    પંજાબના ઊંચા કદના 26 વર્ષીય ગુરનૂરને પદાર્પણની તક મળી શકે છે. તેમણે અભ્યાસ મેચમાં ન માત્ર શ્રીલંકન બેટ્સમેનોને પરેશાન કર્યા બલ્કે ત્રણ વિકેટ પણ ઝડપી. વધારાનો ઉછાળ, ઝડપી રફતાર અને આક્રમક વલણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે.

    નાના-નાના સ્પેલથી તે બેટ્સમેનોની લય તોડવાની અને મેચની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. જમ્મુ-કાશ્મીરને રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા નબીને રાહ જોવી પડી શકે છે.

    ગોલમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના દસ બોલરોમાં એક પેસર
    ગોલમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચનાં 10 બોલરોમાં માત્ર એક જ ઝડપી બોલર શ્રીલંકાનાં ચામિંડા વાસ છે. મુરલીધરન (111) પહેલાં, રંગના હેરાથ (102) બીજા, પ્રભાત જયસૂર્યા (81) ત્રીજા, રમેશ મેન્ડિસ (64) ચોથા અને દિલવાન પરેરા (57) પાંચમા ક્રમે છે અને આ તમામ સ્પિનરો છે. ભારત તરફથી અશ્વિને ચાર ઈનિંગ્સમાં 3.21ની ઈકોનોમીથી સૌથી વધુ 14 વિકેટ ઝડપી છે.

    રહાણે કમેન્ટ્રીથી કરશે પોતાની નવી ઈનિંગની શરૂઆત 
    ભારતનાં પૂર્વ બેટ્સમેન અજિંક્ય રહાણે આ બે મેચની સિરીઝથી ટેસ્ટ કમેન્ટ્રીમાં પદાર્પણ કરશે. તેમને સોની સ્પોર્ટ્સ નેટવર્કના કમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યાં છે. રહાણેએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પદાર્પણ કર્યાના લગભગ 18 વર્ષ સુધી ચાલેલી પોતાની શાનદાર ક્રિકેટ કારકિર્દીને હાલમાં જ અલવિદા કહ્યું હતું. તેઓ કમેન્ટ્રેટર તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. તેમણે કહ્યું કે, તેઓ ટેસ્ટ કમેન્ટ્રીની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છે.

    જાડેજા બની શકે છે એક્સ ફેક્ટર
    અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાના એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. બોલરોમાં જાડેજા અને કુલદીપને જ શ્રીલંકામાં ટેસ્ટ રમવાનો અનુભવ છે. જાડેજાએ અહીં એક મેચની બે ઈનિંગ્સમાં 2.91ની ઈકોનોમીથી સાત વિકેટ ઝડપી છે. સાથે જ 153 રન પણ બનાવ્યા છે.

    વળી કુલદીપે એક મેચમાં 3.20ની ઈકોનોમીથી પાંચ વિકેટ ઝડપી છે. જાડેજાની સાથે માનવ સુથારને રમાડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે અભ્યાસ મેચમાં બોલ અને બેટ બંનેથી પોતાને સાબિત કર્યા છે.

    અફઘાનિસ્તાન સામે પદાર્પણ મેચમાં તેમણે ઈનિંગ્સમાં પાંચ વિકેટ સહિત કુલ સાત વિકેટ ઝડપી હતી. ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ અને સારાંશ જૈનમાંથી કોઈ એકને તક મળશે.

    સિરાજને માફક આવે છે વિદેશી પિચો 
    સિરાજને વિદેશી પિચો ખૂબ માફક આવે છે. તેમણે પોતાની કુલ ટેસ્ટ વિકેટોમાંથી મોટા ભાગની વિકેટો વિદેશમાં ઝડપી છે. તેમણે પોતાની સ્વદેશી ધરતી પર 25.71 ટકા (36) વિકેટ ઝડપી છે. જેમાંથી સૌથી વધુ 46 વિકેટ ઈંગ્લેન્ડમાં છે.

    મુખ્ય આંકડાકીય હાઈલાઈટ્સ
    ► 01 વર્તમાન ભારતીય ટીમનાં ઝડપી બોલરોમાંથી કોઈએ આ પહેલાં શ્રીલંકામાં એક પણ ટેસ્ટ મેચ રમી નથી.
    ► 08 ગોલમાં ભારતીય પેસરો તરફથી ઈશાંત શર્માએ છ ઈનિંગ્સમાં 4.25ની ઈકોનોમીથી સૌથી વધુ 8 વિકેટ ઝડપી છે.
    ► 05 ટેસ્ટ મેચ ભારતે ગોલમાં રમી છે, જેમાંથી બે જીત્યા છે અને ત્રણ હાર્યા છે. 2017માં રમાયેલી છેલ્લી મેચમાં ભારત 304 રનથી જીત્યું હતું.

    Indian pacers Sri Lanka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleફીટ દેખાવા હવે Indian players વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    Next Article Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ, રાત્રીનાં અંધારપટ્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026
    ખેલ જગત

    નીરુ ધાંડાએ Asian Gamesમાં ઇતિહાસ રચ્યો, ભારતે પોતાનો પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

    September 29, 2026
    ખેલ જગત

    Rohit Sharma બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી

    September 28, 2026
    ખેલ જગત

    Asian Games ૨૦૨૬ ની બીજી ક્વાર્ટર-ફાઇનલ મેચ વરસાદને કારણે રદ, ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી

    September 28, 2026
    ખેલ જગત

    રેકોર્ડનો પીછો કરતો નથી,પડકાર હંમેશા સ્તર વધારવાનો હોય છે Virat Kohli

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:09
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.