વાર્ષિક માત્ર ૩૬૫ની ફીમાં ભણતા રાજકોટ ગુરુકુળના બે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ
Rajkot તા.૧૨ઃ
રહેવા-જમવાની સુવિધા સાથે વાર્ષિક માત્ર ૩૬૫ની ફીમાં શિક્ષણ આપતી રાજકોટની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ જઝઊખ અને રોબોટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓ પરમાર હર્ષિવ ચેતનભાઈ અને સાંકરેચા આર્યન જયેશભાઈએ ઠજછઘ (ઠજ્ઞહિમ જઝઊખ છજ્ઞબજ્ઞશિંભત ઘહુળાશફમ) નેશનલ ચેમ્પિયનશિપમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી છે.
જુલાઈ ૨૦૨૬માં યોજાયેલી ઠજછઘ રાજકોટ રિજનલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ બંને વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર ૨૦૨૬માં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું હતું. તેઓ આગામી ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન રોમ, ઇટાલી ખાતે યોજાનારી ઠજછઘ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગુજરાત અને ભારતનું ગૌરવ વધારવા પ્રયત્ન કરશે.
વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકો શ્રી હિતેશ પી. ભૂંડિયા તથા શ્રી જે. પી. વેકરીયાના માર્ગદર્શન હેઠળ જળફિિં ઇશિમલય ઘદયહિજ્ઞફમ ખજ્ઞક્ષશજ્ઞિંશિક્ષલ અીજ્ઞિંળફશિંભ ઝફિરરશભ ઉશદયતિશજ્ઞક્ષ જુતયિંળ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં સેન્સર દ્વારા પુલ પરના વાહનોનું વજન અને ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવે છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ભાર નોંધાતાં ટ્રાફિકને આપમેળે વૈકલ્પિક માર્ગ તરફ વાળવાની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. પુલ પર વધતા ભારનું સમયસર નિરીક્ષણ અને ટ્રાફિકનું નિયંત્રણ કરીને સલામતી વધારવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી આ શાળાના વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તરેથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવું સંસ્થા અને રાજકોટ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તક મળે તો ઓછી ફીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પોતાની પ્રતિભા પુરવાર કરી શકે છે.
વિદ્યાર્થીઓની આ સફળતા બદલ રાજકોટ ગુરુકુળના ગુરુવર્ય ગુરુમહારાજ પ.પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી પ.પૂ. શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શાળા વ્યવસ્થાપક પૂ. જનમંગલદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતોએ બંને વિદ્યાર્થીઓને વિજયી ભવઃથના આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી કે. જી. દવે, શ્રી મહેશભાઈ વાડદોરિયા અને સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

