Rajkot,તા.03
રાજકોટ ના ગાંધીગ્રામ માં આવેલ સત્યમ શિવમ સોસાયટી માં મહિલાએ ગળે ફાંસો ખાય જીવાદોરી ટૂંકાવી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલ સત્યમ શિવમ સોસાયટી અમૃત ડેરી વાળી શેરી નંબર,૦૫ માં રહેતા ભગવતીબેન કમલેશભાઈ બોરીસાગર ૪૪ ગઈકાલે રાત્રે ૯/૧૫ વાગે ઘેર હતા ત્યારે ઘરનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ કંઈક અજુગતું થયાનું અનુમાન કરી દરવાજો ખોલી જોતા ગળે ફાંસાનું દ્રશ્ય જોઈ સૌ કાપી ઉઠ્યા હતા છત ઉપર દોરડું બાંધી લટકેલા ભગવતીબેન બોરીસાગરને નીચે ઉતારી તાત્કાલિક૧૦૮ ને બોલાવી હતી, ૧૦૮ નીતિને ભગવતીબેન બોરીસાગર ની તપાસ કરતા સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણ પંખેરૂ હતું ઉડી ગયા નું જણાવ્યું હતું. ભગવતીબેન એ આ પગલું શા કારણે ભર્યું છે? તે અંગે પરિવારજનો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે આ અંગે અને તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ટીડી જાડેજા ચલાવી રહ્યા છે