Rajkot તા.૫ઃ
શહેરના મહુડી પ્લોટ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા ૪૭ વર્ષીય પ્રૌઢે ગઈ કાલે પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ની ને જાણ કરતા ટીમે પ્રૌઢને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી હતી ઘટનાની પત્ની દસ દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી જતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મવડી પ્લોટ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક આદર્શ એવન્યુ પાછળ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા દેવાણંદભાઈ જેઠાભાઈ કુંભારવાડીયા ઉંમર ૪૭ વર્ષીય પ્રોઢે ગઈ કાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક ૧૦૮ ટીમને જાણ કરતા એમ્બ્યુલન્સ ટીમે ઘટના સ્થળ પર દેવાણંદભાઈ મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક ની પત્ની દસ દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી જતા પોતે ગુમ સુમ રહેતા હોવાથી અંતિમ પગલૂ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ જાણવા મળી રહ્યું છે મૃતક સંતાનમાં એક પુત્ર એ પિતાની છત્ર છાયા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના કેલ્વિનભાઈ સાગર વધુ તપાસ હાથ ધરી છે

