કેટરિંગના બહાને ૧૨ વર્ષની બાળાને મકાનમાં ગોંધી રાખી દેહવેપાર કરાવ્યો, મકાન માલિક સહિત બેની ધરપકડ
Rajkot તા.૫ઃ
શહેરમાં ૧૨ વર્ષની બાળાને કેટરિંગમાં કામે લઇ જવાને બહાને માંડાડુંગર વિસ્તારના મકાનમાં લઇ જઇ ગોંધી રાખી બળજબરીથી દેહવેપલો કરાવવાના બનાવમાં જેલ હવાલે રહેલી બે પેકી એક મહિલાની જામીન અરજી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પુનિતનગર ટાંકાની સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી રેખાબેન મહેશભાઈ સાગઠીયા નામની મહિલા કેટરિંગમાં કામે લઇ જવાને બહાને૧૨ વર્ષ પ મહિના વાળીને કિશોરીને આજીડેમ વિસ્તારમાં માંડાડુંગર પાસે શિવમપાર્ક રહેતી અલ્પાબેન ઉર્ફે ભુરીબેન મહેશભાઈ ગળચર નામની મહિલાના ઘરે લઈ જઈ દેહવેપાર કરાવતા હોવાની આજી પોલીસ સ્ટેશનમાં સંગીરાની માતા એ ગત તારીખ ૧૫-૯-૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેખાબેન સાગઠીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરી હતી.
હાલ જેલમાં રહેલી મહિલા રેખાબેન સાગઠીયાએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્રારા જામીન અરજી નો વિરોધ કરી રજૂઆત કરેલ કે મહિલા સામે સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ગુનો છે મહિલા રેખાબેન સાગઠીયા અન્ય મહિલા આરોપી અલ્પાબેન ઉર્ફે ભુરીબેન ગળચરના ઘરે લઈ જઈ તેની સાથે નવા પુરુષો સાથે લોહીનો વેપાર કરાવવાનું કામકાજ કરાવતી હતી આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી પાછા આવા ગુના આચરશે તેવી રજૂઆત કરી તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ આઇ બી પઠાણે મહિલા આરોપી રેખાબેન સાગઠીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

