(મિલાપ રૂપારેલ)
Amreli, તા.13
અમરેલીનાં પાદરમાં જનતા જનાર્દનનાં પરસેવાનાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવાયેલ ઠેબી જળાશય અને આસપાસ જાળવણી કરવામાં સિંચાઈ વિભાગનાં અધિકારીઓ નિષ્ફળ સાબિત થઈ રહૃાા છે.
ઠેબી જળાશયનાં પાળા ઉપર સવારનાં સુર્યોદય બાદ પણ એક બાજુની લાઈટ ઝગમગતી જોવા મળી તો રાજકોટ રોડની પેલે પાર આવેલ પાળા ઉપરની લાઈટ રાત્રિનાં સમયે પણ બંધ જોવા મળે છે.
આમ, એકબાજુ લાઈટ બંધ કરાતી નથી અને બીજી બાજુ શરૂ કરાતી નથી તેમજ જળાશય નજીક બનાવવામાં આવેલ માર્ગનું કાર્ય પણ અધુરૂ છોડી દેવાયું છે. તો પાળા ઉપર માટી લગાવવી, પથ્થર નવા લગાવવા, રંગરોગાન કરવા સહિતની કામગીરી પણ કરવામાં આવતી નથી.
શહેરનાં ગૌરવસમા ઠેબી જળાશય ઉપર મોર્નિંગ અને ઈવનીંગ વોકર આવતા હોય છે. તો રવિવારનાં સાંજે પણ જનમેદની ઉમટતી હોય છે. શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ભભવોકભભ માટે આવતા હોય છે અનેસૌ બેદરકારી નિહાળી રહૃાા છે.
જો રાજય ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર અથવા શનિવારે મોર્નિંગ વોક માટે ઠેબી જળાશય જવાનું નકકી કરે તો જ જળાશયને લગત સમસ્યાઓનું યુઘ્ધનાં ધોરણે નિરાકરણ આવી શકે તેમ છે. તેવું શહેરીજનો કહી રહૃાા છે.

