(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૨ઃ
મેસરિયા ગામના રામજી મંદિર પાસે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી મહિલા સહીત ચાર ઇસમોએ પાઈપ વડે યુવાનને માથામાં મારી ઈજા પહોંચાડી હતી વાંકાનેર તલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા (ઉ.વ.૩૪) વાળાએ ગામમાં રહેતા આરોપીઓ વિશાલ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઈ વાળા, બાદલ હેમુભાઈ વાળા અને હંસાબેન હેમુભાઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સાથે આરોપી વિશાલને બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી એક જ પરિવારના ચાર ઇસમોએ મેસરિયા ગામના રામજી મંદિર પાસે ચોરે યુવાન સાથે મારામારી કરી હતી જેમાં આરોપી વિશાલ લોખંડ પાઈપ વડે યુવાનને માથામાં મારી ઈજા કરી હતી તેમજ હંસાબેને પકડી રાખ્યો હતો અન્ય આરોપીઓએ માર માર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

