Rudraprayag, તા.6
સતત વરસાદના કારણે ભૂસ્ખલનની આશંકાથી કેદારનાથ યાત્રા શુક્રવારે બપોરે 1 વાગ્યે રોકી દેવામાં આવી હતી. હવામાનને જોઈને શનિવારે સવારે યાત્રા શરૂ કરી દેવાશે. આ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રીઓને વિભિન્ન પડાવોમાં રોકી દેવામાં આવ્યા છે.
વરસાદથી કેદારનાથ પગપાળા માર્ગ પર ભૂસ્ખલન અને પહાડો પર પથ્થર પડવાનો ખતરો વધી ગયો હતો. શુક્રવારે કેદારનાથ માર્ગ પર ચીરબાસા હેલીપેડની નજીક પહાડી પરથી પથ્થર પડવા લાગતા તેનાથી એક ઘોડા સંચાલકનું મોત થયું હતું.
આ દુર્ઘટનામાં એક યાત્રી ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ઘાયલ યાત્રીની સારવાર માટે તેને ચીકીત્સા કેન્દ્ર ગૌરી કુંડ મોકલ્યો હતો.
બીજી બાજુ ઉખીમઠમાં ફાટાથી બદરીનાથ માટે ઉડાન ભરી રહેલા સેંડમ કંપનીના એક હેલિકોપ્ટરે હવામાન ખરાબ થવા પર રાજકીય ઈન્ટર કોલેજ ઉખીમઠના મેદાનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. 40 મીનીટ બાદ હવામાન ચોખ્ખુ થયા બાદ હેલિકોપ્ટરે ફાટા માટે ઉડાન ભરી હતી.
બીજી બાજુ નિશ્ચિત સમય પહેલા વરસાદ શરૂ થવાથી ચારધામમાં યાત્રીઓની સંખ્યા ઘટી છે. પહેલા દર્શન કરનારાઓની સંખ્યા દરરોજ 1 લાખથી હતી જે હવે 62 હજાર થઈ છે.

