(મિલાપ રૂપારેલ)
Amreli, તા.18
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી. પોલીસ ટીમ ગત રાત્રીના અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠી રોડ ઉપર હકિકતના આધારે પોલીસ વોચમાં રહી હતી.
ત્યારે એક સફેદ કલરની કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી લાઠી તરફથી અમરેલી તરફ આવતી હતી. તેને રોકી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. બીજી ગે્ર કલરની કાર આ વિદેશી દારૂ ભરેલ કાર આગળ પાઇલોટીંગ કરતી આવતી હતી તેને પણ પોલીસે ઝડપી લીધી હતી.
આ બનાવમાં હરીયાણા ગામે રહેતાં આરોપી મનોજ વિરેન્દ્રકુમાર મહેતા તથા રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદ રહેતાં રામસિંહ શંભુસિંહ સીસોદીયા તથા રાજસ્થાન રહેતાં શંભુસિંહ કેસરસિંહ સીસોદીયા નામનાં ત્રણ ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 6,04,800 તથા મોબાઇલ ફોન નંગ 6 કિંમત રૂપિયા 1,05,000, એક સફેદ કલરની કાર નં. ડી.એલ. 7 સી.ટી. 9346 કિંમત રૂપિયા 7,00,000, બીજી કાર નં. જી.જે. 03 કે.પી. 3312 કિંમત રૂ.3,00,000 મળી કુલ રૂપિયા 17,09,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા આ બનાવમાં સંડોવાયેલ અન્ય 4 આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

