માનસ સુંદરકાંડની ત્રીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે વાલ્મિકીનાં સુંદરકાંડમાં તમને ઘણી જુદી જુદી વાતો મળશે, પરંતુ આપણાં કેન્દ્રમાં તુલસીકૃત રામચરિત માનસ છે, અને ભવિષ્યનાં લોકો માટે એક વિશિષ્ટ રૂપમાં એમણે આ ગ્રંથનું સંપાદન કર્યું છે. રામચરિત માનસના સુંદરકાંડમાં કુલ નવ સુંદરતાને સમાવતો એવો આ સુંદરકાંડ છે.
પહેલાં એક પ્રશ્ન છે, કે બાપુ તમે આજે વિચાર પ્રસ્તુત કરી રહ્યાં છો, એ વિચારો તમને ક્યાંથી આવે છે? એના કેન્દ્ર બિંદુ ક્યાં છે? તમે સૌ મારા છો, એટલે ઘરનાં જાણીને વાત કરું છું કે મને ત્રણ જગ્યાએથી વિચાર આવે છે, જે હું તમારી સાથે પ્રસાદ રૂપે વહેંચતો રહું છું. પહેલી જગ્યા છે મારો જુલો, મારો હીંચકો, રાતનાં સન્નાટામાં જ્યારે હું એકલો ઝુલા પર બેસું છું, ત્યારે એ વિચારો આવવાં લાગે છે જે સવારે પ્રસાદના રૂપમાં વહેંચું છું, મોટાભાગે હું ઝુલા પરત સુવું છું, ઝુલા પર જ બેસું છું, ને ઝુલા પર જ જમું છું. કેન્દ્રમાં તો મારા ગુરુની કૃપા છે, પરંતુ આ મારું છે ઉદગમ સ્થાન છે. બીજું કેન્દ્ર બિંદુ મારો યજ્ઞકુંડ, અગ્નિ પાસે બેસું, રાતનાં સન્નાટામાં ચૂપચાપ બેઠો રહું, ત્યારે પ્રિય વિચારો શરૂ થાય છે. ત્રીજું કેન્દ્ર બિંદુ રામચરિત માનસનો પાઠ, જ્યારે પાઠ કરું ત્યારે વિચારો શરૂ થઈ જાય છે, તો હું ગુરુકૃપાને આધારે, એ વિચારોને આધારે તમારી સાથે સંવાદ કરું છું! અહીં બધું વ્યાસનું બોલેલું જ બોલે છે, છતાં નિત નૂતન છે!
સિંધુ તીર એક ભૂધર સુંદર,
કૌતૂક કૂદિ ચઢેઉ તા ઉપર.
પહેલી સુંદરતામાં એક પર્વત છે, પર્વતમાં ઊંચાઈ હોય છે, પર્વત જેટલો ઊંચો એટલો અનટચ હોય છે, અસંગ હોય છે, જેમ કે કૈલાશ! એવરેસ્ટને સ્પર્શ થયો છે, પરંતુ કૈલાશ અનટચ છે. એટલે પર્વતમાં ઊંચાઈ હોય, અને બીજું અસંગ હોય, પર્વતનું ત્રીજું લક્ષણ અચલ હોય છે, આપણી ઉન્નતિ, આપણી ઊંચાઈ, આપણી પ્રગતિ, ત્રણ લક્ષણોમાં સંપન્ન થાય ત્યારે એ સુંદર છે.
કનક કોટ વિચિત્ર મુનિ કૃત સુંદરાયતના ઘના,
હનુમાનજીએ લંકામાં જઈને જોયું સોનાનો કિલ્લો જોયો, અને એમને થયું કે સુંદર મકાન છે. આયાતના એટલે મકાન, ઘર, રહેવા યોગ્ય સ્થાન બધું સુંદર. કેવા ઘરને આપણે સુંદર કહીશું જે ઘર સુઘડ હોય, જેને બહારથી અને અંદરથી બંધ કરી શકાય, એને સુંદર કહી શકાય. જેને અંદરથી બંધ કરી ન શકાય, એને તો જેલ કહેવાય, ઘર તો આપણી ઈચ્છા મુજબ ખોલીને બંધ કરી શકાય, આપણી ઈચ્છા હોય તો જ કોઈક આવી શકે, કે જઈ શકે. આ ઉપરાંત ઘર એ જ સુંદર છે, એમાં દરવાજો હોય. કલહમુકત ઘર સુંદર છે. કોઈપણ ઘર હોય એને ચાર દિવાલ હોય છે, માનસમાં આવા ઘરની ચર્ચા છે. તુલસી કહે છે કે જીવાત્મા ચાર દીવાલોમાં કેદ છે. તુલસીનાં મતે ચાર દિવાલ કાલ, કર્મ, સુભાવ ગુન ઘેરા. કાલ કર્મ સ્વભાવ અને ગુણ એ ચાર દીવાલોની અંદર આપણે કેદ છીએ આપણી સ્વતંત્રતા કે પરતંત્રતાના કારણ પણ એ ચાર છે.
ઘરમાં અનુકૂળતા મુજબ આપણે એસી લગાવી શકીએ ગરમી હોય તો હીટર લગાવી શકે વર્ષાઋતુ હોય તો છત્રી લઈ જઈ શકે પરંતુ પ્રકૃતિનો જે કાળ છે એટલે કે ઋતુ પ્રમાણે નો ફેરફાર આપણે બદલી શકતા નથી બીજો કાળ છે આપણું મૃત્યુ છે એને પણ આપણે બદલી શકતા નથી. આપણા કર્મ મુજબ આપણું જીવન હોય છે એટલે એ પણ આપણે બદલી શકતા નથી. ગુણ એટલે કે સત્વરે રસ અને તમો એ પણ આપણી જરૂરિયાત છે એની બાદબાકી થઈ શકે નહીં! આ સમ્યકતા જરૂરી છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એમ સ્વભાવ પણ આપણે બદલી શકતા નથી.
સ્યામ સરોજ દામ સમ સુંદર,
પ્રભુ પુજ કરિ કર સમ દસકંદર.
સુંદરકાંડની ત્રીજી સુંદરતા છે, પરમાત્માનો હાથ, ભુજા સુંદર! હાથ કોના સુંદર હોય ગોરા હોય સપ્રમાણ હોય આંગળીઓ પ્રમાણમાં બનાવી હોય એ પણ અહીં એ વાત નથી રામના હાથ માટે તો સવાલ જ નથી પરંતુ હાથ એમના સુંદર છે જે બીજાને આપે છે માત્ર ગ્રહણ કરવું એ હાથની સુંદરતા નથી. હાથ એમના સુંદર છે જે બીજાને સહારો આપે, પડેલાને આધાર આપે, બીજાને ધક્કો મારે એ હાથ કંઈ રીતે સુંદર હોય શકે! દસ ટકાની વાત હું કેટલાય વખતથી કરું છું.
તબ દેખી મુદ્રિકા મનોહર,
રામનામ અંકિત અતિ સુંદર.
સુંદરકાંડ અંતર્ગત ચોથી સુંદરતા ભગવાને જે મુદ્રિકા આપી જેમાં રામ નામ અંકિત છે એ અત્યંત સુંદર છે. તુલસીદાસજીએ આઠ સુંદરતા ની વાત કરી અને નવમી જાનકીની સુંદરતા કઈ પણ આ નવ સુંદરતામાં બે સુંદરતાને તુલસીદાસજીએ અતિ સુંદર કહી શા માટે? રામ નામ અને રામકથા અતિ સુંદર અતિ સુંદર શબ્દનો પ્રયોગ મારા ગોસ્વામીજીએ મુદ્રિકા માટે નથી કર્યું એમાં રામનામ અંકિત છે એટલે અતિ સુંદર છે એમ કહ્યું છે રામનું નામ અતિ સુંદર છે.
પાંચમી સુંદરતા અશોક વાટિકામાં જ્યારે હનુમાનજીને ભૂખ લાગી ત્યારે સીતાજીને કહે છે મા મને અતિશય ભૂખ લાગી છે આ ફળ, ફૂલ અને મોટા ઝાડ, સુંદર છે એને જોઈને મને ભૂખ લાગી છે.
છઠ્ઠી સુંદરતા ભગવાનની કથાની છે ભગવાન શંકર લગ્ન થઈ ગયા જ્યારે હનુમાનજીના મસ્તક પર રામજી આ હાથ મૂક્યો અને ભગવાન કથા કહેતા કહેતા કૈલાશ પર ધ્યાનસ્થ થઈ ગયા કારણકે રામકથા હતી સુંદર છે! કારણ કે કથા તો ઘણા પ્રકારની હોય કેટલીક કથાઓ રજની હોય કોઈ કોઈ કથા તમો ગુણી હોય જેમાં વક્તાઓ શ્રોતાઓને ધમકાવતા જ રહે છે કેટલીક તત્વપ્રધાન પણ હોય છે પરંતુ અતિ સુંદર કથા તો ભગવાન શંકર કહે છે, અને એ ભગવાનની કથા સુંદર છે.
સુંદરકાંડમાં સાતમી સુંદરતા સુકનની, રામે જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે સુંદર સુગંધ થવા લાગ્યા ભગવાને જ્યારે પ્રયાણ કર્યું ત્યારે બધા સુકન સુંદર થવા લાગ્યા.
સઠ સન વિનય, કુટિલ સન પ્રીતિ,
સહજ કૃપન સન સુંદર નીતી.
આખા એ નીતિશાસ્ત્રની ચર્ચામાંથી આ પંક્તિ ઉઠાવવામાં આવી છે કે શર્ટની આગળ વિનયનું કોઈ ફળ નહીં મળે અને કુટીલ સાથે પ્રીતિ નું કોઈ પરિણામ નહીં આવે. તુલસીદાસજીએ સુંદર નીતિને પણ સુંદરકાંડમાં સમાવિષ્ટ કરીને આઠમી સુંદરતા નીતિ દર્શાવી છે.
નવમી સુંદરતા મા જાનકી જે પ્રતિબિંબ છે છાયા છે જાનકી મૂળ રૂપમાં તો અગ્નિમાં સમાઈ ચુક્યા છે અને એ જાનકી તો અતિ સુંદર છે જ સુંદરતાને પણ સુંદરતાની દીક્ષા દેનારી શ્રી જાનકીજી છે, આમ નવ સુંદરતાનો ઉલ્લેખ તુલસીનાં રામચરિત માનસના સુંદરકાંડમાં મળે છે, નવ પ્રકારની સુંદરતા એ સુંદરકાંડની પૂર્ણતાને ઘોષિત કરે છે.
કથાના ક્રમમાં પહેલા દિવસે આપણે હનુમાનજીની વંદના કરી ત્યારબાદ ભગવાનના સખાઓની વંદના અને ગોસ્વામી જીએસ સીતારામજીની વંદના કરી રામચરિત માનસમાં નવ દોહામાં એટલે કે 72 પંક્તિઓમાં રામ નામનો મહિમા અને રામ નામની વંદના છે. પરમાત્માના હજાર નામ છે પરંતુ ગોસ્વામીજી કહે છે કેમાંથી હું રામ નામની વંદના કરું છું રામ નામના મહિમાનું ગાન કરું છું. ભગવાન શંકર નિરંતર રામ નામ જપે છે શંકરે વિસપાન કર્યું ત્યારે રામના પ્રતાપથી વિષ અને રામ જોડાયું એટલે વિશ્રામ થઈ ગયું. પ્રભુનું નામ સર્વોત્તમ છે અને, આખરી સાર તો હરિ નામ જ છે, અને એટલે જ કળિયુગનુ એ સાધન બતાવ્યું છે. આમ રામ નામના મહિમા સાથે ત્રીજા દિવસની કથા અને વિરામ આપ્યો.
સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

