Mumbai,તા.10
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડીની આગામી ફિલ્મ ‘વી વન’ જે ૨૮ ઓગસ્ટે રજૂ થવાની હતી તેને હવે એક મહિના પછી ૨૮ સપ્ટેમ્બરે રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
૨૬ઓગસ્ટે યશ તથા કિયારાની ‘ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ અને ૨૮ ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ ફિલ્મ રજૂ થવાની હોઇ તેમની સાથે બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ ટાળવા માટે હવે ‘વી વન’ ફિલ્મની રજૂઆતને એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે. આમ બોક્સ ઓફિસ પર પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પત્ની કિયારા અડવાણીની ટક્કર હવે ટળી ગઈ છે.
બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મમાં મનિષ પોલ, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને અનુપ સોની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન દિપક કુમાર મિશ્રા અને અરૂણાભ કુમારે કર્યું છે.

