Morbi,તા.19
ગણેશપર ગામના પાદર પાસે પંચાયતની જમીન પર ફેન્સીંગ તાર કરેલ હોવાથી અગાઉ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી પાંચ ઇસમોએ આધેડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા બળવંતભાઈ દેવજીભાઈ દેવડા (ઉ.વ.૪૮) વાળાએ આરોપીઓ ધર્મેશ મુળજી ભાગિયા, મુળજી હીરા ભાગિયા, મનસુખ ભગવાનજી ભાગિયા, ચુનીલાલ ત્રિભોવન ભાગિયા અને પ્રફુલ અમરશી ભાગિયા રહે બધા ગણેશપર ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગણેશપર ગામમાં આવેલ પંચાયતની જામીન પર આરોપી ધર્મેશ અને મુળજીએ ફેન્સીંગ (તારની વાડ) કરી હતી જે બાબતે બે વર્ષ પહેલા બોલાચાલી થઇ હતી જે બાબતે તા. ૧૬ ના રોજ બળવંતભાઈ ખેતરથી બાઈક લઈને ઘરે આવતા હતા ત્યારે આરોપીઓએ આવી ઢીકા પાટું અને લાકડી વડે માર મારી સાહેદ રમેશભાઈ વચ્ચે આવી છોડાવ્યા હતા બાદમાં આરોપી ચુનીલાલ અને પ્રફુલ આવી ઢીકા પાટું મારી જતા જતા આજે તું બચી ગયો બીજી વાર તને જાનથી મારી નાખીશ કહીને ધમકી આપી જતા રહ્યા હતા ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે