(મિલાપ રૂપારેલ) Amreli, તા.21
જિલ્લામાં સીમમાં ચોરીના અલગ અલગ આઠ ગુન્હાનો ભેદ અમરેલી તાલુકા પોલીસ ટીમે ઉકેલી નાખ્યો છે. અમરેલી તાલુકાના ચક્કરગઢ ગામની સીમમાં કૌશીકભાઇ રવજીભાઈ પટેલ, તથા અલગ અલગ લોકોના ચક્કરગઢ ગામમી સીમમાથી 150 ફુટ કેબલ જેની કિમત રૂપિયા 12000 ના મુદ્દામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-303 (2) મુજબની ફરિયાદ કરવામાં આવેલ હોય.
જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્પદ અમરેલી, જેસીંગ પરા શેરી નં.1 માં રહેતાં હમીર ઉર્ફે સમીર ધનાભાઇ પરમાર તથા સંજય પરમાર નામનાં બે ઇસમોને તપાસી યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરી હેઙ કોન્સ. અજીતદાન ગઢવીની ચોક્કસ બાતમી હકીકતના આધારે ચોરી કરનાર ઇસમોને ચોરીમાં ગયેલ આશરે પાંચ કિલો ગ્રામ કોપર વાયર જેની કિમત રૂા.2500 મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમા પકડી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોની સીમમાથી થયેલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
આ બનાવમાં પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે અમરેલી તાલુકાના ચિતલ ચકકરગઢ, બાબાપુર, મોટા આંકડીયા લીલીયાના ક્રાંકચ, લાઠી તાલુકાના માલવીયા પીપરીયા, વડિયા તાલુકાના કુકાવાવ ગામેથી લોખંડની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ધરપકડ કરવામાં આવી હતી.

