(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૩
Morbi જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ ત્રણ તાલુકાના પાંચ અપમૃત્યુ અને આપઘાતના બનાવોમાં પાંચ વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવોની નોંધ કરી પોલીસ ટીમોએ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીની કબીર ટેકરીમાં રહેતા જયેશભાઈ રસિકલાલ જાદવ (ઉ.વ.૫૫) નામના પૌઢ ગત અ. ૦૨ ઓગસ્ટના સાંજના સમયે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે હોય ત્યારે ઓટલા પર કોઈ કારણોસર મોત થયું હતું અને ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નવુભા દાનુભા રાઠોડ (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ બીમાર હોય અને તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા
ત્રીજા બનાવમાં મોરબીના રવાપર નદી ગામની સીમમાં હોલીવૂડ પ્લાય કારખાનામાં રહીને કામ કરતા સિકોતરભાઈ લક્ષ્મીરામ (ઉ.વ.૪૬) વાળાએ અગમ્ય કારણોસર પોતાની જાતે લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ચોથા બનાવમાં મોરબીના બેલા ગામની સીમમાં સ્કાયમેક્ષ સિરામિકમાં રહેતા નારૂ રમાય હેમ્બ્રમ (ઉ.વ.૨૪) નામના યુવાન સિરામિક નજીક નદીમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા મોત થયું હતું
પાંચમાં બનાવમાં મૂળ રાજસ્થાનના વતની હાલ ટંકારાના વીરપર ગામ દ્વારકાધીશ હોટેલના રૂમમાં રહેતા દોલારામ નાથુલાલ ગમેતી (ઉ.વ.૨૧) નામના યુવાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું છઠ્ઠા બનાવમાં માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામના રહેવાસી ગેલાભાઈ નોંધાભાઈ હાડગરા (ઉ.વ.૪૭) નામના આધેડ સીમમાં ઢોર ચરાવવા ગયા હતા અને પાણીનો વોકળો આવેલ જે પાણીમાં તણાઈ જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી, ટંકારા અને માળિયા પોલીસે બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે

