ખુદ ફરિયાદી એજ લૂંટ નો પ્લાન બનાવતા ફરિયાદી સહિત કુલ ત્રણ ઈસમો ની ધરપકડ કરાઈ હતી
Surat, તા.૨
સુરત જિલ્લા ના બારડોલી માં ગત ૧૯ મી ડિસેમ્બર ના રોજ બારડોલી ના રોડ થી અલંકાર રોડ ઉપર નહેર પાસે લૂંટ ની ઘટના બની હતી. મધ રાત્રે બારડોલીના જ રહેવાશી એવા પુખરાજભાઈ ગુર્જર અન્ય બે સાથી વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના શેઠને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા. તે દરમિયાન નહેર વાળા રોડ ઉપર આવતા અન્ય બાઇક પર આવેલ બે ઈસમો પોખરાજ ગુર્જર અને તેમના સાથેદારોને અટકાવ્યા હતા. અને તેઓના કોલર પકડીને ધમકાવીને પૈસા ની બેગ ખેંચી ફરાર થઈ ગયા હોવાની ભિગ બનનારે બારડોલી ટાઉન પોલીસ માં ફરિયાદ આપી હતી. લૂંટારું બે અને ફરિયાદી સાથે ત્રણ ઈસમો હોવા છતાં લૂંટ ની ઘટના બનતા પોલીસે ફરિયાદી નેજ શંકા ના દાયરા માં રાખી તપાસ શરૂ કરી હતી. ગણતરી ના દિવસો માજ જિલ્લા પોલીસે ભેદ ઉકેલી આખરે ફરિયાદી જ લૂંટ નો માસ્ટર માઈન્ડ નીકળ્યો હતો. પોલીસે ફરિયાદ પુખરાજ ગુર્જર તેમજ રાધેશ્યામ ગુજ્જર અને રામદેવ ગુર્જર ની મળી ત્રણ ની ધરપકડ કરી લીધી હતી. સાથે જ ૧.૩૦ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય મત્તા મળી કુલ ૧.૫૫ લાખનો મુદ્દા માલ પણ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે મુખ્ય આરોપી પોખરાજ ગુર્જર નો ભાઈ મહાદેવ ગુર્જર ને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ફરિયાદી પુખરાજ ગુર્જર તેના સગા ભાઈ મહાદેવ મોલારામ ગુર્જર સાથે લૂંટ નો પ્લાન બનાવ્યો હતો. અને ઉઘરાણી ની પૈસા પોણા ત્રણ લાખ પચાવી પાડવા કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું હતું.મહાદેવ ગુર્જર છે એ રાધેશ્યામ અને રામદેવ ને સંપર્ક માં રહી લોકેશન આપતો હતો. અને પ્લાન મુજબ પૈસા ની લૂંટ કરવા વાળી જગ્યા એ રાધેશ્યામ અને રામદેવ બાઇક લઈ ને ઉભા હતા . અને પુખરાજ ગુર્જર એ બાઇક ની લાઈટ આપી ઈશારો કરી બાઇક થોભાવી હતી. અને બંને પુખરાજ પાસે થી પૈસા ભરેલ બેગ લઇ ભાગી છૂટ્યા હતા. અને બાદ માં સરખે ભાગે પૈસા વહેંચી દીધા હતા.

