(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૦ઃ
શહેરના વાવડી રોડ પર આવેલી કારીઆ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે.મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કારીઆ સોસાયટીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અર્જુનભાઈ વિષ્ણુભાઈ નકુમ, આર્યનભાઈ બાલુભાઈ મકવાણા, મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ, રાહુલભાઈ મનુભાઈ મકવાણા, વિવેકભાઈ હરિભાઈ ભલસોડ, જનકભાઈ અશોકભાઈ ભલસોડ અને કેવલ જેન્તીલાલ ભલસોડ એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે
જુગાર રમતા ચાર ઝડપાયા
ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૩,૭૦૦ જપ્ત કરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વસુભાઇ રઘુભાઈ ભાલીયા, લાખાભાઈ મનુભાઈ મેવાળા, નીલેશભાઈ દેવજીભાઈ કારડીયા અને સુરશભાઈ રાજુભાઈ પરમારને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૭૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

