Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreliના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી
    સૌરાષ્ટ્ર

    Amreliના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.૬

    Amreli જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ વન વિભાગની કામગીરી અને મોનિટરિંગને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

    મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જના લુવારિયા-કૃષ્ણગઢ વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગર્ભમાં રહેલા બચ્ચાનું મૃત્યુ થતાં સિંહણ પણ ગંભીર સ્થિતિમાં પહોંચી હતી અને અંતે તેનું મોત થયું હતું.

    આ ઘટનાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે સિંહણ છેલ્લા બે દિવસથી એક જ વિસ્તારમાં બીમાર હાલતમાં હોવા છતાં વન વિભાગના કર્મચારીઓની નજરમાં કેમ ન આવી? સમયસર સારવાર અથવા રેસ્ક્યૂ કામગીરી કેમ હાથ ધરાઈ નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

    જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન સ્થાનિક સ્તરે પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં બેદરકારી હોવાની બાબત સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે સંબંધિત ફોરેસ્ટરની બદલી કરવામાં આવી છે.

    આ ઘટનાએ ધારી ગીર પૂર્વ ડિવિઝનની કામગીરી અંગે ફરી ચર્ચા જગાવી છે. અગાઉ પણ આ ડિવિઝન વિવિધ કારણોસર વિવાદોમાં રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ અને સિંહોની સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્રની કામગીરી અંગે સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

    વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગીર વિસ્તારમાં બીમાર અને ઘાયલ સિંહોની સારવાર માટે સતત કામગીરી ચાલી રહી છે. જસાધાર એનિમલ કેર સેન્ટર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા અનેક સિંહોને સ્વસ્થ થયા બાદ ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે.

    હાલમાં વન વિભાગ સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. ગીરના સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે વધુ અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli બાબરાના ચમારડી ગામે આરોગ્ય સબ-સેન્ટરના નબળા બાંધકામ બદલ એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ

    June 6, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliથી ભુરખિયા સુધી ૩૫ કિ.મી. મેરેથોન યાત્રા

    June 6, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ (રક્તપિત્ત) જાગૃતિ અભિયાન હાથ ધરાશે

    June 6, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadarના યુવકની અડગ શ્રદ્ધા હરિદ્વારથી પગપાળા કાવડ ભરી ૩ મહિના અને ૧૬ દિવસે માનેશ્વર દાદાને કર્યો જળાભિષેક

    June 6, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar વ્યાજખોરના ત્રાસથી યુવકના આપઘાત કેસમાં આરોપી ઝડપાયો

    June 6, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar :’એકના ડબલ કરી આપવાના બહાને નકલી સોનું પધરાવનાર ગેંગનો પર્દાફાશ

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.