Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં Surat જળબંબાકાર, બીઆરટીએસ સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ
    સુરત

    ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં Surat જળબંબાકાર, બીઆરટીએસ સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૩૧

    દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં શુક્રવારે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે.વીઆઇપી રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસ સેવા બંધ, તમામ કાપડ માર્કેટ અને કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત રવાના કરવામાં આવી છે.્‌

    સતત વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. શહેરન વીઆઇપી રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. લિંબાયત વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડતાં સલામતી માટે બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.

    ભેદવાડ ખાડીમાં પાણીની સપાટી સતત વધતા નજીકના પોશ વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અનેક રહેણાંક સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, મનપા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.

    પરિસ્થિતિ ગંભીર બનતાં જિલ્લા વહીવટી તંત્રએ સુરત જિલ્લાના તમામ કારખાનાઓને આગામી બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો છે. શહેરની મુખ્ય કાપડ માર્કેટો અને બીઆરટીએસ સેવા પણ બંધ રાખવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત મોકલવામાં આવી છે. આર્મી,એનડીઆરએફ,એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર સંયુક્ત રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે.

    પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા. રાજ્ય સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. હવામાન વિભાગે દિવસભર અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સલામત સ્થળે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePriyanka Chopra ’વારાણસી’ના શૂટિંગમાંથી થોડો સમય કાઢી પતિ અને સહ-કલાકાર સાથે બહાર ગઈ
    Next Article મધ્યપ્રદેશમાં કોમેડિયનના શો પર પ્રતિબંધ, ૧૪ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી: Vir Das
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    સુરત

    શેર બજારમાં નફો મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹223,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 15:15
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.