દુકાનનું બાંધકામ કરી ઉંચા ભાવે વેંચી નાખતા પાડોશમાં રહેતા શખ્સને ઈર્ષા ઉદભવી
(હરપાલસિંહ જાડેજા દ્વારા)
Jasdan, તા.6
Jasdanમાં સિંચાઈ વિભાગમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવાને ખરીદેલી જમીન પર દુકાનનું બાંધકામ કરી ઉંચા ભાવે વેંચી નાખતા ઈર્ષામાં પાડોશમાં રહેતા શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો. Jasdanના ભાદર રોડ પર આંબેડકર ભવન પાસે રહેતા 37 વર્ષીય યુવાન બલવીરભાઈ દિનેશભાઈ ધાધલે આરોપી તરીકે દિનેશ રામભાઈ સીડા(રહે. ભાદર રોડ, જસદણ, રાજકોટ)નું નામ આપતાં જસદણ પોલીસે ગુનો નોંધ્યો હતો.
Jasdan જુના બસ સ્ટેશન મેઇન રોડ પર ક્રિષ્ના ઓટો એજન્સીની બાજુમા આવેલ ૧૧૪ વારની જમીન વેચાણથી લીધેલ હતી. જમીન ઉપર ત્રણ દુકાનોનુ બાંધકામ કરેલ હતું. આ દુકાનોની બાજુમાં દિનેશભાઈ ગીડાના મકાન આવેલ છે. મેં વેચાતી લીધેલ જમીન તેને ઓછા ભાવમાં લેવી હોય જેથી મારી પાસેથી આ જગ્યા બીજાને વેચવા દેવા માંગતા ન હોય અને મારી માલિકીની ત્રણેય દુકાનો હાલમાં મેં ઉંચા ભાવમાં વેચેલ હોય આ બાબતની દિનેશભાઈ ગીડાને ઈર્ષા થયેલ હતી.
મોટરસાયકલ પર બેઠો હતો ત્યારે અચાનક દિનેશભાઈ ગીડાએ ધસી આવી પાછળથી મને મારી નાખવાના ઇરાદે કુહાડીનો એક ઘા મને માથાના ભાગે મારી દીધો હતો. જેથી હું મોટરસાયકલ સહિત નીચે પડી ગયેલ હતો. હુમલાને પગલે સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા અને મને વધુ મારમાંથી બચાવેલ હતો. યુવાને વધુમાં જણાવ્યું હતું કે, જો સ્થાનિકોએ મને બચાવ્યો ન હોત તો દિનેશભાઈએ મને જાનથી મારી નાખ્યો હોત. બાદમાં મારા મિત્ર ધવલભાઈ ભાવેશભાઈ ચોલેરાએ મને મોટરસાયકલમાં બેસાડી સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યુવાનને પ્રાથમિક સારવાર અપાયા બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. જયા યુવાનને હાથમાં ફ્રેક્ચર થયાનું તબીબે જાહેર કર્યું હતું.

