(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧
માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીક નેશનલ હાઈવે પર એસટી બસ ડમ્પર પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં એસટી બસમાં સવાર મહિલા સહીત પાંચ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મધ્યપ્રદેશના વતની હાલ રાજકોટ માધાપર ચોકડીએ રહેતા મુકેશ કાલુભાઈ ભુરીયા (ઉ.વ.૩૨) વાળાએ એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૧૫૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ગત તા. ૩૧ જુલાઈના રોજ એસટી બસના ચાલક મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે પર ખીરઈ ગામના પાટિયા પાસે ફરિયાદીના ડમ્પર પાછળ એસટી બસ અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં એસટી બસમાં સવાર રાહુલ ભવાનભાઈ ઠાકોર, રવીન્દ્ર કાન્તાસિંહ પરમાર, રામજી મેઘજી વણકર, મુમતાજબેન સાલેમામદ કાતિયાર અને સુલતાન સાલેમામદ કાતીયાર એમ પાંચ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

