આ બનાવની વિગત એવી છે કે, ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના હડાળાથી પાણશીણા રોડ ઉપરથી અશ્વિન પ્રભાતભાઈ ડાભી તથા મહેન્દ્રસિંહ વિરસંગભાઈ સોલંકી (રહે.બન્નેહડાળા,તા.ધંધુકા) મોટરસાયકલ નંબર જીજે.૩૮.એઈ.૦૫૭૨ પર નશાકારક પદાર્થ ગાંજો લઇને વેચાણ કરવા માટે નિકળનાર છે.જે બાતમીના આધારે ટીમે હડાળાથી પાણશીણા રોડ હડાળા ગામની સીમ નદી પાસે રોડ પર વોચ ગોઠવી ઉક્ત બન્નેને શંકાના આધારે અટકાવ્યા હતા. અને બન્નેની તલાશી લેતા ત્મના કબ્જામાંથી રૂા.૩૯,૫૨૦ની કિંમતનો ૩,૯૫૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બન્ને શખ્સ પાસેથી ગાંજા ઉપરાંત બાઈક ,રોકડ રકમ ,મોબાઈલ મળી રૂ.૬૫,૭૬૦ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમન્ આ જથ્થો સુરતના માલ્યા નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ધંધુકા પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
Trending
- ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
- લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
- હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
- 17 એપ્રિલ નું પંચાંગ
- 17 એપ્રિલ નું રાશિફળ
- Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
- તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ

