Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ
    • Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી
    • અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા
    • મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ
    • Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે
    • America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ
    • સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratની સરથાણા પોલીસ તોડ કરે છે : Kumar Kanani
    સુરત

    Suratની સરથાણા પોલીસ તોડ કરે છે : Kumar Kanani

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરતના વરાછાના કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત સીપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી

    Surat, તા. ૧૯

    સુરતના વરાછાના ભારતીય જનતા પાર્ટીના  કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ આજે ફૂટ્યો છે. ધારાસભ્યએ સરથાણા પોલીસ ઉપર તોડ કરવાનો આક્ષેપ લગાવી સુરત પોલીસ કમિશનર અને  ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે.  જેના પગલે ખળભળાટ મચી ગયો છે.

    મળતી માહિતી મુજબ, સુરતના કિશોર કુમાર કાનાણીએ  ભુપેન્દ્ર પટેલ અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે  ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બપોરે આશરે ૩.૩૦ કલાકે લાઇસન્સ વગરનું હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં અંદાજે ૮ થી ૧૦ પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર દરોડો પાડ્યો હતો.

    આ દરોડામાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી રૂ. ૮ લાખ ગોડાઉનમાં હાજર પૂરો માલ માં ન દર્શાવવા માંગ્યા હતા. ગોડાઉનમાં માલ ૨૦ લાખ કરતા પણ વધારે હતો. આમ છતાં ફક્ત રૂ.૩,૩૧,૨૦૦નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી ૫ આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.

    દરોડો પડ્યો ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કર્મીઓના મોબાઈલ ગેરકાયદે રીતે જપ્ત લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા મળે નહિ અને લીધેલા રૂ. ૮ લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરવાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે ૫.૦૦ વાગ્યાના સુમારે જતો રહ્યો હતો.

    વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, આરના એન્ટરપ્રાઈઝના કુલ ૩ માલિક છે. તો ફરિયાદમાં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું.? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ દરોડામાં પોલીસકર્મી દ્વારા કરેલા ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે અને આ બાબતે ઇન્ચાર્જ પી.આઈ. કે.એ.ચાવડાની સુચનાથી આ રેડ પાડી હતી. આ અંગે ફરિયાદ કરવા ૧૨ જાન્યુઆરી ૨૦૨૫એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના ૨૦૦ જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી હતી. બાદમાં તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સરથાણા ૈઁં એમ.બી.ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

    આથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે.

    Kumar Kanani surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026

    મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ

    July 18, 2026

    Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે

    July 18, 2026

    America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.