(મિલાપ રૂપારેલ)
Amreli, તા.31
લીલીયા શહેર નજીક આવેલા અતિ પૌરાણિક અને સમગ્ર શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર ગણાતા દાદાવાડી હનુમાનજી મંદિરને ચોર ટોળકીયે ગતરાત્રિના સમયે નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અજાણ્યા ચોરોએ મંદિરની દિવાલ ટપી મંદિરના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરી હનુમાનજીની પ્રતિમા ઉપરનો ચાંદીનો મુગટ 750 ગ્રામ રૂપિયા 45 હજાર, 750 ગ્રામ ચાંદીનું છતર રૂપિયા 45 હજાર, 200 ગ્રામ ચાંદીના નાના સતર કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂા.1,20,000 નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા તેની જાણ થતા મંદિરનો સંચાલન કરતા જયંતીભાઈ બુહા રહે લીલીયા એ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઈ એમ ડી સાળુકે, સંજયભાઈ ઇટાલીયા, ગૌતમભાઈ ખુમાણ, સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

