(મિલાપ રૂપારેલ) Amreli, તા.21
રાજુલમાં ભંગારનો ડેલો ચલાવતા વેપારીને બે શખ્સો ડરાવી ધમકાવી રૂા.4.10 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ છે. રાજુલા તાલુકાના ઉચૈયા ગામે રહેતાં આરોપી ઉમેશભાઇ દાદાભાઇ ધાખડા તથા દિલીપભાઇ બેપારીયા નામનાં આરોપીઓએ સાડા ત્રણેક વર્ષ પહેલા રાજુલા ગામે કુંભારવાડા શેરી નં-6 માં રહેતાં અને ભંગારનો ડેલો ચલાવતાં અફજલભાઇ અલ્તાફહુસૈન લાખાણી નામનાં 37 વર્ષીય યુવકનો સંપર્ક કરી આરોપીએ પોતાની ઓળખાણ આપી યુવકનેને ડરાવી ધમકાવી રૂપિયા 10,000 બળજબરીથી કઢાવી લીધા હતાં.
ત્યાર બાદ યુવકને અવાર નવાર ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપી યુવકની માલીકીનુ GJ-14-AL-9660 નંબરનુ બુલેટ મોટર સાયકલ બળજબરીથી કઢાવી લઇ પોતાના નામે કરી લીધું હતું. તથા કટકે કટકે રૂપિયા 4,10,000 પણ મૃત્યુ નીપજાવવાના ભય બતાવી બળજબરીથી કઢાવી લીધાં હતાં.
ગત તા.18 ના રોજ સાંજના સમયે આ બંને આરોપી યુવકના ભંગારના ડેલે ફોર વ્હિલ લઇને આવી યુવકને કહેવા લાગેલ કે આ રસ્તામાં ક્યાંય ટ્રાફીક થાય તેમ તારી ભંગારની વસ્તુ રાખતો નહીં. અને હું આખા દિવસમાં ગમે ત્યારે જોવા આવીશ, અને જો કાંઇ રસ્તા પડ્યુંમાં હશે તો મજા નહી આવે.
તેમ કહી સાથે બોલાચાલી કરવા લાગેલ હતા અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી દિલીપભાઇ બેપારીયાએ યુવકને ઝાપટો મારી તથા આરોપી ઉમેશભાઇ ધાખડાએ કુહાડીના હાથા વડે યુવકના વાંસાના ભાગે માર મારી શરીરે ઇજાઓ કરી યુવક પાસે દર મહીને દશ હજાર રૂપીયા આપવાની બળજબરી પુર્વક માંગણી કરી હતી. અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જાફરાબાદ ગામે રહેતાં ફરીદાબેન અફજલભાઇ મંસુરી, મીનાજબેન બહાદુરઅલી હસનાણી, જુબીબેન સલીમભાઇ જેઠવા તથા ઉના ગામે આવેલ ખોજા સોસાયટીમાં રહેતાં નુરબાનુબેન ઇસ્માઇલભાઇ પદમાણી સહિત ચારેય મહીલા ઇસમો ગત તા.19 ના રોજ સાંજે 6 વાગ્યે જાફરાબાદ ગામે ગાયત્રી સોસાયટીમા બહાદુરભાઇ હસનાનીના ઘરની બાજુમા ખુલ્લી જગ્યામા જાહેરમાં પૈસા પાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં હોય આ અંગે જાફરાબાદ પોલિસ્નેવ બાતમી મળતાં પોલીસે દરોડો રોકડા પાડી જુગાર રમતી ચારેય મહિલાઓને રોકડ રૂપિયા 13,720ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

