Amreli, તા.21
અમરેલી જિલ્લામાં અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે રહેતાં મધુભાઇ દેવશીભાઇ માધડ નામનાં 35 વર્ષીય યુવકના લગ્ન થયેલ ન હોય અને પોતે એકલવાયુ જીવન જીવતા હોય જેથી પોતે જીંદગીથી કંટાળી જઇ કોઇ જંતુનાશક ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં અમરેલી તાલુકાના કાઠમાં ગામે રહેતાં બહાદુરભાઇ રામકુભાઇ વાળા નામનાં 58 વર્ષીય આધેડના લગ્ન થયેલ ન હોય અને એકલવાયુ જીવન જીવતા હોય જેથી તેઓએ કંટાળી જઇ ઝેરી ટીકડા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે રહેતાં બટુકભાઈ કેશુભાઈ કાલાવડીયા નામનાં 65 વર્ષીય વૃધ્ધ ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલ પી.જી.વી.સી.એલ ઈલેક્ટ્રીક ગેંગના થાંભલે એલ.સી. લઈ લાઈટ રીપેરીંગ કરવા જતા અકસ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ (કરંટ) લાગતા તેમને ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

