બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી, પોલીસ મથકમાં ફરિયાદ
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૭ઃ
માળિયા તાલુકાના હરીપર ગામ નજીક પુરપાટ જતો ટ્રક એસટી બસ પાછળ અથડાયો હતો અને ટ્રકની ટક્કર લાગતા એસટી બસ આગળ જતી બોલેરો પીકઅપ સાથે અથડાતા બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
જસદણના આટકોટ રોડ પર રહેતા અને મુન્દ્રા ડેપોમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મગળુ જીલુભાઈ ધાધલ (ઉ.વ.૪૦) વાળાએ ટ્રક જીજે ૩૯ ટીએ ૬૬૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬ ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કંડલા મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક ફરિયાદીની એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૪૩૮૯ પાછળ ઠોકર મારી હતી જેથી ફરિયાદીની બસ આગળ જતા અજાણ્યા બોલેરો પીકઅપ સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં બસમાં સવાર મુસાફર દયારામભાઈ અજાભાઇ રાજગોર રહે મોરબી ત્રાજપર વાળાને સામાન્ય ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

