Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    જામનગર

    Jamnagar: ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હત્યાના એક મહિના પહેલાંથી રચાઈ હતી સાજિશ; કારખાનામાં ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો તૈયાર કરી મૃતદેહ દાટી દેવાયો

    સાયનાઇડ ભેળવેલા દારૂથી હત્યા બાદ સિમેન્ટનું પ્લાસ્ટર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ; ત્રણેય આરોપીઓ ઝડપાયા, ડીએનએ ટેસ્ટ સહિતની તપાસ શરૂ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦

    જામનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓએ હત્યાની ઘટનાના અંદાજે એક મહિના પહેલાંથી જ સમગ્ર કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું.

    તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિલેશ કછેટીયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ભાડે રાખ્યું હતું. ત્યાં મશીનરી ફિટ કરવાની હોવાનું કારણ દર્શાવી અગાઉથી અંદાજે ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ખાડો મૃતદેહને દાટી દેવા માટે જ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    તપાસ દરમિયાન આરોપી નીલેશે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અંગે મહત્વની કબૂલાત આપી હોવાનું જાણવા મળે છે. તેના આધારે ત્રીજા સાગરિત બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

    યોજનાના ભાગરૂપે રાત્રિના સમયે કારખાનામાં દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી, જેમાં મૃતક જીગ્નેશ માવદીયા તેમજ આરોપી નીલેશ અને બલવીર હાજર હતા. આ દરમિયાન મૃતકને જાણ ન પડે તે રીતે તેના દારૂના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યું હતું. મૃતકે દારૂની ચૂસ્કી લેતાં જ સાયનાઇડ શરીરમાં પ્રવેશતાં તેનું તાત્કાલિક મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને અગાઉથી તૈયાર કરાયેલા ખાડામાં દાટી દીધો હતો. ત્યારબાદ તેના પર માટી નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ફરી માટી ભરી વધુ એક વખત સિમેન્ટનો થર ચડાવી સ્થળને સંપૂર્ણપણે સામાન્ય દેખાય તે રીતે તૈયાર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    ઘટનાના થોડા સમય બાદ આરોપીએ કારખાનું હવે ચલાવવાનું નથી તેમ જણાવી અંદાજે એકાદ મહિનાનું ભાડું ચૂકવી સ્થળ ખાલી કરી દીધું હતું. ત્યારબાદ આ જ કારખાનું અન્ય વ્યક્તિએ ભાડે લઈ ત્યાં મશીનરી પણ સ્થાપિત કરી દીધી હતી.

    આરોપીઓએ પોલીસને સ્થળ બતાવ્યા બાદ કારખાનામાંથી મશીનરી હટાવી ખોદકામ હાથ ધરાયું હતું. પોલીસે વિડીઓ રેકોર્ડિંગ પણ કરાવ્યું હતું, અને ખોદકામ દરમિયાન મૃતકના હાડપિંજર ઉપરાંત કપડાં અને અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    સમગ્ર પ્રકરણની તપાસ લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ, તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હવે સૌપ્રથમ ડીએનએ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાશે, જેના માટે ફોરેન્સિક વિજ્ઞાનની મદદ લેવામાં આવશે. પોલીસે આ કેસમાં મૃતક ની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, નિલેશ કછેટીયા અને બલવીર વર્મા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેઓને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની વધુ તપાસ કરવામાં આવશે, જેથી હત્યાના કાવતરાની દરેક કડી સ્પષ્ટ થઈ શકે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃ રૂ. ૧.૦૮ કરોડથી વધુનો દારૂ ઝડપાયો
    Next Article વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરના જોગવડ ગામની જમીન પચાવી પાડવાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં રહેતી પરણીતાને દહેજમાં રૂા. પાંચ લાખ લાવવા દબાણ કરી મારકૂટ કર્યાનો આક્ષેપ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં પતિએ ઘરે બોલાચાલી કરતાં પત્નીએ પોલીસ બોલાવી

    September 15, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણના ચારેય આરોપીઓ જેલ હવાલે

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી બનાવટી પોલીસી બનાવી કોર્ટમાં રજૂ કર્યાની ફરિયાદ

    September 15, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના કાનાલુશ ગામની રહેણાંક ઓરડીમાંથી ૧.૭૯૫ કિલો ગાંજો ઝડપાયો

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 02:54
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.