Mumbai,તા.06
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને વર્ષ 2025માં ભારત ક્ષેત્રે સૌથી પ્રભાવશાળી અને પાવરફુલ સેલિબ્રિટીનો તાજ પોતાના નામે કર્યો છે. ‘ક્રોસ ઈન્ડિયા’ના તાજેતરના અહેવાલ મુજબ, શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીએ 22%નો જંગી ઉછાળો નોંધાયો છે, જેના કારણે તેની કુલ બ્રાન્ડ વેલ્યુ $177.9 million (અંદાજે ₹1,565 crore) થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં તે આ યાદીમાં ત્રીજા ક્રમે હતો.સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પર પ્રભાવના આધારે તૈયાર કરાયેલા રેન્કિંગ મુજબ:અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતની ટોપ 25 સેલિબ્રિટીઝની એકંદર બ્રાન્ડ વેલ્યુ $2 billion (અંદાજે ₹17,590 crore) અંદાજવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 3.7%નો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સમંથા રુથ પ્રભુ, જાહ્નવી કપૂર અને શ્રદ્ધા કપૂર જેવી નવી મહિલા કલાકારોનું નીચા વેલ્યુએશન બેન્ડમાં પ્રવેશવું છે. આ ઉપરાંત, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થયેલા ધોવાણને કારણે પણ આ આંકડો નીચો આવ્યો છે.
ક્રોલના રિપોર્ટમાં જણાવાયું છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ ઝુંબેશની પૂરક બની રહ્યા છે. અગાઉ જ્યાં એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયોમાં ડિજિટલ હિસ્સો 40-60% હતો, તે હવે વધીને 60-75% થઈ ગયો છે, જેનાથી બ્રાન્ડ્સ ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચી રહી છે.

