પ્રેમી અને પરિજનો બંનેએ સાથ છોડી દેતાં નિરાધાર બનેલી સગીરાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
(હરપાલસિંહ જાડેજા દ્વારા)
Rajkotતા.6
Rajkotની ૧૭ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામથી પરિચય કેળવી, પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ઉપલાકાંઠાના ઓમ નકુમે અનેકવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આરોપીએ સગીરાને હોટલ, આવાસના ક્વાર્ટર સહિતના સ્થળોએ લઈ જઈ શરીર સબંધ બાંધ્યો જે બાદ તરછોડી દેતા સગીરા નિરાધાર બનતાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત આ પહેલાં પણ સગીરા સાથે અન્ય શખ્સોએ કુકર્મ કરતાં અલગ અલગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે Rajkotના ગોંડલ રોડ પર આવેલ એક આવાસમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઓમ ચંદ્રેશ નકુમનું નામ આપતાં ભક્તિનગર પોલીસે દુષ્કર્મ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
તેણીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ચંદ્રેશ નકુમે રિકવેસ્ટ મોકલી મારૂ નામ ઓમ ચંદ્રેશ નકુમ છે અને હુ કુવાડવા રોડ ડી માર્ટ પાસે નરસિંહ મહેતાના આવાસના કવાર્ટરમાં માં રહુ છુ અને હુ તને ઓળખુ છુ તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં ફોન અને ઇન્સટાગ્રામમાં વાતચીત થતી હતી. બાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. બાદ ઓમએ ઉમર પૂછતાં ૧૭ વર્ષ હોવાનું સગીરાએ કહેલ હતુ. ત્યારબાદ ગઇ તા.૦૩/૧૦ ના રોજ આરોપીએ સગીરાને અટીકા ફાટક નજીક મળવા બોલાવી ત્યાંથી બાઇકમાં બેસાડી સીધો ત્રીકોણ બાગ ખાતે આવેલ કેટ હોટલમાં લઇ જઈ આપણે લગ્ન કરવાના જ છે તેમ કહીને શરીર સબંધ બાંધેલ હતો. હોટલમાં આશરે બે કલાક રોકાયા બાદ આરોપી સગીરાને પોતાના ઘરે કુવાડવા રોડ ડી માર્ટ પાસે લઇ ગયેલ હતો.
ત્યા આરોપીના માતા-પિતા સહીતના ઘરના સભ્યો હાજર હતા. ત્યારે ઓમએ મારી સાથે લગ્ન કરવા છે, તેવુ કહેલ પરંતુ તેના મમ્મીએ તેણીની હજુ ઉંમર નાની છે તમારા લગ્ન ન થાય આમ વાત થયેલ હતી.બાદ આરોપી સગીરાને ઉપલેટા તેના સંબંધીને ત્યાં લઈ જઈ ત્રણ દિવસ સુધી રાખી હતી. બાદ તેણીના મમ્મીનો ફોન આવેલ ત્યારે કહેલ કે, મારે ઓમની સાથે રહેવુ છે, તમે મને તેની સાથે રહેવા દયો નહીતર હુ દવા પી જઇશ. ત્યારબાદ તેણી આરોપીના ઘરે બે મહીના સુધી રહેલ હતી. ત્યારબાદ આરોપીએ બાબરીયામાં આવાસના કવાર્ટરમાં મકાન રાખેલ હતુ. આ મકાનમાં છ મહીના સુધી રહેલ હતા.
બે-ત્રણ દિવસે આરોપી તેણી સાથે શરીર સબંધ બાંધતો હતો. ગઇ તા.૨૪ ના ઓમ નકુમનો કોઇ અલગ નંબરમાંથી ફોન આવેલ અને પાંજરાપોળએ બોલાવેલ હતી. પાંજરાપોળથી ઓમ રેસકોર્ષ રીંગે આટો મારવા લઇ ગયેલ અને ત્યાથી બાબરીયાના કવાર્ટરએ રાત્રે ગયેલ હતા. ત્યા ઓમએ કહેલ કે, મારે તારી સાથે પાછા લગ્ન કરવા છે તેમ કહી બે વખત શરીર સબંધ બાંધેલ હતા. બીજા દિવસે સવારના ઓમએ કહેલ કે, તુ ઘરે જા હુ મમ્મીને સમજાવીશ. છેલ્લા દોઢ મહીનાથી ઓમનો ફોન બંધ થઇ ગયેલ હતો. ત્યારબાદ ગઇ તા.૩૦ ના ઓમનો તેના મમ્મીના ફોનમાંથી ફોન આવેલ અને તુ ઘરે આવ મારે મારા મમ્મી પપ્પા સાથે સમાધાન થઇ ગયેલ છે, તે આપણા લગ્ન માટે તૈયાર છે તેમ કહેતા તેણી ઓમના ઘરે પહોંચેલ ત્યા ઓમએ ફરી લગ્ન કરવાની ના પાડેલ અને ઝઘડો કરેલ ત્યારે ૧૧૨ બોલાવેલ હતી.
બંનેને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. બાબરીયા કવાર્ટરમાં આવી ગયેલ અને ત્યા એકલી રહેલ હતી. બીજા દિવસે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યે તેણીએ ફીનાઇલ પી લીધેલ હતી. તેણીને સારવારમાં સીવીલ હોસ્પીટલએ લઇ ગયેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ આદરી હતી.

