Morbi,તા.19
પાંચ બોલેરો ગાડી, ૧૯ જીવ સહીત ૨૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો
માળિયા હળવદ હાઈવે પરથી ગૌરક્ષકોની ટીમે પાંચ બોલેરો ગાડી ઝડપી લઈને ગેરકાયદે પશુની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો જે મુદામાલ પોલીસ મથકમાં સોપવામાં આવતા પોલીસે પાંચ બોલેરો સહીત ૨૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કરી સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના બોરીચાવાસમાં રહેતા કમલેશ ભગવાનભાઈ રૂંજાએ આરોપીઓ ફારૂક અબ્દુલરજાક, સુલતાન સાડભાઈ જત, હમદા સલામ, ઇદ્રીશ ગુલામ જત, સદામ અલીમામદ જત, ફારૂક સમંદ જત અને ફારૂક મામદખાન જત રહે બધા કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ બોલેરો પીકઅપ જીજે ૧૨ સીટી ૯૧૮૬ વાળીમાં ભેંસ જીવ નંગ ૦૩, અને પાડો જીવ નંગ ૦૧ તેમજ બોલેરો જીજે ૧૨ બીઝેડ ૯૯૮૬ વાળીમાં નાના મોટા પાડા જીવ નંગ ૦૬, બોલેરો પીકઅપ જીજે ૧૨ સીટી ૫૬૪૦ વાળીમાં ભેંસ જીવ નંગ ૦૨ અને પાડા જીવ નંગ 03, બોલેરો જીજે ૧૨ બીઝેડ ૪૫૫૮ ના ભેંસ નંગ ૦૨ અને બોલેરો જીજે ૧૨ બીએક્સ ૮૫૨૫ વાળીમાં ભેંસ-પાડા ૧-૧ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ના રાખી સમક્ષ અધિકારીનું પાસ પરમીટ નહિ રાખી નાના મોટા પશુ નંગ ૧૯ કીમત રૂ ૫૧,૦૦૦ અને પાંચ બોલેરો કીમત રૂ ૨૫ લાખ સહીત કુલ રૂ ૨૫,૫૧,૦૦૦ ના મુદામાલ સાથે પશુની હેરાફેરી કરતા ઝડપાયા હતા માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે